મફતમાં મળતી આ બે વસ્તુ પાણીમાં મિક્સ કરી બનાવી લો માખી ભગાડવાનો નેચરલ સ્પ્રે, ઘરમાં એક પણ માખી નહિ ટકે. જાણો અન્ય સરળ ઉપાયો…

મફતમાં મળતી આ બે વસ્તુ પાણીમાં મિક્સ કરી બનાવી લો માખી ભગાડવાનો નેચરલ સ્પ્રે, ઘરમાં એક પણ માખી નહિ ટકે. જાણો અન્ય સરળ ઉપાયો…

ગરમીની ઋતુમાં પરસેવો અને અતિશય ગરમી તો થાય જ છે, પરંતુ સાથે કેટલાક એવા કીડી-મકોડા પણ ઘરમાં આવે છે, જે એક વાર ઘરમાં આવી જાય પછી તે બહાર જવાનું નામ જ લેતા નથી. તેમાંથી એક તો માખી છે, જે વ્યક્તિને ખુબ જ હેરાન કરે છે. આ હેરાન તો કરે જ છે, પણ સાથે જ તે સ્વાસ્થ્ય સંબંધી બીમારીને પણ લાવે છે. આવું એટલા માટે કે, માખીમાં કરોડો બેક્ટેરિયા હોય છે, જે ખાવા-પીવાની વસ્તુ પર ભેગી થાય છે અને કેટલીક બીમારીનું ઘર કરે છે.

માખીને ભગાવવા માટે આપણે કેટલાક ઉપાયો કરતાં હોઈએ છીએ, પરંતુ તેમ છતાં પણ તેનાથી કંઈ ખાસ ફાયદો થતો નથી. તમે તમારા ઘરમાંથી આ જિદ્દી માખીને કાઢવા માંગો છો અથવા તો તમે તમારા ઘરને સ્વચ્છ રાખવા માંગો છો, તો તમે કેટલીક પ્રાકૃતિક વસ્તુની મદદથી પણ માખીને હંમેશા માટે દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરમાંથી માખી ભગાવવાના ઘરેલું ઉપાયો.

નેચરલ સ્પ્રે : હાનિકારક કેમિકલ પેસ્ટ કંટ્રોલ સ્પ્રેનો ઉપયોગ કરવાની જગ્યા પર તમે નેચરલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો, જે ખુબ જ ઉપયોગી સાબિત થશે.  ઘરમાં બનવા વાળા આ સ્પ્રે ખુબ જ સરળ અને સૈફ હોય છે.

આ બનાવવા માટે 2 ચમચી મીઠાને એક કપ પાણીમાં ઉમેરી દો અને આ મિશ્રણમાં થોડા ટીપાં લીંબુના રસના નાખી દો. પછી આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં નાખી દો અને તમારા ઘરની બારી અને દરવાજા પર આ સ્પ્રેને છાંટો. આ સ્પ્રેને સુગંધ વાળો બનાવવા માટે તમે તેમાં બેસિલ, લેમનગ્રાસ અથવા તો લવંડરના થોડા ટીપાં નાખી શકો છો.

છોડ ઉગાડો : ઘરમાંથી માખી ભગાડવાની બીજી રીત છે, ઘરમાં છોડને ઉગાડવા. ઘરમાંથી માખી દૂર કરવા માટે તમે ફૂદીનો, તુલસી અથવા તો લવંડરનો છોડ ઉગાવી શકો છો, કારણ કે આ એક નેચરલી રિપેલેટની જેમ કામ કરે છે અને ઘરમાં ફ્રેશનેસ રાખે છે. આ છોડને તે જગ્યા પર રાખો, જ્યાંથી માખી ઘરની અંદર આવે છે.

વિનેગર ટ્રેપ : ઘરમાંથી માખીને દૂર કરવા માટે આ પણ એક અસરકારક ઉપાય છે. આ માટે સૌથી પહેલા એક વાસણમાં વિનેગરને લો, પછી તેને એક પ્લાસ્ટિક વડે કવર કરી લો. હવે તમે તેની અંદર એક નાની સોયની મદદથી કાણાં પાડી લો, જેથી માખી તેની સુગંધથી આકર્ષિત થાય છે. હવે માખી તેની સુગંધથી તે વાસણ પર આવી જશે અને પ્લાસ્ટિકમાં ફસાઈ જશે.

વાસણોને ધોઈને રાખો : જો તમે તમારા ઘરને સાફ અને કીડા-મકોડાથી દૂર રાખવા માંગો છો, તો તમે તમારા ઘરના દરેક વાસણને સાફ રાખો, કારણ કે માખી ખરાબ વાસણ તરફ વધારે આકર્ષિત થાય છે. આ સિવાય તમે તમારા સિંકને પણ સાફ રાખો અને ખરાબ ખોરાકને નાખી દો.ફ્લાઈ પેપર ટ્રાય કરો : ફ્લાઈપેપર સહેલાઈથી દુકાનોમાં મળી જાય છે અને જો તમે ચાહો તો તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો. આ ફ્લાઈ પેપરને તમે એવી જગ્યા પર ટાંગી દો, કે જ્યાંથી માખી ઘરની અંદર આવે છે. જ્યારે પણ માખી તમારા ઘરની અંદર આવવાની કોશિશ કરશે કે, તે તરત જ તે ફ્લાઈ પેપરમાં ફસાઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!