મિત્રો આજના સમયમાં ટેકનોલોજી ખુબ જ વધી ગઈ છે. આજે ટેકનોલોજી વ્યક્તિના સામાન્ય જીવનથી લઈને દરેક શ્રેણીમાં જોવા મળે છે. કેમ કે આજે લોકો ખુબ જ ઝડપી ચાલવા માંગે છે. નવા નવા ઇન્વેન્શન સાથે દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે કોઈ ચમત્કારથી કમ નથી. મિત્રો આજે જાપાન અને વિશ્વના બીજા દેશોમાં ખુબ જ નવા નવા સંશોધનો થાય છે. તો આજે અમે તમને એક એવા જ સંશોધન વિશે જણાવશું. જેને જાણીને તમે દંગ રહી જશો. કેમ કે આવું લગભગ તમે ક્યાંય નહિ સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ શું છે એવું સંશોધન.

મિત્રો આજે અમે એક એવા રોબોટ વિશે જણાવશું જે ખુબ જ અદ્દભુત કામ કરી રહ્યો છે. લગભગ બધી જગ્યાઓ પર રોબોટ કોઈ કંપનીમાં કામ કરતા જોવા મળે છે. પરંતુ આજે અમે જે રોબોટ વિશે જણાવશું તે કોઈ કંપનીમાં કામ નથી કરતો. પરંતુ તે રોબોટ એક પૂજારીની પદવી સંભાળે છે. તો ચાલો જાણીએ તેના વિશે થોડી માહિત.

અત્યાર સુધી તમે રોબોટને કોઈ કંપનીમાં કામ કરતા જ જોયા હશે. પરંતુ જાપાનના એક 400 વર્ષ જુના મંદિરમાં એક રોબોટ ત્યાંનો પુજારી છે. રોબોટ પૂજારીની સાથે ત્યાંના લોકોને બૌદ્ધ ધર્મમાં દિલચસ્પી દેખાડવાની કોશિશ કરી રહ્યો છે. જો કે ઘણા લોકો તેની તુલના ફ્રેંકસ્ટીનના રાક્ષસ સાથે કરે છે. એન્ડ્રોયડ કૈન્ન્ન આધારિત આ પુજારી રોબોટ ક્યોટોમાં કોડાઈજી મંદિરમાં ઉપદેશ પણ આપે છે. આ પુજારી સાથે રહેતા લોકોનું કહેવું છે કે આ રોબોટ આર્ટીફીશીયલ ઇન્ટેલીજેન્સ એઆઇ સાથે મળીને કમાલ કરી શકે છે.

મંદિરના એક અન્ય પુજારી ટેંન્શો ગોટોનું કહેવું છે કે, આ રોબોટ ક્યારેય મરશે નહિ અને તે સમયની સાથે પોતાને અપડેટ પણ કરશે. આ રોબોટની એક ખાસિયત એ છે કે તે આજીવન જ્ઞાનને સ્ટોર કરી શકે છે. તેમણે કહ્યું કે, આ બૌદ્ધ ધર્મમાં એક બદલાવ ગણવામાં આવશે.

આ રોબોટ પોતાના હાથ, ચહેરો અને ખભાને હલાવી શકે છે. તેની ત્વચાને મનુષ્યોની ત્વચા જેવી દેખાડવા માટે તેને સીલીકોન લેયરથી ઢાંકવામાં આવ્યો છે. આ પુજારી રોબોટ હાથ જોડીને પ્રાર્થના પણ કરી શકે છે. આ ઉપરાંત આ રોબર્ટની ડાબી આંખમાં એક કેમેરો પણ લાગેલો છે. તેની આખી બોડી એલ્યુમીનીયમની છે. પુજારી રોબર્ટને ઓસાકા વિશ્વવિદ્યાલયના જૈન મંદિર અને પ્રસિદ્ધ રોબોટીક્સ પ્રોફેસર હિરોશી ઈશીગીરોએ એક સંયુક્ત પરિયોજના અંતર્ગત તૈયાર કર્યું છે. તેને તૈયાર કરવામાં લગભગ એક મિલિયન ડોલર એટલે કે લગભગ 7,11,12,500 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here