લીલા શાકભાજીની જેમ શા માટે વધી રહ્યો બટેટાનો ભાવ.

સામાન્ય રીતે ભારતમાં લોકો પર હાલ આર્થિક સંકટ ફરી વળ્યું છે. તો દરેક વસ્તુમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રોજિંદા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓમાં. તો શાકભાજી જેવી વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો તેમાં બટેટા લગભગ ઘરોમાં વધુ ઉપયોગમાં લેવાતા હોય છે. તો તમને જણાવી દઈએ કે બટેટામાં છેલ્લા બે મહિનાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવશું. બટેટાનો ભાવ શા માટે વધે છે તેનું સાચું કારણ આ લેખમાં તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો. 

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વરસાદની મૌસમ આવે એટલે લગભગ મોટાભાગના લીલા શાકભાજીનું ઉત્પાદન ઓછું થવા લાગે છે. અને બટેટાનો ઉપયોગ પણ વધે છે. બટેટા આમ તો કોલ્ડ સ્ટોરેજમાંથી આવે છે. પરંતુ વેપારીઓ દ્વારા તેના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આપણા દેશમાં જો બટેટાના ઉત્પાદનની વાત કરવામાં આવે એ રવી પાકની સિઝનમાં થાય છે. પરંતુ અમુક વિસ્તારો એવા પણ છે જ્યાં બટેટાનું ઉત્પાદન ખરીફ પાકની સિઝનમાં કરવામાં આવે છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજ હોવાના કારણે બટેટાની આવક બજારમાં હંમેશા તાજી જ રહે છે. 

વર્ષ 2019-20 ના બટેટાનું ઉત્પાદન ગયા વર્ષ કરતા વધુ થયું હતું. તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2019-20 માં દેશમાં બટેટાનું ઉત્પાદન 513 લાખ ટન જેટલું થયું હતું. પરંતુ વર્ષ 2018-19 ની વાત કરીએ તો ત્યારે 501.90 લાખ ટન બટેટાનું ઉત્પાદન દેશમાં થયું હતું. દિલ્લીના આઝાદપુરમાં એશિયાની સૌથી મોટી ફળ અને શાકભાજીની બજાર આવેલી છે, ત્યાં ગુરુવારના રોજ જથ્થાબંધ બટેટાનો ભાવ 12 થી 44 રૂપિયા હતો. પરંતુ બે મહિના પહેલા એટલે કે 13 જુન 2020 ના રોજ 8 થી 21 રૂપિયા ભાવ હતો. તો આ રીતે માત્ર બે જ મહિનાની અંદર બટેટાના ભાવમાં ડબલ વધારો થઇ ગયો છે. જેના કારણે બટેટાના રીટેલ માર્કેટમાં બમણી કિંમત થઈ ગઈ છે. તો દિલ્લીના NCR બજારમાં જુન મહિનામાં બટેટાના રીટેલ ભાવ 20 થી 25 રૂપિયા હતો. પરંતુ હવે એ ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો છે. 

લીલા શાકભાજી અને બટેટામાં છેલ્લા બે મહિનામાં લગભગ 100 થી 200 % જેટલો વધારો જોવા મળ્યો હતો. ટમેટાના ભાવમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. પરંતુ ડુંગળીના ભાવમાં નથી થયો. અન્ય મોટાભાગના શાકભાજીના ભાવોમાં લગભગ ખુબ જ વધારો આવી ગયો છે. દરેક શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે લગભગ સામાન્ય ઘરોનું બજેટ પણ બગદ ગયું છે. 

કાર્યક્રમના અમલીકરણ મંત્રાલય હેઠળ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે ગુરુવારના રોજ આંકડા જારી કર્યા હતા તે પ્રમાણે, ગ્રાહક ભાવાંક સૂચકાંક આધારિત રીટેલ ભાવમાં ફુગાવો જુનમાં 6.23% થી વધીને 6.93% થયો છે. જુલાઈ મહિનામાં ખાદ્ય વસ્તુઓમાં શાકભાજીના ભાવમાં ગયા વર્ષ કરતા 11.29% વધારે છે. 

Leave a Comment