જમીને થાળીમાં જ હાથમાં ધોતા લોકો વાંચી લેજો આ લેખ, કરી રહ્યા છો મોટી ભૂલી… હકીકત જાણશો તો આજ પછી ક્યારેય નહિ કરો થાળીમાં ચળુ…

મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં ભોજન ના નિયમોમાં એક મુખ્ય વાત જણાવવામાં આવી છે કે ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ન ધોવા જોઈએ. તેના કારણો કયા છે તે વિશે આપણે વિસ્તારપૂર્વક જાણીશું. મોટાભાગે એવું કહેવામાં આવે છે કે જે થાળીમાં તમે ખાઓ છો તેમાં ક્યારેય પણ હાથ ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક માન્યતાઓ છે જેનો આપણા જીવન પર કંઈક ને કંઈક પ્રભાવ જરૂર પડે છે. આવાજ શાસ્ત્રોમાં બનાવેલા નિયમો પ્રમાણે ભોજનમાં પણ કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી જણાવવામાં આવ્યું છે.

જ્યાં સુધી ખાવાની વાત કરવામાં આવે તો આ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે અન્ન વિના જીવન મુશ્કેલ છે. આપણા ધર્મ શાસ્ત્રોમાં અન્ન ને દેવી લક્ષ્મી કે માં અન્નપૂર્ણા માનવામાં આવે છે. તેથી ભોજન ના કોઈપણ નિયમનું પાલન ન કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે. મુખ્ય રૂપે જો તમે ખાધા બાદ તે જ થાળીમાં હાથ ધોવો છો તો તેથી માતા લક્ષ્મીનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે. આ વિષયમાં જ્યોતિષાચાર્યએ શાસ્ત્રો પ્રમાણે ભોજન બાદ થાળીમાં હાથ ધોવાની મનાઈ ફરમાવી છે.1) નારાજ થઈ શકે છે માતા લક્ષ્મી:- કારણકે ભોજન ને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માતા અન્નપૂર્ણાથી સંબંધિત માનવામાં આવે છે, તેથી જે લોકો જમ્યા બાદ તે જ થાળીમાં હાથ ધોવે છે તેમના ઘરમાં માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એવા ઘરોમાં જો પૈસા હોય તો પણ તે વધારે દિવસ સુધી ટકતા નથી.

જે લોકો ખાવાની ખાલી થાળીનું પણ અપમાન કરે છે તેમને પણ માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થતી નથી. ત્યાં સુધી કે યજ્ઞમાં પણ ભોજન નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, અને એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં જે પણ સામગ્રી અર્પિત કરવામાં આવે છે તે દેવતાઓના ભોજન ના રૂપમાં પ્રાપ્ત થાય છે. તેથી જો તમે ભોજનની થાળીમાં હાથ ધોવો છો તો ઈશ્વરને તમારો યજ્ઞ સ્વીકાર નથી થતો.2) નકારાત્મક શક્તિઓ નું આગમન:- એવું માનવામાં આવે છે કે જો આપણે ભોજન કર્યા બાદ થાળીમાં જ હાથ ધોઈએ છીએ તો જે ઉર્જા નીકળે છે તેની તરફ નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે અને આપણી આસપાસ જમા થાય છે. આ શક્તિઓ આપણા સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે અને આપણા શરીરને અનેક પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમે જે થાળીમાં ભોજન કરો છો તેમાં ક્યારેય પણ હાથ ન ધોવા જોઈએ.

3) શું છે વૈજ્ઞાનિક કારણ:- જો તમે જ્યોતિષમાં ન માનતા હોય તો પણ વિજ્ઞાન પ્રમાણે પણ થાળીમાં હાથ ધોવાથી શરીરના અનેક કીટાણુ તે થાળીના પાણી સાથે રહી જાય છે. આ પાણી જ્યારે આપણા શરીરને કે અન્ય સ્થાનોથી અડકે છે ત્યારે અનેક પ્રકારના કીટાણુ ફેલાવે છે 

જો આ કીટાણુઓને સારી રીતે સાફ ન કરવામાં આવે અને જ્યારે તમે તે જ વાસણમાં ફરીથી ખાવાનું ખાવ છો તો આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આ જ કારણે તમારે ક્યારેય પણ તે થાળીમાં હાથ ન ધોવા જોઈએ જેમાં તમે ભોજન લો છો.4) અન્ન નું અપમાન બની શકે છે ગ્રહોની નારાજગીનું કારણ:- એવું માનવામાં આવે છે કે જ્યોતિષમાં દરેક ગ્રહ કોઈને કોઈ અનાજનું પ્રતિનિધિત્વ કરે છે. આજ કારણે નવ ગ્રહ બનાવતા સમયે કોઈને કોઈ અન્ન જરૂર રાખવામાં આવે છે. જ્યોતિષમાં એવું કહેવામાં આવ્યું છે કે અન્નનું અપમાન ગ્રહોનું અપમાન થયા જેવું ગણાય છે.

વિશેષરૂપે અન્નનું અપમાન શુક્ર અને બૃહસ્પતિ ગ્રહના અપમાન કરવા બરાબર હોય છે. અન્નના અપમાન થી ગ્રહોના અશુભ ફળ મળવાના શરૂ થઈ જાય છે. જો તમે ખાવાની જ થાળીમાં હાથ ધોવો છો તો આ અનાજની સાથે ગ્રહોનું અપમાન નું પણ સૌથી મોટું કારણ હોય છે. આ જ કારણે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આ નિયમ બનાવવામાં આવ્યો છે કે ક્યારેય પણ ભોજનની થાળીમાં હાથ ન ધોવા જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment