ગાડીનું એર ફિલ્ટર જામ થાય તો થઈ જજો સાવધાન, નહિ તો ગાડી થશે ખરાબ અને આવશે 7 મોંઘા ખર્ચા… એવરેજ પણ થઈ જશે ઓછી…

મિત્રો આજના સમયમાં દરેકના ઘરમાં ગાડી તો હશે જ. ગાડી હોય તો આપણી મુસાફરી સરળ બની જાય છે. ઘણાને ગાડી ચલાવવાનો ઘણો જ ક્રેઝ હોય છે. પરંતુ ગાડીને સતત ચલાવવી એ યોગ્ય નથી. તેની સારસંભાળ પણ રાખવી જરૂરી બને છે, તેની સમયસર સર્વિસ કરાવવી અને સાફ સફાઈ પણ જરૂરી છે. કોઈપણ ગાડીમાં એર ફિલ્ટર્સ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જો કે કેટલીક વાર એર ફિલ્ટરને લોકો હલકામાં ગણી લે છે, જેના કારણે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જો એર ફિલ્ટર્સની તપાસ ન કરાવવી કે યોગ્ય સમયે તેને રિપ્લેસ કરવામાં ન આવે કે કારને ધૂળ ભરેલા વાતાવરણમાં વારંવાર ચલાવવાથી એર ફિલ્ટરમાં ઘણી ગંદકી જમા થઈ જાય છે. તેનાથી કારના પરફોર્મન્સ પર અસર પડે છે. જાણો એર ફિલ્ટરની ગંદકીના કારણે તમારી ગાડી પર કેવી નકારાત્મક અસરો પડે છે અને તેના ક્યાં ઉપાયો કરી શકાય છે.

1) પાવરમાં ડ્રોપ : એર ફિલ્ટરમાં ગંદકી ભરાઈ જવાના કારણે એન્જિનમાં પૂરતી માત્રામાં હવાની સપ્લાય નથી થઈ શકતી. તેનું પરિણામ એ આવે છે કે, સતત થ્રોટલ ઇનપુટ્સ હોવા છતાં પ્રવેગમાં સુસંગતતાનો અભાવ જોવા મળે છે.

2) કાર્બનનું ડિપોઝિટ થવાનું જોખમ : એક ફિલ્ટરમાં ગંદકી ભેગી થવાના કારણે હવાનું પ્રમાણ પર્યાપ્ત રીતે એન્જિનમાં નથી પહોંચી શકતુ, જેના કારણે એન્જિનમાં કાર્બનનું ડિપોઝિટ થવાનું જોખમ પણ રહે છે. એન્જિન લાઈટની ટ્રિગર થવાની સંભાવના વધી જાય છે.

3) ઇંધણ કાર્યક્ષમતામાં ઘટાડો : ગંદકી ભરેલા એર ફિલ્ટરના કારણે કમ્બશન ચેમ્બરમાં પૂરતી માત્રામાં હવા જઈ નથી શકતી. તેના કારણે ઈંધણની કમી જરૂરતથી વધારે થવા લાગે છે જેનાથી ઇંધણની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે.

4) એન્જિન મિસફાયરિંગ : એક ગંદા એર ફિલ્ટરના કારણે હવા અને ઈંધણના મિશ્રણના લીધે કાર્બન ડિપોઝિટ થાય છે. સૂટના અવશેષો, સ્પાર્ક પ્લગ પર ભેગા થવા લાગે છે અને પેટ્રોલ એન્જિનમાં મિસફાયરિંગનું જોખમ ઊભું કરે છે.

5) નિકાસી પાઈપ માંથી કાળો ધુમાડો : જો તમે ગાડીના એક્ઝોસ્ટ પાઇપ એટલે કે નિકાસી પાઈપ માંથી કાળો કે ડાર્ક ગ્રે રંગનો ધુમાડો નીકળતો હોય તો પણ એ વાતનો સંકેત છે કે, હવા અને ઇંધણના મિશ્રણનું કમ્બશન ઠીક રીતે નથી થઈ રહ્યું અને આવું પરિણામ ગંદા એર ફિલ્ટરના કારણે થાય છે.

6) ઈંધણની ગંધ : જો એન્જિનને પૂરતી માત્રામાં હવાની પૂરતી નથી કરી શકાતી તો એક્ઝોસ્ટ પાઈપ એટલે કે નીકાસ પાઇપની મદદથી બળેલું ઈંધણ સતત નીકળતું રહે છે. તેનું પરિણામ એ આવે છે કે ઇંધણની ગંધનું ઉત્સર્જન થતું રહે છે.

7) કાર માંથી વિચિત્ર અવાજ આવી શકે : જો કોઈ એર ફિલ્ટર ગંદુ થઈ ગયું હોય તો હવાની પર્યાપ્ત માત્રા ન પહોંચી શકવાના કારણે ગાડીમાંથી વિચિત્ર પ્રકારનો અવાજ પણ આવી શકે છે. વિશેષરૂપે વ્હીકલ પર પ્રવેગના સમયે આ વઘારે જ જોવા મળે છે.

એર ફિલ્ટર બદલાવવાની કિંમત : સામાન્ય રીતે, કોમ્પેક્ટ કાર અથવા એસયુવી માટે એર ફિલ્ટરની કિંમત રૂ. 800 થી રૂ. 5500 સુધીની હોય છે. ખાસ વાત એ છે કે મોંઘા એર ફિલ્ટરનો સફાઈ કર્યા પછી પણ ફરી ઉપયોગ કરી શકાય છે. એર ફિલ્ટર રિપ્લેસમેન્ટ સામાન્ય રીતે મૂળભૂત લેબર ચાર્જમાં માત્ર ત્યારે જ સામેલ કરવામાં આવે છે જ્યારે ગાડીની સર્વિસ કરવામાં આવી રહી હોય. સામાન્ય રીતે મધ્યમ વર્ગની બજેટ કાર માટે આ રેન્જ 1200 થી 2500 સુધીની હોઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment