જો શરીર પર હોય આટલા તલ,  તો હોય શકે છે કેન્સરનો ખતરો..  જાણો પૂરી માહિતી.

જો શરીર પર હોય આટલા તલ, તો હોય શકે છે કેન્સરનો ખતરો.. જાણો પૂરી માહિતી.

મિત્રો ઘણા લોકોના શરીર પર તલ જોવા મળતા હોય છે. ઘણી વાર તો શરીરના અમુક અંગો પર તલ હોય તો એ ખુબસુરતીનું કારણ પણ બની જાય છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે શરીરના અમુક ભાગમાં જો તલ હોય તો તેને શુભ પણ માનવામાં આવે છે. એટલે કે આપણા પર તલ હોવા તેને શુભ માનવામાં આવે છે.

પરંતુ આજે આ લેખમાં અમે તમને તલ વિશેની એક ગંભીર વાત જણાવશું. જેનાથી લગભગ લોકો અજાણ હોય છે. મિત્રો ઘણી વાર આપણા શરીર પર રહેલા તલ સ્કીન કેન્સરનો ખતરો પણ હોય શકે છે. જો તમારા શરીર પરના તલનો આકાર, તેનો રંગ અને તેની આસપાસની સ્કીનમાં કોઈ પણ બદલાવ જોવા મળે તો એ સ્કીન કેન્સરનો ખતરો પણ હોય છે. માટે જો તલની આસપાસ જો સ્કીનમાં કોઈ બદલાવ કે દાગ દેખાય તો ચેતી જવું જોઈએ અને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મેલેનોમા એક પ્રકારનું સ્કીનનું કેન્સર થાય છે. આ રોગ ત્વચાના રંગનું નિર્માણ કરતા મેલેનોસાઈટ્સમાં થાય છે. ચામડીને લગતા અન્ય કેન્સરો કરતા આ કેન્સર થોડું વધારે ગંભીર અને ખતરનાક છે. કેમ કે આ કેન્સર થયા બાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાય છે. ત્યાં સુધી કે આ થવાથી હાડકાંને પણ નુકશાન પહોંચે છે. ટૂંકમાં આ કેન્સરની અસર હાડકાં સુધી પહોંચી જાય છે.

તમને જણાવી દઈએ કે, તલની સંખ્યા જો વધારે હોય તો પણ ચોંકી જવું જોઈએ, ઘણી વાર શરીરના વધારે તલ પણ ચામડીના કેન્સરનું કારણ હોય શકે છે. તે આમ જોઈએ તો ચામડીના કેન્સરના સંકેત પણ હોય શકે. લંડનમાં થયેલી એક શોધમાં સામે આવ્યું છે, અને તેમાં જણાવવામાં આવ્યું કે, જો શરીર પર તલની સંખ્યા વધારે હોય, તો તે સ્કીન કેન્સરના પણ લક્ષણ હોય શકે છે. તેને નજરઅંદાજ ન કરવા જોઈએ.

શોધમાં એ વાત સામે આવી કે, તમારા શરીર પર થનાર તલની સંખ્યા અને કેન્સર વચ્ચે ખુબ જ મોટો સંબંધ હોય છે. રીચર્સ અનુસાર, જો તમારા શરીર પર તલની વધારે હોય, તો તેનો મતલબ છે કે તમારી કોશિકાઓ વધારે સંવેદનશીલ છે. આ બાબત તમારા માટે કેન્સરનો પણ ખતરો બની શકે છે. માટે શરીરના કોઈ અંગો પર વધારે પ્રમાણમાં તલ હોય તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ. જે આપણને વધારે સમસ્યામાં ધકેલી શકે છે. 

તેના સિવાય કેન્સર પર કરવામાં આવેલ એક તાજા અધ્યયન અનુસાર જણાવીએ તો, જમણા હાથ પર 11 કરતા વધારે તલ હોવા તે ચોક્કસ રીતે ત્વચાના કેન્સર તરફ ઈશારો કરે છે. એટલું જ નહિ તમારા શરીર પર જો તલની સંખ્યા વધારે હોય, તો કેન્સરનો ખતરો લગભગ 5 વધી જાય છે. માટે જો તમારા શરીરના કોઈ પણ અંગ પર તલ હોય તો તમારે તેની જાતે જ તપાસ કરતા રહેવું જોઈએ. જો કોઈ બદલાવ કે આસપાસ કોઈ અન્ય નિશાન દેખાય તો ડોક્ટરનો સંપર્ક તુરંત કરવો જોઈએ.

Leave a Comment