ઘરમાં ત્રાસ અને ગંદકી ફેલાવતી બિલાડીઓ ભગાડવાના મફત અને અકસીર ઉપાયો, અજમાવો એક વાર. બીજીવાર ભૂલથી પણ તમારા ઘરમાં નહિ આવે…

ઘણા લોકોને બિલાડી પાળવી ખુબ જ ગમે છે. ઘણા લોકો તેને પાલતુ પ્રાણી તરીકે રાખે છે, પરંતુ ઘણા લોકોને બિલાડી બહુ પસંદ હોતી નથી, તો ઘણા લોકો બિલાડીને પાળીને તેને ટ્રેઈન કરે છે, પરંતુ શેરીમાં રહેતી બિલાડીને ટ્રેઈન કરવી ખુબ જ મુશ્કેલ થાય છે. તેને જેટલી વાર તમે બહાર રહેવાનું કહેશો તેટલી વાર તે ઘરની અંદર વધારે આવશે. 

એટલું જ નહિ પરંતુ તે ઘણી વાર રસોડામાં રહેલ ખાવાપીવાની વસ્તુઓને પણ નુકશાન પહોંચાડે છે અને અન્ય વસ્તુઓને પણ નુકશાન પહોંચાડે છે. ઘરમાં રહેલ કચરાને પણ તે ઘરમાં ફેલાવી દે છે અને ઘરને ગંદુ કરે છે. શું તમે પણ ઘરમાં આવતી બિલાડીથી હેરાન પરેશાન છો અને તમે તેને ભગાડવા માંગો છો, તો અહીં બતાવેલ ટીપ્સને અજમાવો.

કુદરતી સુગંધનો ઉપયોગ કરો : તમે ઈચ્છતા હો કે, બિલાડી તમારા ઘરમાં ન આવે, તો તેના માટે તમે કુદરતી સુગંધનો સહારો લઈ શકો છો. આ માટે તમારે એવી સુગંધનો ઉપયોગ કરવાનો છે, જેની સુગંધ સ્ટ્રોંગ હોય. કેમ કે આવી સુગંધ બિલાડીને પસંદ નથી હોતી. જેમ કે લસણ, કોફી પાવડર, લવિંગ ઓઇલ, ખાટું દહીં વગેરે.  તમે ચાહો તો તમારા ગેટની પાસે રહેલ કુંડામાં ખાટું દહીં અથવા કોફી પાવડર રાખી શકો છો.

આ સિવાય તમે રસોડામાં અથવા જે પણ સ્થાન પર બિલાડી આવતી હોય ત્યાં તમે લવિંગ ઓઇલ પણ રાખી શકો છો. ઘણા લોકો ડોગના પેશાબનો ઉપયોગ કરીને પણ બિલાડીને દૂર કરે છે. તેની ગંધથી પણ બિલાડી દૂર ભાગે છે અને ઘરની અંદર આવતી નથી.

અલ્ટ્રાસોનિક ડિવાઇસનો ઉપયોગ કરો : ઘણા લોકો બિલાડીને દૂર કરવા માટે અલ્ટ્રાસોનિક ડિવાઇસનો ઉપયોગ કરે છે. આ એક પ્રકારનું મશીન છે, જેનો અવાજ વ્યક્તિને સંભળાતો નથી, પરંતુ બિલાડી સાંભળી શકે છે. બિલાડી આ અવાજને સાંભળતા જ ભાગી જાય છે. જો તમે પણ ચાહો છો કે, તમારા ઘરની અંદર બિલાડી ન આવે, તો તમે પણ અલ્ટ્રાસોનિક ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો. આ મશીનને ગાર્ડન, બાલ્કની અથવા તેવા સ્થાન પર રાખો કે, જ્યાં બિલાડી વધારે આવતી હોય.

વિન્ડ શાઇમ લગાવી દો : વિન્ડ શાઇમનો અવાજ સાંભળીને બિલાડી ભાગી જાય છે. ખરેખર બિલાડી ઘરની અંદર આવે છે ત્યારે તેને એવું હોય છે કે, ઘરની અંદર કોઈ પણ નથી. તેવામાં તમે તમારા ઘરના ગેટ પાસે વિન્ડ શાઇમ લગાવી દો, તે હવાથી અથવા દરવાજો ક્લોઝ-ઓપન થવા પર પણ અવાજ કરવા લાગે છે. આમ કરવાથી બિલાડી ઘરની અંદર નહિ આવે. કોશિશ કરો કે તે ગેટની ખુબ જ અટેચ હોય, જેથી ગેટ ઓપન કરતાં અને ક્લોઝ કરતાં તેનો અવાજ આવવા લાગે.

બિલાડીને પાણી : જો તમને તમારા ઘરમાં બિલાડી આવતી જોવા મળે, તો તેને મારવા માટે લાકડીનો ઉપયોગ ન કરો, પણ તેના પર પાણીની છાટ નાખો. કારણ કે બિલાડીને પાણી પસંદ હોતું નથી, જ્યારે તમે બિલાડી ઉપર પાણી છાંટશો ત્યારે તે ભાગી જશે. એટલું જ નહિ જ્યારે તમારા ઘરમાં અથવા ગાર્ડનમાં પાણી હશે, ત્યારે બિલાડી ઘરની અંદર નહિ આવે.

આ બાબતોનું ધ્યાન રાખો : બિલાડી જે પણ રસ્તા પરથી આવે છે, તે જગ્યાને એકવાર ચેક કરો. ઘણી વાર દીવાલમાં કાણું હોય છે, ત્યાંથી ખુબ જ સરળતાથી આવી શકે છે. આવી સ્થિતિમાં તમે તે સ્થાન પર ઈંટ, કપડું અથવા કોઈ પણ વસ્તુથી તે છેદને ઢાંકી દો.

તમે કોશિશ કરો કે ખાવા-પીવાની વસ્તુ ખુલ્લી ન રહે, જેને સૂંઘીને બિલાડી ડપથી આવી જાય છે. ખાસ કરીને દૂધ, મલાઈ જેવી વસ્તુઓ. તેને ફ્રિજ અથવા તેવા સ્થાન પર રાખો કે ત્યાં બિલાડી પહોંચી ન શકે. કચરાના ડબ્બાને બહાર રાખો. ઘરની અંદર રાખવાથી, બિલાડી તેને ખાવાની વસ્તુ સમજીને તેને તોડવા લાગે છે અને બિલાડી પૂરા ઘરમાં કચરો ફેલાવી દે છે.

જો તમે પણ ઘરમાં આવતી બિલાડીથી હેરાન છો, તો તમે આ ટિપ્સને અવશ્ય ફોલો કરો. બિલાડીના ત્રાસથી છુટકારો મળી જશે…

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment