પૂજામાં રોજ ઉપયોગ થતા પિત્તળના દીવા અને વાસણ કાળા અને જુના થઈ ગયા છે, તો અજમાવો આ સરળ ટીપ્સ… પુજાના વાસણના થઈ જશે એકદમ નવા જેવા અને ચમકદાર…

મિત્રો આપણા ઘરમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને આપણે સામાન્ય રીતે દરરોજ સાફ ન કરી શકીએ. કેમ કે રોજિંદા ઉપયોગમાં લેવાતી હોય છે અને સમયનો પણ અભાવ હોય છે. જેના કારણે તે સમયાન્તરે વધુ ખરાબ અને મેલું થઈ જાય છે. ઘરમાં તેવી અનેક વસ્તુ હોય છે, પરંતુ અમે આજે તમને પૂજામાં ઉપયોગમાં લેવાતા પિત્તળના દીવાને સાફ કરવા વિશે જણાવશું.

લગભગ દરેક હિંદુ ઘરમાં સવારે અને સાંજે પૂજા કરવામાં આવતી હોય છે અને પિત્તળના દિવેટિયામાં દીવા પ્રગટાવવામાં આવે છે. દરરોજ બે ટાઈમ ઉપયોગમાં લેવાના કારણે તેને સાફ કરવા છતાં એ ચીકણા રહી જાય છે. કેમ કે તેમાં ઘી અથવા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.બે સમયે દીવાનો ઉપયોગ કરવામાં આવે તેના કારણે બરોબર સાફ ન થઈ શકે અને એ જ કારણે તેમાં ગંદકી પણ જમા થવા લાગે. પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપાયથી તમે અઠવાડિયામાં એક કે બે વાર સાફ કરશો તો પણ થઈ જશે નવા જેવા અને ચમકદાર. તો ચાલો જાણીએ દિવેટિયાને નવા જેવા ચમકાવવાની રીત અને ઉપાયો.બટાકાનો ઉપયોગ:- પિત્તળના દિવેટિયાને સાફ કરવા માટે પહેલા તો બટાકાને બાફી લો. પછી બાફેલ બટેટાના પાણીમાં દિવેટિયાને ડુબાડી રાખો. ત્યાર બાદ 15 મિનીટ પછી દિવેટિયાને બફેલ બટેટાના પાણી માંથી બહાર કાઢી લો અને પછી બાફેલ બટાકાને 2 મિનીટ દિવેટિયા પર ઘસો. પછી પાણીથી તેને બરાબર સાફ કરી લો. બધી જ ચિકાશ નીકળી જશે અને થઈ જશે એકદમ નવા જેવા ચમકદાર.

લીંબુ અને મીઠું:- દિવેટિયા સાફ કરવા સૌથી પહેલા દિવેટિયાને 5 મિનીટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. 5 મિનીટ પછી તેને પાણીમાંથી બહાર કાઢી લો. હવે અડધા લીંબુનો રસ કાઢી લો તેમાં, ચમચીના ચોથા ભાગનું મીઠું ઉમેરી દો, હવે આ મિશ્રણને લીંબુ છાલ સાથે લઈને દિવેટિયા સાથે ઘસો. દીવાને એક એક ભાગને બરોબર સાફ કરો દીવો થઈ જશે એકદમ ચિકાશ મુક્ત અને ચોખ્ખો. જુનો અને ગંદો પિત્તળનો દીવો 2 મિનીટમાં જ થઈ જશે સાફ…ત્યાર બાદ તમે લીંબુ સાથે બેકિંગ સોડાને પણ ઉપયોગમાં લઈ શકો છો. ખાવાના સોડા સફાઈ માટે ખુબ જ કારગર માનવામાં આવે છે. તેના માટે અડધા લીંબુના રસમાં ફક્ત એક જ ચપટી ખાવાના સોડા નાખવાન છે. ત્યાર બાદ બરોબર મિશ્રણ કરીને દિવેટિયા પર ઘસવાનું છે. ગંદો, કાળો અને જુનો દીવો થઈ જશે નવા જેવો. 

આમલીનો પલ્પ:- આ ઉપાયમાં તમારે 10 ગ્રામ આમલી લેવાની અને તેને 30 મિનીટ સુધી પાણીમાં પલાળી દો. જ્યારે આમલી નરમ થઈ જાય પછી આમલીના બીજ કાઢી તેના પલ્પને પિત્તળના દિવેટિયાઈ ચારેય બાજુ બરોબર લગાવી દો. ફક્ત 15 મિનીટ પલ્પ લગાવેલો રહેવા દો અને પછી ધોઈ નાખો. દીવો થઈ જશે એકદમ સાફ. સફેદ વિનેગર:- પિત્તળના દિવેટિયાને સાફ કરવા 2 કપ પાણી સાથે ચાર ચમચી સફેદ વિનેગર લ્યો, આ બંનેને મિક્સ કરી દો. ત્યાર બાદ 15 મિનીટ સુધી આ મિશ્રણમાં દીવાને ડુબાડી રાખો. ત્યાર બાદ થોડા સમયમાં જ તમે જોશો તો દિવેટિયાના અલગ અલગમાં જમા થઈ ગયેલું તેલ અથવા ઘી બહાર નીકળવા લાગશે અને દીવો થઈ જશે એકદમ સાફ…

આ સિવાય તમે વિનેગર અને અડધી ચમચી મીઠું નાખીને પણ દીવાને સાફ કરી શકો છો. તેના માટે તમે વિનેગરમાં અડધી ચમચી મીઠું નાખી આ મિશ્રણ દિવેટિયા પર લગાવી દો. 15 મિનીટ સુધી લગાવેલ રહેવા દો પછી તેને સાફ કરી નાખો. દિવેટિયા થઈ જશે એકદમ સાફ અને ચોકાશ વગરના. આમાંથી કોઈ પણ ઉપાય કરો પણ અઠવાડિયામાં એકવાર જરૂર સાફ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment