કેળા ઘરે લાવ્યા બાદ જલ્દી પાકી જાય છે? તો કરો આ ઉપાય.. ગમે તેવા પીળા કેળા પણ અઠવાડિયા સુધી નહીં બગડે

પીળા કેળા રહેશે એકદમ તાજા, જો તમે આ રીતે તેને સ્ટોર કરશો 

મિત્રો તમે જાણો છો કે મોટાભાગના લોકોને કેળા બહુ ગમતા હોય છે. તેમજ ખાસ કરીને નાના બાળકોને કેળા વધુ ભાવે છે. પણ કેળા એક એવું ફ્રૂટ છે કે જેને જો સાચવીને રાખવામાં ન આવે તો ગળી જાય છે અને પોચા પડી જાય છે. આથી કેળાને એવી રીતે સ્ટોર કરવા જોઈએ જેથી કેરીને તે એકદમ તાજા રહે. પણ તમે જુઓ છો કે પીળા કેળા એક બે દિવસમાં જ ગળી જાય છે અને પોચા પડી જાય છે આથી તેને પછી ફેકવા પડે છે. ચાલો તો આજે અમે તમને કેળાને સ્ટોર રાખવા માટેની એક સરળ રીત જણાવીશું. 

હાલ તો શિયાળો હોય કે ઉનાળો બજારમાં કેળા બારેમાસ મળે છે. ખાવાની સાથે સાથે તે શરીર માટે પણ ખુબ સારા છે. એનર્જી વધારવાની સાથે કેળામાં વિટામીન, આયર્ન, અને ફાઈબર જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. પણ જયારે આપણે કેળા બજારમાંથી લાવીએ છીએ ત્યારે તે એક બે દિવસમાં બગડી જાય છે. અને પછી તેને ફેકવા પડે છે. એવું એટલા માટે બને છે કારણ કે બજારમાં મળતા કેળામાં કેમિકલ હોય છે. આથી તેને ખરીદવાથી બચવું જોઈએ. ચાલો તો તમને જણાવી દઈએ કે તેમારે કેવા કેળા ખરીદવા જોઈએ અને તેને કઈ રીતે સ્ટોર કરવા જોઈએ. 

કેળા એક એવું ફળ છે જે જલ્દી ખરાબ થઈ જાય છે. જો તેને યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તે એક દિવસમાં જ બગડી જાય છે.આથી જ લોકો લાંબા સમય માટે કેળાને રાખવા માટે કાચા કેળા ખરીદે છે. 

આમ કેળા ખરીદતા પહેલા તમને એ સુશ્ચિત કરી દઈએ કે હંમેશા પીળા કેળા જ ખરીદવા જોઈએ. આમ આછા લીલા રંગના અને ચિત્તે વાળા કેળા ખરીદવાથી બચવું જોઈએ. હંમેશા લાંબા અને મોટા કેળા ખરીદવા જોઈએ.નાના કેળા અંદરથી કાચા હોય છે. 

બજારમાંથી કેળા લાવ્યા પછી સૌથી પહેલા પાણીમાં થોડો સોડા નાખીને તેમાં થોડીવાર માટે કેળા મૂકી દો. આ સોડા કેળા માટે પ્રીજવરટીવ નું કામ કરે છે અને કેળા જલ્દી ખરાબ નથી થતા. 

આ સિવાય તમને જણાવી દઈએ કે કેળા પોતાના એથીલીન ગેસથી પાકી જાય છે. આ ગેસ કેળાના ડીટીયા માંથી નીકળે છે. આથી જો તમે ઈચ્છો છો કે કેળા જલ્દી પાકી ન જાય તો તેના ઉપરના ડીટીયા ને પ્લાસ્ટિક રેપ થી કવર કરી લો. આનાથી કેળા લાંબા સમય સુધી ખરાબ નથી થતા. 

આપણે અક્સર બધા જ ફ્રુટ્સ બાસ્કેટ માં એકસાથે જ મુકીએ છીએ. આમ કરવાથી કેળા જલ્દી ખરાબ થઈ જાય છે. અને બીજા ફળોની તાજગી પણ ખત્મ થઈ જાય છે. 

કેળાને તાજા રાખવા માટે તમે વિટામીન સી ટેબ્લેટ નો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે વિટામીન સી ટેબ્લેટ ને પાણીમાં મિક્સ કરીને તેમાં કેળા પલાળી દો. ત્યાર પછી કેળાને પાણીમાંથી કાઢીને રૂમના તાપમાનમાં રાખી દો. 

આનાથી ઉલટું જો તમે કાચા કેળાને પકાવવા માંગો છો તો તેન પેપર બેગમાં રાખી મુકો. આમ કરવાથી કેળા જલ્દી પાકી જાય છે. આ સિવાય માઈક્રોવેવ અથવા ગરમ જગ્યાએ રાખીને પણ કેળાને પકવી શકાય છે. 

ઘણી વખત લોકો કેળાને ફ્રીજમાં મૂકી દે છે. પણ આમ ન કરવું જોઈએ. તેને ફ્રીજ માં મૂકી દેવાથી તે ઉપર્હતી કાળું થવા લાગે છે. અને અંદરથી પીળા થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ઓક્સડેજ નામનું એન્જાઈમ પેદા થવા લાગે છે જે તેને રંગને કાળો કરી દે છે. 

આમ કેળાને તાજા રાખવા માટે તેને આ રીતે સ્ટોર કરવા જોઈએ. જેથી કરીને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય. 

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment