આજે અમે તમને એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેની કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે જરૂર પડી શકે છે. આ જાણકરી વિશે આજે લગભગ ખુબ જ ઓછા લોકો જાણે છે. જો તમને પણ ન ખબર હોય તો આ લેખને અવશ્ય વાંચવો જોઈએ. કેમ કે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમને ખુબ જ ફાયદો થવા જઈ રહ્યો છે. એટલા માટે આજે આ જાણકારીને ભૂલ્યા વગર વાંચો અને બીજા લોકોને પણ શેર કરો જેથી તેને પણ આ માહિતી વિશે જાણ થાય અને તેને પણ ફાયદો થાય.

મિત્રો આપણા ભારતીય બંધારણમાં ઘણા બધા એવા નિયમો અને કાનુન છે જે નાની નાની બાબતથી અને ચોક્કસપણે જનતાના હિતમાં બનેલા છે. પરંતુ અમુક સામાન્ય અને નાના નાના એવા પણ કાનુન છે જેની આજે જનતાને સાચી ખબર નથી. તો આજે અમે તમને તેવા નાના નાના કાનુન વિશે જણાવશું. જે તમને ઘણી વાર ઉપયોગી પણ સાબિત થઇ શકે છે. આ સામાન્ય જાણકારી બધા લોકો માટે ખુબ અગત્યની છે અને ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષોએ અવશ્ય જણાવું જોઈએ. તો ચાલો જાણીએ શું છે એ કાનુન જે આપણને ફાયદો પણ કરાવી શકે છે.

ભારતીય કાનુનના હિસાબથી એક મહિલાને સાંજે 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ગિરફ્તાર કરી શકે નહિ. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો ગિરફ્તાર કરનાર વ્યક્તિ પણ સજાને પાત્ર બને છે. આ નિયમની મોટાભાગના લોકોને જાણ નથી હોતી.

આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે કોઈ લોકો અનાથ બાળકને ગૌદ લેતા હોય છે. પરંતુ માત્ર એક એકલો પુરુષ ક્યારેય પણ કોઈ બાળકીને ગૌદ ન લઇ શકે. જો તેને કોઈ નાની બાળકીને ગૌદ લેવી હોય તો સાથે સ્ત્રી પાત્ર રહેતું હોવું ફરજિયાત છે.

આ દેશની કોઈ પણ હોટેલમાં તમે માત્ર એક ગ્લાસ પાણી અને વોશરૂમના ઉપયોગ માટે ગમે ત્યારે જઈ શકો છો. જો તમારે ઈમરજન્સી વોશરૂમ જવું હોય તો તમે કોઈ પણ હોટેલમાં જઈ શકો છો. અને તમે એક ગ્લાસ પાણી માટે પણ જઈ શકો છો. જો તમને કોઈ અટકાવે તો તેના પર કાર્યવાહી પણ થઇ શકે છે.

જો કોઈ સ્ત્રી કે છોકરી બળાત્કારનો શિકાર થઇ હોય અને તે પોતાનું ચેકપ કરવવા માંગતી હોય તો તે ખુદ ડોક્ટર પાસે જઈને પોતાનું ચેકપ કરાવી શકે છે. તેના પોલીસ પરમીશનની કે કોઈ પણ એફઆઈઆરની જરૂર નથી હોતી.

જો ક્યારેય પણ કોઈ અધિકારી એફઆઈઆર દર્જ કરવાની ના કહે તો તેને તેના પર તમે કેસ કરી શકો છો અને તેને સજા રૂપે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી જેલની સજા કરાવી શકો છો. આ જણકારી દરેક વ્યક્તની અવશ્ય હોવી જોઈએ.

ડ્રાયવીંગ કરતા સમયે જો 100 મિલીલીટર લોહીમાં શરાબનું સ્તર 30mg કરતા વધારે જોવા મળે તો પોલીસ તમને પકડી શકે છે અને તમે સજાને પાત્ર પણ બની શકો છો.એટલા માટે ક્યારેય પણ ડ્રાયવીંગ પહેલા શરાબનું સેવન ન કરવું જોઈએ.

જો તમારા ઘરનું ગેસ સીલીન્ડર ફાટે તો તમે તેના વળતર સ્વરૂપે તમે 40 લાખ રૂપિયા લેવાના હકદાર છો.

એક ગર્ભવતી મહિલા કર્મચારીને નોકરીમાંથી છુટા ન કરી શકાય.  અને જો તેને કાઢી નાખવામાં આવે તો તે વ્યક્તિને ત્રણ મહિનાની જેલનો સામનો કરવો પડે છે.

જો ક્યારેય પણ તમે ગિરફ્તાર થયા હોવ અથવા પોલીસની હિરાસતમાં હોવ તો તેની જાણ તમે તમારા સગા સંબંધી અથવા પરિવારના સભ્યને કરી શકો તેવો અધિકાર તમને છે. જે કાનૂની નિયમ પ્રમાણે છે. જો આવું કરવાની કોઈ અધિકારી દ્વારા ના કહેવામાં આવે તો તે કાનુન વિરુદ્ધ માનવામાં આવે છે.

જો કોર્ટ દ્વારા મૃત્યુ દંડની સજા આપવામાં આવે, અને 5 વર્ષની પ્રતીક્ષા અવધી હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. કેમ કે ભારતીય કાનુનનું માનવું છે કે જીવન દરેક વ્યક્તિનો અધિકાર છે. એટલા માટે તમે સુપ્રીમ કોર્ટમાં જીવનદાન માટેની અપીલ કરી શકો છો.

તો મિત્રો આ હતા એ નાના નાના નિયમો અને કાનુન જે ભારતીય બંધારણમાં છે. જેને લઈને આજે ઘણા લોકો અજાણ હોય છે અને આ બધા પ્રશ્નોના કારણે પરેશાન પણ થતા હોય છે. તો મિત્રો આ જાણકારીને બધી જ જગ્યાએ શેર કરો. જેથી બધા લોકોને ઉપયોગી થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here