ભિંડાનું શાક બનાવતા સમયે ચીકણું અને એકદમ ઢીલું થઈ જાય છે, તો તેમાં ઉમેરી દો આ એક વસ્તુ… શાક બનશે એકદમ કડક, સ્વાદિષ્ટ અને ચિકાશ પણ જતી રહેશે…

મિત્રો અમુક શાકભાજી એવી હોય છે જેને બરાબર રીતે બનાવવામાં ન આવે તો તેને ખાવાનો આનંદ વિખરાઈ જાય છે. આવી જ એક શાકભાજી છે ભીંડો. તેને રાંધતી વખતે તે ચીકણો થઇ જાય છે, પણ જો તમે તેને પરફેક્ટ રીતે બનાવો તો ભીંડો ચીકણો થતો નથી. 

ભીંડો આપણા દેશમાં એક ખૂબ જ ફેમસ શાકભાજી છે. બાળકો હોય કે મોટા બધાને ભીંડો ખૂબ જ પસંદ હોય છે. સ્ત્રીઓ માટે પણ તેને બનાવવું એકદમ સરળ હોય છે. બાળકોનું ટિફિન હોય કે પછી દિવસે ઝટપટ કઈક બનાવવું હોય તો સૌથી પહેલા ભીંડાનો વિચાર આવે છે. પરંતુ મોટા ભાગે લોકો તેની ચીકાશથી પરેશાન હોય છે. તેને સમારતી વખતે જે ચીકાશ નીકળે છે, તે શાક બન્યા પછી પણ ઘણી વખત જતી નથી. આવું એ માટે થાય છે કારણકે તેને બનાવતી વખતે આપણે અમુક એવી ભૂલ કરીએ છીએ, જેનાથી તેની ચીકાશ દૂર થતી નથી. પરંતુ એવી અમુક રીત છે જેનાથી આપણે તેની ચીકાશ દૂર કરી શકીએ છીએ. તો ચાલો આજે તમને જણાવી છીએ, ભીંડો બનાવવાની સાચી રીત જેનાથી ભીંડાની ચીકાશ દૂર થશે અને તે કડક પણ બનશે.

ભીંડામાં મ્યુસિલેજ નામનું એક પદાર્થ રહેલું હોય છે જે તેની ચીકાશનું કારણ હોય છે. આ પદાર્થ એલોવેરામાં પણ જોવા મળે છે. જો કે ચીકાશ હોવાને કારણે તે આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે. ભીંડોએ સ્વાસ્થ્યની દ્રષ્ટિ લાભકારી હોય છે. તેમજ સ્વાદમાં પણ ખુબ જ ટેસ્ટી હોય છે.

ભીંડાની ચીકાશ દૂર કરવા માટે સૌથી પહેલા આ વાતને જાણી લેવી જોઈએ કે ભીંડો સરખી રીતે સૂકવીને પછી જ સમારવો. જો તમે ભીંડો ધોઈને તરત સમારો છો તો તેનાથી તેની ચીકાશ વધી જાય છે. એવામાં ભીંડો ધોઈને એક ટુવાલમાં રાખીને સરખી રીતે સુકાવ્યા પછી જ ઉપયોગ કરવો જોઈએ.

ભીંડો સમારતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે છરીને સમયે સમયે સાફ કરતું રહેવું. સાથે જ જો તેને સમાર્યા પહેલા છરી પર થોડો લીંબુનો રસ લગાવી દો તો તેની ચીકાશ બહાર નહીં નીકળે. આ સિવાય તમે તેલ પણ લગાડી શકો છો તેનાથી ભીંડો છરી પર ચોટશે નહીં.

ભીંડો બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તેના ટુકડા ખૂબ વધારે નાના ન થાય. કારણ કે જેટલા નાના ટુકડા હશે એટલું વધારે ચીકણું બનશે. ભીંડાનું શાક બનાવતી વખતે વાસણમાં તેને વારે વારે હલાવવું ન જોઈએ. નહીં તો તેની ચીકાશ આખા શાકમાં ફેલાય જાય છે. એવામાં કડક ભીંડો બનાવવા માટે 1 થી 2 વખત જ હલાવવું જોઈએ.

મોટા ભાગે શાક બનાવતી વખતે તેમાં મસાલા નાખ્યા પછી તરત જ આપણે મીઠું પણ ઉમેરી દેતા હોઈએ છીએ. પરંતુ ભીંડાને કડક બનાવવા માટે એ જરૂરી છે કે તેમાં મીઠું છેલ્લે જ નાખવું. જો પહેલાથી મીઠું ઉમેરી દેવામાં આવે તો તેની ચીકાશ દૂર થતી નથી.

આ સિવાય ભીંડાની ચીકાશ દૂર કરવા માટે તેમાં થોડું લીંબુ કે દહી મિક્સ કરી શકાય છે. તમે ચાહો તો આમલીનું પાણી કે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ યાદ રહે જો કોરું શાક બનાવતા હોય તો લીંબુના રસ કે આમચૂર પાવડરનો ઉપયોગ કરવો જ્યારે રસાવાળું શાક હોય તો તેમાં દહી મિક્સ કરવું.

આમ ભીંડાનું શાક બનાવવા માટે તમારે થોડી ટીપ્સનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ભીંડો બનાવીને તમે ખુબ જ ટેસ્ટી અને હેલ્દી ભીંડાનો આનંદ લઇ શકો છો. તો આજે જ આ રીતે ભીંડાનું શાક બનાવી જુઓ અને અમને જણાવો કે આ શાક તમને કેવું લાગ્યું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment