જેઠાલાલ સહિત આ છે તારક મહેતા શો ના હાઈએસ્ટ પેડ એક્ટર | એક એપિસોડની સેલેરી જાણીને હોંશ ઉડી જશે….

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં આજે લગભગ દરેક ઘરની ખુબ જ પસંદગીદાર અને પોપ્યુલર સિરિયલ છે. સિરિયલની સાથે જ તેના બધા પાત્રો પણ લોકોની વચ્ચે પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. આ શો માંથી ફેમસ થયેલા જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી પણ આજકાલ ખુબ જ મોટું ફેન ફોલોવિંગ ધરાવે છે. આજે એ સિરિયલમાં જેઠાલાલ દરેક એપિસોડની જાન માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જેઠાલાલ એક એપિસોડની કેટલી ફી લે છે. જેઠાલાલની એક એપિસોડની ફી જાણીને તમારા હોંશ ઉડી જશે. તો ચાલો જાણીએ જેઠાલાલ એક એપિસોડના કેટલા રૂપિયા લે છે.

જુમ ડિજીટલના એક રિપોર્ટનું માનવામાં આવે તો દિલીપ જોશી આ સિરિયલના સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર માનવામાં આવે છે. તેને તારક મહેતા ક ઉલ્ટા ચશ્માંના દરેક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા સેલેરી આપવામાં આવે છે.ત્યાર બાદ આ શોના મહત્વના પાત્ર તારક મહેતાની વાત કરીએ, જેનું પાત્ર ભજવી રહ્યા છે શૈલેશ લોઢા. શૈલેશ લોઢાને એક એપિસોડ માટે પુરા એક લાખ રૂપિયા સેલેરી આપવામાં આવે છે.

સૌથી વધુ સેલેરીમાં શૈલેશ લોઢા બાદ મંદાર ચંદવાડકર એટલે કે આત્મારામ તુકારામ ભીડેનું જે પાત્ર ભજવે છે. તેઓ એક એપિસોડમાં કામ કરવાના 80 હજાર રૂપિયા લે છે.

બબીતાજી એટલે કે મુનમુન દત્તાને ડર એપિસોડના 50 હજાર રૂપિયા મળે છે. તે હાઈએસ્ટ પેડ એક્ટરમાં ચોથું સ્થાન ધરાવે છે. તમને જણાવી દઈએ કે દયાબેન એટલે કે દિશા વાકાણી જ્યારે આ શો માં કામ કરતી એ સમયે દિલીપ જોશી બાદ દિશા વાકાણી શોની સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર્સમાં નામ ધરાવતી હતી.ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના એક એપિસોડમાં જ્યારે તારક મહેતા શોની ટિમ પહોંચી હતી, તો પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું હતું કે, તેને દિલીપ જોશી પર ખુબ જ ઉમ્મીદ છે. આસિત મોદીએ દિલીપ જોશીને પોતાના શો ના ‘ઓપનિંગ બેટ્સમેન’ ‘ઓપનિંગ બોલર’ અને ‘કેપ્ટન’ કહ્યા હતા.

થોડા સમય પહેલા શોની ટીઆરપી ડાઉન થતી હતી એવી ખબર સામે આવી રહી હતી. તેના પર શો ના પ્રોડ્યુસર આસિત મોદીએ હિન્દુસ્તાન ટાઈમ્સની સાથે વાતચીતમાં આ ખબરને એક અફવા જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે પેન્ડેમિકની વચ્ચે પણ શૂટ કરી રહ્યા હતા. પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે એ આપણે બધા જ જાણીએ છીએ.

આગળ જણાવતા કહ્યું કે, અમે એક જ સ્ટોરીલાઈન શોમાં ન દેખાડી શકીએ. કેમ કે સિરિયલનું રિપીટ ટેલિકાસ્ટ પણ છે જેણે લોકો પસંદ કરે છે, આ કારણે અમે એક જ સ્ટોરીલાઈન વારંવાર ન દેખાડી શકીએ, અમે પકડાઈ જઈએ. શો ના લેખક દિવસ-રાત મહેનત કરીને સારી કહાની લાવે છે. અમે રિપીટેટીવ નથી અને આ કારણ છે કે અમે ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા 13 વર્ષથી કાયમ છે.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment