CNG કારમાં ગેસ પુરાવતી વખતે રાખો આ એક ધ્યાન, ઓછા ખર્ચે વધુ કિલોમીટર ચાલશે તમારી ગાડી .

છેલ્લા કેટલાક વર્ષોમાં CNG કારો ની માંગ ખૂબ જ વધી છે. તેના માટે સૌથી મોટું કારણ એ છે કે તે પેટ્રોલ ડીઝલની તુલનાએ સૌથી સસ્તુ હોય છે. અને તેનાથી માઇલેજ પણ વધારે મળે છે. જોકે પાવર આઉટપુટ થી થોડું સમાધાન કરવું પડે છે. કેટલીક વાર જોવા મળે છે કે લોકોને પોતાની CNG કારથી એટલું માઇલેજ નથી મળતું જેટલી તેમને અપેક્ષા હોય છે. તેથી અહીંયા તમને તેની પાંચ ટીપ્સ જણાવીશું જેના દ્વારા તમે સરળતાથી CNG કારનું માઇલેજ વધારી શકો છો.

1) CNG ટેન્કને સંપૂર્ણ ભરવાથી બચવું જોઈએ. વધારે ભરેલા ટેન્ક થી ગેસ બહાર નીકળી શકે છે, જેનાથી કીમતી ઇંધણ બગડે છે. જેવી રીતે એક પેટ્રોલ કે ડીઝલ કારને ઓવરફિલ કરવાની સલાહ નથી આપવામાં આવતી તેવી જ રીતે CNG ટેન્કને પણ ગેસ થી ઓવરફિલ ન કરવી જોઈએ.2) પેટ્રોલ કે ડીઝલ વાળી કારની જેમ સીએનજી કારમાં એર કન્ડિશન કે હીટરનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઇંધણના વપરાશ પર અસર થાય છે. તેથી કારમાં વધારે જરૂર હોય તો જ એસી કે હીટર ચાલુ કરવું કારણ કે એસી કે હીટર પૂરતી માત્રામાં ઊર્જાનો વપરાશ કરે છે. એસી કે હીટર ચાલુ થવા પર સીએનજી કારના ઈંધણ નો વપરાશ વધી જાય છે જે પેટ્રોલ કે ડીઝલ કારની જેમ જ હોય છે.

3) સીએનજી ગેસ ફ્યુલ ટેન્ક થી વરાળ બનીને ઉડી શકે છે. તેથી ચેક કરવું કે ગેસ લીડમાં લીકેજ તો નથી ને. તેના સિવાય કારને હંમેશા છાયામાં કે વૃક્ષની નીચે પાર્ક કરવી. જેથી સૂરજની રોશની સીધી કારને પ્રભાવિત ન કરે અને સીએનજી ગેસના બાષ્પીભવન ની સંભાવના ઓછી થાય.4) કારમાં ફ્યુલ કોઈપણ ટાઈપનું હોય પરંતુ માઇલેજ માટે સૌથી જરૂરી છે કે ટાયરમાં હવાનું પ્રેશર યોગ્ય રીતે જળવાયેલું રહે. ટાયરમાં ઓછી હવા ના દબાણ નો મતલબ છે પાવર ટ્રેન પર દબાણ વધવું. જેના કારણે ઇંધણનો વપરાશ વધારે થાય છે તેથી ટાયરના દબાણને હંમેશા કંપની તરફથી જણાવવામાં આવેલા સ્તર સુધી જાળવી રાખવું.

5) કાર ના એર ફિલ્ટરને રેગ્યુલર ચેક કરાવતા રહો અને જરૂર પડે તો બદલાવતા રહો. જો એર ફિલ્ટર ગંદકી કે ધૂળ થી બંધ થઈ જાય છે તો પાવર ટ્રેન વધુ પ્રમાણમાં ઇંધણનો વપરાશ કરે છે અને જેનાથી કારની માઇલેજ ઓછું થઈ જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment