કુકરની રબ્બરની રીંગ વારંવાર ઢીલી થઈ જાય છે, તો નવી ખરીદવાને બદલે અજમાવો આ ટીપ્સ. એક પણ રૂપિયાના ખર્ચા વગર આપશે નવા જેવું કામ..

કુકર એ દરેકના ઘરમાં વપરાતું એક રસોઈનું સાધન છે. આથી કુકરનો દરરોજ ઉપયોગ થતો જ હોય છે. પણ અમુક સમયે આ કુકરની રીંગ ઢીલી થઇ જતી હોય છે આથી રસોઈ બનાવવામાં પરેશાની થાય છે. વરાળ ન બનવાથી વાનગી બરાબર બનતી નથી માટે રિંગને ઠીક કરવી ખુબ જ જરૂરી થઇ જાય છે.

મોટાભાગના ઘરોમાં જમવાનુ બનાવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આમા ખાવાનું જલ્દી બની જાય છે અને વધારે સમય સુધી ગરમ પણ રહે છે. પણ ઘણા લોકોને એ ફરીયાદ રહે છે કે દરરોજ કુકરનો ઉપયોગ કરવાથી એના ઢાંકણામા રહેલી રીંગ ઢીલી થઈ જાય છે. જેના કારણે આમા સ્ટીમ ઠીક રીતે બની નથી શકતી અને ભાપ નીકળી જવાથી સીટી નથી થતી.  જો તમે પણ આ પરેશાનીથી હેરાન છો, તો અમે તમને થોડી સરળ રીત બતાવીશુ જેનાથી તમે કુકરની ઢીલી રીંગ બરાબર ટાઈટ કરી શકો.

1) કુકરની રીંગ પર બન્ને સાઈડ થોડી થોડી ટેપ લગાવી શકો છો, એમ કરવાથી રીંગ ટાઈટ થઈ જશે અને સરળતાથી તમે કુકરનો ઉપયોગ કરી શકશો.
2) જો કુકર ના વધારે પડતા ઉપયોગથી એની રબ્બરની રીંગ ઢીલી થઈ ગઈ છે તો એને ઢાકણામાંથી ઉતારીને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી રબ્બર થોડુ ટાઈટ થઈ જશે અને સરળતાથી કુકરમા પ્રેશર બનવા લાગશે.

3) જો કુકરનું રબ્બર વધારે ઢીલુ થઈ ગયુ છે અને આપ મેળે ઉતરવા લાગે છે તો એને ટાઈટ કરવા માટે રબ્બરને 10 મીનીટ માટે ફ્રીઝરમાં રાખી દો. તમે આને ઢાકણાની સાથે પણ ફ્રીઝરમાં રાખી શકો છો. આમ કરવાથી રબ્બર ઠંડુ થવાથી ઢાંકણામા એની મેળે ચીપકી જાશે.
4) કુકરના રબ્બરને ટાઈટ કરવા માટે તમે લોટનો ઉપયોગ પણ કરી શકો છો. આના માટે તમારે કુકરના ઢાંકણામાં સારી રીતે ચારે બાજુ લોટને લગાવીને ભરી લો. આનાથી ભાપ નીકળવાની બંધ થઈ જાશે અને કુકરમાં સારી રીતે સીટી વાગવા લાગશે.

5) ઘણી વાર એવુ થાય છે કે કુકરનું રબ્બર વધારે ઢીલુ થઈ જાય છે. એવા મા તમે રબ્બરને થોડુ કાપી લો અને ઢાંકણામા આને બરાબર ફીટ કરી લો. તમે આને ગરમ કરીને કે ફેવીકોલથી પણ ચોટાડી શકો છો આમ કરવાથી રીંગ બરાબર ફીટ થઈ જશે.
આમ તમે કુકરની ઢીલી થઇ ગયેલ રિંગને થોડી ઘરેલું ટીપ્સની મદદથી ટાઈટ કરી શકો છો અને આમ કરવાથી કુકર માટે તમારે કોઈ સ્પેશીયલ ખર્ચ કરવાની જરૂર નહિ પડે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment