કાર્પેટ ની લંબાઈ દર્શાવે છે તમારું મહત્વ : અમેરિકા ગયેલા ઈમરાનનું આવું સન્માન જોઈ ઉડી ભરે મજાક…

મિત્રો તમે નરેન્દ્ર મોદીના અમેરીકામાં થયેલા ભવ્ય કાર્યક્રમ અંગે જાણતા જ હશો. મોદીનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તે જોઈને ભારતના અને વિશ્વના દરેક મૂળ ભારતીય લોકોનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. અમેરિકા જેવી મહાસત્તા ભારતના પીએમ નરેન્દ્ર મોદીનું આવું સ્વાગત કર્યું તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે. આ ઉપરાંત અમેરિકના વડાપ્રધાને પણ ભારતનો સંપૂર્ણ સાથ આપવાનો ઇરાદો એ કાર્યક્રમ દરમિયાન જાહેર કર્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ન્યૂઝ મુજબ એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જ્યારે હાઉડી મોદી અમેરિકા પહોંચ્યા ત્યારે પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનને નીચું જોવા જેવુ થયું હતું. અમેરિકના કોઈપણ ઉચ્ચ અધિકારી ઇમરાનનું સ્વાગત કરવામાં માટે હાજર ન હતા. આ અંગે ઈમરાન ખાન પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.  જાણવા મળતા સમાચાર અનુસાર જણાવીએ તો જ્યારે પીએમ મોદી અમેરિકા પહોંચ્યા ત્યારે તેનું ખુબ જ ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સામે પાકિસ્તાનના વડાપ્રધાન  ઇમરાન ખાનને શરમનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઈમરાન પોતાના સાઉદી વિમાન દ્વારા ન્યૂયોર્ક પહોંચ્યો ત્યારે એકપણ મોટો અમેરિકન અધિકારી તેમના સ્વાગત માટે હાજર ન હતો. આ કારણે સોશિયલ મીડિયા પર હાલ ઇમરાનની મજાક થઈ રહી છે.

આમ અમેરિકામાં ઈમરાનનું જે રીતે સ્વાગત થયું તેની મજાક પાકિસ્તાનીઓ સિવાય બીજું કોઈ નથી કરી રહ્યા. હકીકતમાં જ્યારે ઇમરાન વિમાનમાંથી ઉતર્યા હતા, ત્યારે તેની સામે માત્ર એક ફૂટની જ રેડ કાર્પેટ હતી. પાકિસ્તાની એક પત્રકારે એક વીડિયો શેર કર્યો છે. આ દ્વારા ઇમરાનની મજાક ઉડાવવામાં આવી રહી છે. જ્યારે એક યુઝરે તો એવું પણ લખી નાખ્યું કે, “સાઉદીથી ભીખ માંગીને વિમાન લઈને આવ્યો છે.” તો બીજા એક યુઝરે લખ્યું કે,  ‘એવું લાગી રહ્યું છે કે આ બધા એક જ વિમાનથી આવ્યા છે અને પછી હાથ મેળવવા માટે લાઇનમાં ઉભા રહી ગયા છે.” જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે – “રેડ કાર્પેટનું વિરોધી છે રેડ ચટાઈ.” તો બીજા એક યુઝરે તો અહિયાં સુધી લખ્યું કે, હું પાકિસ્તાની છું અને હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું. ઇમરાન ખાન કોઈ પ્રોટોકોલ અથવા શિષ્ટાચાર વિના બગડેલા બાળકની જેમ વર્તે છે.’ જ્યારે મોદી એક વ્યાવસાયિક તરીકે વર્તે છે.’

એક યુઝરે એવું લખ્યું, ‘હેલો ઇમરાન ખાન, કેવું અનુભવી રહ્યા છો ? “હાઉડી મોદી” અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આજે બંને અમેરિકા આવ્યા, ત્યારે માત્ર કાર્પેટ પરથી જાણ થઈ ગઈ કે અમેરિકાના પ્રિય કોણ છે.’

જ્યારે જાણવા મળતી માહિતી મુજબ ઇમરાનના આવા અપમાનથી પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ ઉશ્કેરાયા હતા. તો તેણે કાશ્મીર અંગે અમેરિકાનું વલણ કહ્યું કે, ‘કાશ્મીરને લઈને હવે અમેરિકા પર વિશ્વાસ કરી શકાશે નહીં. એક ચીન છે જેની મિત્રતા પર વિશ્વાસ કરી શકાય છે. આ સિવાય રાશિદે એમ પણ કહ્યું કે, તેણે કાશ્મીરને લઈને હજી આક્રમક શબ્દોમાં નિવેદન આપ્યું. તેઓ ગુલામ કાશ્મીરમાં એટલે કે (pok)ના ભીંભરમાં ફરી એકવાર યુદ્ધ કરવામાં આવશે. પછી ભલે તેના માટે મરવું પડે કે મારવું પડે.

પરંતુ તમને જણાવી દઈએ કે મોદીનો અમેરિકા ખાતે જે કાર્યક્રમ થયો તે આધારે પાકિસ્તાન પ્રધાન ઇમરાન ખાનને આંતરિક ખુબ જ પીડા થઇ હશે. કેમ કે પાકિસ્તાન કાશ્મીરને લઈને હજુ સળગી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment