ભારતથી અમેરિકા જઈ રહેલી ફ્લાઈટમાં જન્મ્યું બાળક, તો એને ક્યાં દેશની મળશે નાગરિકતા ? મોટાભાગના લોકો નથી જાણતા આનો જવાબ…

મિત્રો તમે કદાચ એવું સાંભળ્યું હશે કે જો વિદેશમાં બાળકનો જન્મ થાય તો તે બાળક વિદેશનું નાગરિત્વ મેળવી શકે છે. સાથે જ તેના માતા પિતાને પણ વિદેશનું નાગરિત્વ મળી જાય છે. પણ ઘણી વખત એવું બને કે બાળકનો જન્મ ફ્લાઈટમાં થાય તો તે બાળક ક્યાંનું નાગરિત્વ ધરાવે છે. આ એક ખુબ જ ગંભીર પ્રશ્ન છે. 

કોઈ પણ માણસની નાગરિકતા તેના દેશની ઉત્પતિ જણાવે છે. જો તમારી પાસે ભારતની નાગરિકતા છે તો તેનો મતલબ કે તમે ભારતમાં જન્મ લીધો છે. આ નાગરિકતાને આધારે તમે ભારતમાં રહેતા લોકોને મળવાની સુવિધાનો લાભ લઈ શકો છો. પણ જરા વિચારો કે કોઈનો જન્મ જો હવામાં થાય તો..?

દુનિયાના દરેક માણસ માટે તેની નાગરિકતાએ તેના જીવનનો આધાર હોય છે. આ નાગરિકતા જ નક્કી કરે છે કે તમે ક્યાં દેશના વતની છો. માણસને જે દેશની નાગરિકતા મળે છે તે એ દેશના કાનૂન અને નિયમોથી બંધાઈ જાય છે. સાથે જ નાગરિકતાને કારણે તેને દેશમાં મળતી બધી જ સુવિધાઓ મળી શકે છે. નાગરિકતા વગરનો માણસ દેશમાં ઘણા પ્રકારના રૂલ્સથી બંધાયેલો રહે છે. ત્યારબાદ તેને વિઝાના આધારે તેનું સ્ટે પૂરું કરવું પડે છે. જો કોઈ માણસે ભારતમાં જન્મ લીધો છે તો તેને ભારતની નાગરિકતા મેળવવાનો પૂરેપૂરો હક છે. પછી ભલેને તેના માતા-પિતા પાસે ભારતની નાગરિકતા ન હોય. પણ જો કોઈ બાળક હવામાં જન્મ લે તો તેને આખરે ક્યાં દેશની નાગરિકતા મળશે ?

આ વાતને આ રીતે સમજો. ભારતથી કોઈ પ્રેગ્નેન્ટ સ્ત્રી પ્લેનમાં બેસીને અમેરિકા જઇ રહી છે. અચાનક પ્લેનમાં તેને પેઇન શરૂ થઈ જાય છે. હવે તે કોઈ દેશમાં નહીં પરંતુ આકાશમાં છે. ત્યાં જન્મેલું બાળક પછી ભારતનું નાગરિક ગણાશે કે અમેરિકાનું ? આ પ્રશ્નનો જવાબ ઘણો જ જટિલ છે અને ઘણી વાતો પર આધારિત છે. આ વાતનો નિર્ણય એ આધારે કરવામાં આવે છે કે બાળકના જન્મ સમયે પ્લેન ક્યાં દેશની સીમમાં હતું. જે દેશની સીમા પરથી પ્લેન જઈ રહ્યું હોય ત્યાની નાગરિકતા પર બાળકનો અધિકાર હોય છે. જો પ્લેન અમેરિકા કે ભારત સિવાય બીજા કોઈ અન્ય દેશની સીમામાં હોય તો બાળકના પેરેન્ટ્સ તે દેશની નાગરિકતા માંગી શકે છે.

તેમજ જો પ્લેન અમેરિકાની સીમામાં હોય તો એરપોર્ટ પર ઉતરીને બાળકના માતા-પિતા પોતાના બાળક માટે અમેરિકી નાગરિકતાનું સર્ટિફિકેટ લઈ શકે છે. તેમજ જો આ વાતને ઊંધી કરી દેવામાં આવે તો અમેરિકાથી ભારત આવી રહેલી વિદેશી મહિલાએ જો ભારતની સીમામાં બાળકને જન્મ આપ્યો હોય તો તે પણ પોતાના બાળક માટે ભારતની નાગરિકતા માંગી શકે છે. જો કે ત્યારબાદ બાળકને અમેરિકાની નાગરિકતા મળી શકે નહીં કારણ કે ભારતમાં સિંગલ સિટીઝનશિપનો કોન્સેપ્ટ ચાલે છે.

નાગરિકતાના આ મુદ્દાને જટિલ ન બનાવવા માટે ભારતની એરલાઇન્સમાં ઘણા રૂલ્સ છે. ભારતમાં 7 મહિનાથી વધુની ગર્ભવતી મહિલાને હવાઈ યાત્રા કરવાથી રોકવામા આવે છે. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ મહિલા પ્લેન દ્વારા મુસાફરી કરી શકે છે. બધા જ દેશોમાં નાગરિકતાને લઈને અલગ અલગ કાનૂન હોય છે. આ કાનૂનને આધારે જ લોકો પોતાના બાળકો માટે નાગરિકતા માંગે છે. આમ વિદેશની નાગરિકતા કોઈપણ દેશની સીમા નક્કી કરતી હોય છે.

આમ જો કોઈ બાળક હવામાં જન્મે તો દેશની સીમા પરથી તે બાળકની નાગરિકતા નક્કી કરવામાં આવે છે.  તેમજ તેના પરથી જ બાળક તેમજ તેના માતા-પિતાને નાગરિકતા પણ આપવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment