કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતે નોર્થ કોરિયાને કરી ૧૦ લાખ ડોલરની મેડીકલ હેલ્પ, અદભુત ભારત.!

પૂરું વિશ્વ અત્યારે કોરોનો વાયરસની બીમારીના સકંજા માં ફસાઈ ચુક્યું છે અને પુરા વિશ્વમાં અત્યારે કુલ કેસ ૧ કરોડ 60 લાખ આજુ બાજુ પહોચી ગયા છે ત્યારે ભલભલા દેશની અર્થ વ્યવસ્થાની કમર ભાંગી ચુકી છે અને બધા દેશો અત્યારે લાચારી જેવી પરિસ્થિતિમાં છે. ખુદ અમેરિકા, ચાઈના અને દક્ષીણ કોરિયા જેવા દેશો જે સતત અણુબોમ્બની વાત કરી રહ્યા હતા તો તેમની સ્થીતી પણ કોરોનાએ તહેસ-નહેસ કરી નાખી છે.

દક્ષીણ કોરિયાની સ્થિતિ પણ કોરોનાના લીધે નાજુક થઇ ગઈ છે, એવામાં ભારતે ઉદારતા દેખાડીને ૧૦ લાખ ડોલરની મેડીકલ સહાયતા મોકલવાની તૈયારી દર્શાવી છે. આ સહાયતા ભારતે ટી.બી. નિ દવામાં રૂપમાં મોકલવામાં આવશે. તે સહાયતા કરવવા માટે ભારતને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ અનુરોધ કર્યો છે.

વિદેશ મંત્રાલય દ્વારા જાણકારી મળી છે કે નોર્થ કોરિયામાં હાલ મેડીકલ સામગ્રીની કમી સર્જાઈ રહી છે માટે, ભારતે તેને મદદ કરવાનો ફેસલો કર્યો છે જેથી ત્યાની સંવેદનશીલ સ્થિતિ કાબુમાં આવી શકે અને અગાઉ જણાવ્યું તેમ ભારત આ મદદ ટી.બી. ની દવાના રૂપમાં ૧૦ લાખ ડોલરની માનવીય સહાયતા કરી રહ્યું છે.

એક રીપોર્ટ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે WHO દ્વારા નોર્થ કોરિયામાં ટી.બી. રોગ સામે લડતનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. તેમાં આ ભારતની દવા તેમને ખુબ મદદ કરશે અને ટી.બી. રોગને નાબુત કરતુ અભિયાન વધુ તેજ બનાવશે. ભારતની આ કામગીરી પ્રશંસનીય સાબિત થશે.

અતુલ મલ્હારી કે જે નોર્થ કોરિયામાં ભારતના રાજદૂત છે તે આ કામગીરીમાં અગત્યનો રોલ ભજવતા આ દવા WHO ના અધિકારીઓની ઉપસ્થિતિમાં નોર્થ કોરિયાના અધિકારીઓને સોંપી હતી. આ દવા ભલે કોરોના રોગ માટેની ના હતી પણ આવા કોરોનાના કપરા સમયમાં બીજા દેશને અન્ય રોગ સામે લડવા માટે દવાની મદદ કરવી એ પણ એક ભારતનું પ્રશંસનીય કામ છે. આ કામ માટે ભારતને અને મેડીકલ ટીમને ધન્યવાદ કહેવા જ જોઈએ.

Leave a Comment