જાણી લો ચાણક્યની આ 4 વેપારનીતિ, વધી જશે તમારો વેપાર અને પૈસા. ધંધામાં આજીવન નહિ આવે આર્થિક ખોટ કે મંદી….

આચાર્ય ચાણક્ય એ એક શ્રેષ્ઠ વિદ્રાન હતા. તે કૂટનીતિ અને રાજનીતિના કુશળ જ્ઞાતા હતા. આચાર્ય ચાણક્યને વિષ્ણુ ગુપ્ત અને કૌટિલ્યના નામથી પણ ઓખવામાં આવતા હતા. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ગ્રંથોની રચના કરી હતી અને આજે પણ અનેક લોકો તેમના લખેલા ગ્રંથોને પસંદ કરે છે.

આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં જીવનથી જોડાયેલ અનેક  સારી અને ખરાબ બાબતો વિશે વાત કરી છે. આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં જણાવ્યુ છે કે, નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે આ ચાર વાતોનું ધ્યાનમાં રાખવું એ ખુબ જ જરૂરી છે. આવો જાણીએ આ 4 બાબતો વિશે.

કામને પ્રતિ અનુશાસન : આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે, તેમના જીવનમાં અનુશાસન હોવું એ ખૂબ જરૂરી છે. અનુશાસન તમારી સફળતાની પ્રથમ સીડી છે. તેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં પરિશ્રમની ભાવના વિકસિત થાય છે. તેથી જ સફળતા મેળવવા માટે વ્યક્તિનું પોતાના પર અનુશાસન હોવું ખુબ જ જરૂરી છે.

જોખમ લેવાનું સાહસ : ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈ પણ વ્યાપારમાં સફળતા મેળવવા માટે જોખમ ભરેલ નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈ. ચાણક્યના કહેવા અનુસાર તે વ્યક્તિ જ સફળતા મેળવે છે, જે વ્યક્તિ અસફળતાથી ડરતો નથી. સાચા સમય પર સાચા નિર્ણયની ક્ષમતા જે વ્યક્તિમાં હોય છે, તે વ્યક્તિ હંમેશા સફળ થાય છે.

કુશળ વર્તન : આચાર્ય ચાણક્ય અનુસાર નોકરી અને ધંધામાં વ્યક્તિનું વર્તન સારું હોવું એ ખુબ જ જરૂરી છે. ચાણક્ય કહે છે કે, જે લોકોની વાણીમાં મીઠાસ હોય છે, તે કઠોર વ્યક્તિના મનને પણ બદલી શકે છે. જે લોકો વાતો કરવામાં કુશળ હોય છે, તે લોકો દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. તેનાથી લોકોને પોતાના ક્ષેત્રમાં સફળતા મળે છે. આ સિવાય જે લોકો શબ્દના ધણી હોય છે, તેમણે હંમેશા લોકોથી સન્માન મળે છે.

ટિમ વર્કની ભાવના (એકતાની ભાવના) : આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈ પણ વ્યક્તિ એકલો જ સફળ થતો નથી. સફળ તે જ થાય છે કે, જે વ્યક્તિ દરેકને સાથે લઈને ચાલે છે. સફળતા મેળવવા માટે અનેક લોકોની જરૂર પડે છે. તેવામાં જો તમે લોકોને સાથે રાખીને આગળ ચાલો છો, તો તમને જીવનમાં સફળ થતાં કોઈ પણ રોકી નહીં શકે. આ માટે તમારે ધૈર્ય અને સંય રાખવું પડશે.

આમ તમે પોતાના જીવનમાં અનુશાસન, કોઈ પણ જોખમને લેવાનું સાહસ, તમારું યોગ્ય વર્તન અને એકતાની ભાવના તમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી તમને જીવનમાં દરેક મુશ્કેલીઓને પાર કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળે છે અને તમે એક સફળ જીવન જીવી શકો છો. આ જીવનમાં ખુબ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment