આ આયુર્વેદિક ટુકડા ખાવાથી, પેટ, પાચન, વજન, હાડકા, દાંતની સમસ્યા દુર કરી… સાંધા અને ગઠીયાના દુખાવાથી આજીવન મળશે છુટકારો…

આ આયુર્વેદિક ટુકડા ખાવાથી, પેટ, પાચન, વજન, હાડકા, દાંતની સમસ્યા દુર કરી… સાંધા અને ગઠીયાના દુખાવાથી આજીવન મળશે છુટકારો…

ડેરી ઉત્પાદનો આપણા માટે અનેક રીતે લાભદાયક હોય છે. ડેરી ઉત્પાદનોની વાત કરીએ તો જેવી રીતે આપણે દૂધ દહીંનો દરરોજ ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે પનીર પણ આપણા ભોજનનો મુખ્ય ભાગ છે. પનીર ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીરમાં હાડકા, દાંત અને મસલ્સને પણ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. પનીર પૌષ્ટિક ગુણોથી ભરપૂર તો છે જ પરંતુ તેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આજે આપણે પનીરથી જોડાયેલી કેટલીક અજાણી અને આશ્ચર્યજનક વાતો વિશે જાણીશું 

ભારત દેશ હજારો વર્ષોથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. તેથી અહીં દુધાળુ પશુઓ પાળવાની પરંપરા પણ વર્ષો જૂની છે. તેનું પરિણામ એ આવ્યું કે દૂધ અને તેનાથી બનેલા પદાર્થો આપણી જરૂરિયાતો અને આદતોમાં સામેલ થવા લાગ્યા. આ પદાર્થોમાં એક પનીર છે જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ આહાર છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન અને કેલરીનો ભંડાર છે. આ તત્વ શરીરના હાડકાને મજબૂત રાખે છે. પાચન સિસ્ટમને તંદુરસ્ત બનાવે છે, સાથે જ ગઠીયો વા જેવા ગંભીર રોગોને પણ દૂર રાખે છે. એવું કહેવાય છે કે પનીરનું નિર્માણ ભારતમાં જ થયું હતું તેની સાબિતી પણ છે પરંતુ કેટલાક લોકો એવું કહે છે કે આ બહારથી આવ્યું છે.

1) પનીર વગર અધૂરું છે ભારતનું જીવન:- ભારતને લઈને એવી દંત કથા છે કે તેને સોનાની ચીડીયા કહેવામાં આવતું અને અહીંયા દૂધ દહીંની નદીઓ વહેતી હતી. તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વાપરયુગમાં અવતાર લીધો હતો અને આ યુગને દૂધ-દહીંનો યુગ માનવામાં આવતો હતો. મોટાભાગે શ્રીકૃષ્ણની બાળલીલા પશુ-ધન, દૂધ અને તેનાથી બનેલા પદાર્થોથી જોડાયેલી છે. એટલે કે દૂધ-દહીં -પનીર ની મહત્વતા ઘણા વર્ષો પહેલા જ ભારત જાણી ચુક્યું હતું.

2) શાક સાથે બીજી અનેક વાનગીઓમાં પનીર નો ઉપયોગ:- હવે અત્યારની વાત કરીએ તો દેશમાં કોઈપણ ઉત્સવ કે કાર્યક્રમ પનીર વગર અધુરો છે. પનીરથી એક થી એક વાનગીઓ બને છે તેમાં શાહી પનીર, મટર પનીર, પનીર ભુરજી થી લઈને પનીર પકોડા, ટીકા અને પનીર પરાઠા સુધી. અનેક પ્રકારની મીઠાઈઓમાં તો પનીર જ સ્વાદ લાવે છે. માની લો કે દૂધ-પનીર ભારતીઓ ના ડીએનએ માં હજારો વર્ષોથી હાજર છે.

3) શું વિદેશીઓની દેન છે પનીર:- કેટલાક ઇતિહાસકારો અને ભોજન ના જાણકાર પનીરને વિદેશી જણાવવાનો પ્રયાસ કરે છે અને તેના માટે તેમણે જે તર્ક અને ઉદાહરણ આપ્યા તેના સચોટ પ્રમાણ તેમની પાસે નથી. એવું કહેવાય છે કે પોર્ટુગીઝોએ ભારતને પનીર બનાવવાની કળા શીખવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે તેનાથી પહેલા અરબોની સાથે પનીર ભારતમાં આવી ચૂક્યું હતું અને મુગલો એ ભારતને પનીરનો સ્વાદ ચખાડ્યો. પરંતુ તમે જોશો કે મોગલ બાદશાહ અકબરના સમયમાં લખેલા અકબરનામામાં પનીર નો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આમ તો એ વાતમાં કોઈ શંકા નથી કે પનીર ફારસી શબ્દ પનીરથી લેવામાં આવ્યો છે.

એક બે ઇતિહાસકારો મોગલો ને પણ પનીરના જનક માને છે પરંતુ તેના કોઈ નક્કર પુરાવા નથી. તેમનો એ પણ તર્ક છે કે શ્રીકૃષ્ણના સમયમાં દૂધ, દહીં, માખણ વગેરેનું વર્ણન છે પરંતુ પનીરનો કોઈ ઉલ્લેખ નથી. બીજો તર્ક એવો પણ કરવામાં આવ્યો છે કે તે સમયમાં દૂધને ફાડવું અશુભ મનાતું હતું.4) ઋગ્વેદ અને સિંધુ ઘાટીની સભ્યતામાં વર્ણન:- હવે ભારતની વાત કરીએ તો ભારતમાં ચારો વેદમાંથી એક ઋગ્વેદમાં એક શ્લોક છે કે ‘दृते॑रिव तेऽवृ॒कम॑स्तु स॒ख्यम्. अच्छि॑द्रस्य दध॒न्वत॒: सुपू॑र्णस्य दध॒न्वत॑:॥‘ આમાં દૂધથી બનેલા જાડા પદાર્થનું વર્ણન છે. સિંધુ ઘાટીની સભ્યતાના ખોદકામમાં માટી થી બનેલા પશુધનના પૂતળા પ્રાપ્ત થયા છે. કહેવાય છે કે તે સમયમાં પનીર બનતું તો હતું પરંતુ તેને ખાટા ફળો, પાન, છાલ વગેરેથી તૈયાર કરવામાં આવતું હતું.

ફૂડ્સ કોલર્સ એવો દાવો કરી રહ્યા છે કે કુષાણ સતવાના યુગમાં ગરમ અને એસિડિક દૂધનું પ્રમાણ મળે છે. તર્ક એવો છે કે જો કોઈ વસ્તુ કે ખાદ્ય પદાર્થનું નામ બદલવામાં આવે તો તેનો અર્થ એ નથી કે ભારતના લોકો તેને જાણતા ન હોય.

5) ચરક સંહિતામાં દુધાળુ પશુઓના દૂધના નુકસાન લાભ:- હવે તમને એ વાતના નક્કર પુરાવા આપીએ છીએ કે હજારો વર્ષ પૂર્વે ભારતમાં પનીર બનાવવામાં આવતું અને ખાવામાં આવતું હતું.ઈ. સ.પૂર્વે સાતમી આઠમી શતાબ્દીમાં લખવામાં આવેલા આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતામાં જેટલા પણ દુધાળુ પશુઓ છે તેમના ગુણ અવગુણના સૂક્ષ્મતાથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.હકીકતમાં એવું માનવામાં આવે છે કે આ ગ્રંથમાં શરીરને સ્વસ્થ રાખવા સિવાય બીમારીઓ અને તેના આયુર્વેદિક ઈલાજ ની જાણકારી હશે એ ઠીક છે. પરંતુ આહાર અને પીણાના ગુણ અવગુણ પણ શરીર પર અસર છોડે છે. તેનું વર્ણન પણ આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક છે આ ગ્રંથના ‘દુગધવર્ગ’ અધ્યાયમાં દૂધના પ્રકારો અને તેનાથી બનેલા પદાર્થોનું વર્ણન છે.

6) તક્રપીંડક છે પનીર:- આ ગ્રંથમાં ગાય ભેંસ, ઊંટડી, ઘોડી, ગધેડી, બકરી સિવાય હાથણી ના દૂધ ના ગુણ અવગણોનું વર્ણન છે. તેના સિવાય દૂધથી બનેલા પદાર્થોનો પણ ઉલ્લેખ છે. આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં તક્રકુર્ચિકા નું વર્ણન છે. કહેવાય છે કે દૂધને ઉકાળતી વખતે કેટલાક દ્રવ્ય નાખવાથી આ ફાટી જાય છે. આ પ્રક્રિયા તક્રકુર્ચિકા કહેવાય છે. હવે તેના બાદ આમાં પાણીને અલગ કરી દેવામાં આવે તો જે ભાગ બચે છે તેને તક્રપીંડક કહેવાય છે. આ વજનદાર, શુષ્ક, સંગ્રહ કરવા યોગ્ય પરંતુ તેનાથી કબજિયાત ની મુશ્કેલી થઈ શકે છે.

આપણે માનીએ છીએ કે વાસ્તવમાં આ જ પદાર્થ પનીર છે. તર્ક કરવામાં આવે છે કે તક્ર નો અર્થ છાશ હોય છે અને આ માખણ બનાવવાની રીત બતાવવામાં આવી રહી છે પરંતુ આ અધ્યાયમાં અલગથી માખણ, ઘી, દહી, મંદક એટલે કે પૂરી રીતે ન જામેલું દહીં, છાશના ગુણ અવગુણ બતાવવામાં આવ્યા છે. વિશેષ વાત એ છે કે આ અધ્યાયમાં પિયુષ જેને ઘી અથવા નવુ દૂધ પણ કહેવામાં આવે છે અને આ પ્રકારનું દૂધ વાછરડાને જન્મ આપ્યા પછી ગાય લગભગ 7 દિવસ સુધી આપે છે, તેના ફાયદા અને નુકસાન પણ જણાવવામાં આવ્યા છે.7) 1 કિલો પનીર બનાવવા માટે:- પનીર કેલેરી, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે.એક કિલો પનીર બનાવવા માટે લગભગ પાંચ કિલો દૂધની જરૂરત હોય છે. એવું માનવામાં આવે છે કે શરીર અને સ્વાસ્થ્ય માટે પનીર કેટલું લાભદાયક છે. 100 ગ્રામ પનીરમાં સરેરાશ કેલરી 296, ચરબી 22 ગ્રામ, સંતૃપ્ત ચરબી 14, કાર્બોહાઇડ્રેટ 4.5 ગ્રામ, પ્રોટીન 20 ગ્રામ અને કેલ્શિયમ 480 મિલિગ્રામ છે.  આ ઘટકો શરીરના હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને ત્વચામાં ચમક પણ આવે છે.

8) પનીરમાં ઉપલબ્ધ વિશેષ તત્વો:- એક્સપર્ટ જણાવે છે કે પનીરમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે તેથી આ શરીરને તુરંત ઉર્જા પ્રદાન કરે છે. આમાં ઉપલબ્ધ તત્વ પાચમ તંત્રને વારંવાર સુધારો કરે છે જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન કંટ્રોલમાં રહે છે. પનીર લીનોલીક એસિડનું એક મોટો સ્ત્રોત છે જે શરીરમાં ચરબી ને બાળવાનું કામ કરે છે. પનીરમાં ઉપલબ્ધ વિશેષ તત્વો શરીરમાં સાંધાના દુખાવા અને ગાંઠિયાવા થી બચાવે છે તેના દૈનિક નિયમિત ખોરાક થી તમે આજીવન ગઠીયાના રોગથી બચી શકો છો.9) પનીરનું વધુ પડતું સેવન:- ફૂડ એક્સપર્ટ પ્રમાણે પનીરમાં પોટેશિયમ પણ ઉપલબ્ધ હોય છે. તેથી બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ ને નિયંત્રિત કરે છે. જેનાથી સ્ટ્રોકનું જોખમ પણ ઓછું રહે છે. આમાં વિશેષ પ્રકારના પ્રવાહી પદાર્થ પણ હોય છે જે માસપેશીઓમાં કળતર ને રોકવામાં મદદ કરે છે. તેથી ખેલાડીઓને વધુ માત્રામાં પનીર આપવામાં આવે છે પણ પનીરનું સંતુલિત સેવન શરીર માટે અમૃત સમાન છે. પરંતુ આનું વધારે સેવન કરવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આમાં ફેટ ભરપૂર પ્રમાણમાં હોય છે જો શરીર એક્ટિવ હોય તો અને તમે એક્સરસાઇઝ વગર સેવન કરી રહ્યા હોત તો ઠીક નહિતર આ કોલેસ્ટ્રોલ વધારી દેશે.ઘણું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર ડામાંડોળ કરી શકે છે. જેનાથી હૃદય સંબંધી સમસ્યાઓ થશે. જે લોકોને ડેરી પ્રોડક્ટ ની એલર્જી હોય તેમને પનીર ખાવાથી એલર્જી થઈ શકે છે.એ હંમેશા ધ્યાન રાખવું કે વિશ્વાસનીય દુકાનથી જ પનીર ખરીદવું કે બ્રાન્ડેડ કંપનીનું પનીર ખાવું, નહિતર આ નુકસાનદાયક બની શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!