જલ્દી કરોડપતિ બનવું હોય તો આ 15*15*15* ના નિયમીથી કરો રોકાણ… ઓછા વર્ષોમાં જલ્દી બનશો કરોડપતિ… જાણો શું છે આ 15*15*15* માં રોકાણ કરવાનો નિયમ…

જલ્દી કરોડપતિ બનવું હોય તો આ 15*15*15* ના નિયમીથી કરો રોકાણ… ઓછા વર્ષોમાં જલ્દી બનશો કરોડપતિ… જાણો શું છે આ 15*15*15* માં રોકાણ કરવાનો નિયમ…

આજના સમયમાં દરેક વ્યક્તિ માલદાર બનવાના સપના જોવે છે. પહેલા વ્યક્તિ લખપતિ બનવાનું ઇચ્છતો હતો, ત્યારબાદ કરોડપતિ અને હવે અરબપતિ. ભારતમાં મોટાભાગના લોકો કરોડપતિ બનવાના સપના જોવે છે. પરંતુ ઘણા બધા લોકોને નથી ખબર કે શરૂઆત કેવી રીતે કરવી. કરોડપતિ બનવા માટે એક વારમાં કોઈ ભારે રકમ રોકાણ નથી કરવી પડતી. તમારા દ્વારા લાંબી મુદત માટે રોકાણ કરવામાં આવેલી એક નાની રકમ પણ કરોડપતિ બનાવી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી લોકો મ્યુચ્યુઅલ ફંડ ખૂબ પસંદ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ સમયગાળો અને જોખમ ની ક્ષમતા વાળા રોકાણકારો પ્રમાણે અનેક વિકલ્પો મળી જાય છે. તેમાં રોકાણ કરવું પણ ખૂબ જ સરળ છે. સાથે જ રોકાણકારોને એકવારમાં વધારે પૈસા પણ નથી લગાવવા પડતા. લગભગ દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં એસઆઈપી (SIP) ની સુવિધા મળે છે. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડને રોકાણકારો માટે ખૂબ જ સરળ અને સીધું  બનાવી દે છે.

એસઆઈપી થી સરળ બની જાય છે રોકાણ:- એસઆઈપી એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા, રોકાણકાર શિસ્તબદ્ધ થઈ શકે છે અને નિયમિત અંતરાલ પર નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે. આમાં લાંબા ગાળે એક મોટું ફંડ તૈયાર થઈ જાય છે. તેનાથી રોકાણકારના ખિસ્સા પર વધારે બોજો પણ નથી પડતો અને લાંબા સમયમાં ખૂબ સારું વળતર પણ મળે છે. આજે અમે તમને 15 * 15 * 15 ના નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.

શું છે 15 * 15 * 15 નો નિયમ?:- એક રોકાણકારને 15 * 15 * 15 ના નિયમ લાંબા સમયમાં એક કરોડ રૂપિયાનું ફંડ જમા કરવામાં મદદ કરી શકે છે. નિયમો પ્રમાણે જો કોઈ 15% વળતર આપતી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કે સ્ટોકમાં 15 વર્ષ માટે દર મહિને 15 હજાર રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે તો તેનાથી એક કરોડ કોર્પસ તૈયાર થઈ શકે છે આવું ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતના કારણે થશે.

લાંબા સમયગાળામાં મળે છે સારું વળતર:- આપણે સૌ જાણીએ છીએ કે સ્ટોક માર્કેટ ખૂબ જ ઉતાર ચડાવ વાળુ હોય છે. તેથી ત્યાં વર્ષના 15% વળતર મેળવવાનું સરળ નથી હોતું. જોકે લાંબા સમયમાં 15% વરસનું રિટર્ન પ્રાપ્ત કરી શકાય છે. ઇતિહાસ જણાવે છે કે જબરજસ્ત મંદિ હોવા છતાં શેર બજારમાં લાંબા સમયમાં હંમેશા રિકવરી જોવા મળે છે. એસઆઈપી પેમેન્ટમાં ચક્રવૃદ્ધિ ની શક્તિ માર્કેટમાં મંદી કે બજારમાં ઉતાર ચઢાવની સ્થિતિમાં કુલ વળતરની સરેરાશ વધારવામાં મદદ કરે છે. વધુમાં, તે એકસાથે રોકાણ કરતાં વધુ સારું વળતર પણ આપે છે.

કેવી રીતે કામ કરે છે કમ્પાઉન્ડિંગ:- કમ્પાઉન્ડિંગ એ મૂળભૂત રીતે કમાયેલા વ્યાજની સાથે સંચિત વ્યાજ પર તમારા રોકાણમાં વધારો છે. દરેક વખતે તમે જ્યારે મૂડી પર વ્યાજ કમાવો છો તો આ તમારી મૂળ રકમમાં જોડાઈ જાય છે. એવામાં બીજી વાર તમે વધેલી મૂળ રકમ પર વ્યાજ કમાઈ શકો છો. સમયની સાથે તે તમારા વ્યાજને પણ વધારી દે છે. તેથી જો તમે 15 વર્ષ માટે 15% વાર્ષિક વ્યાજ દર પર દર મહિને 15,000 રૂપિયા રોકાણ કરો છો તો તે સમયગાળાના અંતમાં તમને પ્રાપ્ત થતી કુલ રકમ 1,00,27,601 રૂપિયા થશે. આ રીતે તમે કુલ 27 લાખ રૂપિયા રોકાણ કરશો અને વ્યાજના રૂપમાં 73 લાખ મેળવશો.30 વર્ષ સુધી રોકાણ પર મળશે 10.38 કરોડનું ફંડ:- જ્યારે તમે આગલા 15 વર્ષો માટે વધારે રોકાણ કરો છો તો તમારું ફંડ ઘણું મોટું થઈ જશે. માની લો કે તમે 30 વર્ષ માટે 15 હજાર રૂપિયા 15 ટકા વાર્ષિક વ્યાજ પર રોકાણ કરો છો તો તમે 10.38 કરોડ રૂપિયાનું ફંડ બનાવી લેશો. તેમાં તમારું રોકાણ માત્ર 54 લાખ રૂપિયા હશે અને તમે 9.8 કરોડ રૂપિયાથી વધારે વ્યાજ કમાઈ લેશો. જોકે આ વળતરની ગણતરી કરતા સમયે તમારે મોંઘવારી ની અસરો પર પણ ધ્યાન આપવું જોઈએ. આ રીતે તમે નાની રકમનું રોકાણ કરીને સરળતાથી કરોડપતિ બની શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!