ભૂલથી બીજાના એકાઉન્ટમાં પૈસા થઈ જાય ટ્રાન્સફર તો મળી શકે છે પરત.. જાણો કેવી રીતે આ લેખમાં…

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે દેશમાં ડીઝીટલ પેમેન્ટને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. ડીઝીટલપેમેન્ટ સર્વિસ આવવાથી ઓનલાઈન પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવામાં ખુબ જ આસાની રહે છે. તેમાં લેનાર વ્યક્તિને પણ ફાયદો હોય છે અને આપનાર વ્યક્તિને ન ફાયદો હોય છે. કેમ કે બંનેનો સમય બચી જાય છે. મોટા ભાગે લોકો પોતાના સંબંધી અને મિત્રોને પૈસા મોકલવા માટે ઓનલાઈન મની ટ્રાન્સફરને વધારે મહત્વ આપવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે તેનાથી બચત થાય છે.

પૈસા ટ્રાન્સફરનું તો સમજ્યા. પરંતુ આજકાલ બધા જ પેમેન્ટ પણ ઓનલાઈન જોવા મળે છે. જેના કારણે આપણે ઘરે બેઠા બેઠા બીલ પેમેન્ટ, મોબાઈલ રીચાર્જ પણ કરી  શકો છો. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણે ભૂલથી બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હોઈએ છીએ. અથવા તો ઘણી વાર આપણા ખાતામાંથી જ પૈસા ઉપાડી લેવામાં આવે છે. તો આજે અમે તમને આ સમસ્યાથ બચવા માટે અમે થોડી જાણકારી તમને જણાવશું. જેનાથી તમે તમારા પૈસા બચાવી શકશો.

આ વર્ષની શરૂઆતમાં જ મુંબઈના એક કારોબારીની સાથે ઓનલાઈન ફ્રોડ થયું હતું. તે દરમિયાન કારોબારી ને તેના ફોન પર 6 મિસકોલ આપવામાં આવ્યા હતા. જ્યારે સવારે તેણે જોયું તો તેના એકાઉન્ટમાંથી 1.86 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. માટે આ લેખને અવશ્ય વાંચો કેમ કે, તમારી સાથે પણ કોઈ કરી શકે છે ફ્રોડ.

RBI એ બનાવ્યો નિયમ :

રિજર્વ બેંક અનુસાર તમારી પરમિશન વગર પૈસા કાઢી લેવામાં આવે તો તમારે માત્ર ત્રણ જ દિવસની અંદર બેંકમાં આ બાબતની જાણકારી આપવી જોઈએ. ત્યાર બાદ બેંકમાં તમે આપેલી જાણકરીની તપાસ કરવામાં આવે કે, તમારા પૈસા ભૂલથી કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર થયા છે કે કોઈએ ખોટી રીતે તમારા એકાઉન્ટમાંથી પૈસા કાઢ્યા છે.

તપાસ પૂરી થયા બાદ બેંક તમને બધા જ પૈસા પાછા કરી આપશે. પરંતુ તેના માટે તમારે અમુક શરતોનું પાલન કરવું પડે છે.પૈસા પાછા કરવા માટે તમને સૌથી પહેલા ATM કાર્ડ નંબર અને ઈન્ટરનેટ બેંકિંગ સર્વિસને બંધ કરવું પડશે.તેના પહેલા પોલીસમાં આ મામલાની શિકાયત દર્જ કરાવવી પડશે.તેની FIR ની એક કોપી તમારે બેંકમાં જમા કરાવવી પડે છે.બેંક FIR અનુસાર કાઢવામાં આવેલા પૈસાની તપાસ કરે છે.જો તમારી સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય તો તમને બધા જ પૈસા પાછા મળી જશે.પરંતુ જો તમેં ભૂલથી કોઈના એકાઉન્ટમાં પૈસા જમા કરી નાખો તો તે બેંક પર નિર્ભર કરે છે કે તમને પૈસા પરત મળશે કે નહિ મળે.પરંતુ પરેશાન થવાની જરૂર નથી, સાબિતી આપવા બદલ તમને પૈસા પરત મળી શકશે. એટલા માટે તમારી સાથે જે બન્યું હોય તેની સંપૂર્ણ જાણકરી બેંકમાં આપવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment