મુસ્લિમ પરિવારે લગ્નની કંકોત્રીમાં છપાવ્યો હિંદુ દેવતાનો ફોટો. જાણો તેનું કારણ..

નાત, જાત, જ્ઞાતિ, ધર્મ વગેરેને નામે આજે જોઈએ, તો ખુબ ભેદભાવ જોવા મળે છે. ખાસ કરીને ધર્મને ખોટી રીતે બદનામ કરીને ઘણા લોકો આગળ આવતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે, જેઓ માનવતાને વધુ મહત્વ આપતા હોય છે. તો આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ પરિવારે ધર્મનો કોઈપણ ભેદ રાખ્યા વગર એકતાના સંદેશને સમાજ સામે રાખ્યો છે.

જેમ તમે જાણો જ છો કે દેશમાં દરરોજ ધર્મના નામે ઘણાં તોફાનો થાય છે, જ્યારે આવા સમયે એક મુસ્લિમ પરિવારે તેમના પુત્રના લગ્નમાં હિંદુ દેવ-દેવીઓના ફોટો છાપીને ધાર્મિક સંવાદિતાનું અને એકતાનું વિશેષ ઉદાહરણ આપ્યું છે. જ્યારે આ મામલો અયોધ્યા સાથે સંબંધિત છે. સાચે જ એક મુસ્લિમ પરિવારે વર્ષ 2020 માટે તેમના પુત્રના લગ્ન માટેના આમંત્રણ કાર્ડ કેલેન્ડરના રૂપમાં છાપ્યું છે. જ્યારે આમાં ખાસ વાત એ છે કે આ કાર્ડ પર ભગવાન હનુમાનની તસ્વીર છાપવામાં આવી છે.આ સાથે કેલેન્ડર પર બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને નારદ મુનિના ચિત્રો પણ છાપ્યા છે. આ આમંત્રણને એક કાર્ડ તરીકે બનાવવામાં આવ્યું છે. જેમાં લગ્ન સંબંધિત તમામ માહિતી કેલેન્ડરની પાછળની બાજુએ આપવામાં આવી છે. આ કાર્ડમાં છાપવામાં આવ્યું છે કે, “મો.મુબીનનો પુત્ર મો.નાસિર અને તેની પુત્રી અમીના બાનોના લગ્નમાં આપ સૌને આમંત્રણ છે.”

મો.મુબીન અયોધ્યાના છરેરા ગામનો રહેવાસી છે. તેણે કહ્યું કે તેમને અલ્લાહ તેમજ હિંદુ દેવી-દેવતાઓ પર પણ વિશ્વાસ છે. મોહમ્મદ, રસુલાબાદની સરકારી હોમિયોપેથી હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકેની પોસ્ટ પર નોકરી છે. મુબીને કહ્યું કે, તેના પર આવા કાર્ડ છાપવા માટે કોઈ દબાણ નથી. પરંતુ આવા કાર્ડ્સની પસંદગી આખા પરિવારની સંમતિ પછી તૈયાર કરવામાં આવ્યું છે.

જ્યારે આગળ મુબીને કહ્યું કે, “મેં મારા બધા સંબંધીઓ અને મિત્રોને આ લગ્નના કાર્ડ આપ્યા છે, તેમાંના મોટાભાગના લોકોને પહેલા તો આશ્ચર્ય થયું હતું. પરંતુ કોઈએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. પરંતુ તેઓ તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. કારણ કે આ પહેલીવાર જ વાર આવું બન્યું છે કે જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિના લગ્નકાર્ડમાં હિંદુ દેવ અથવા ભગવાનનો ફોટો હોય.આગળ વાત કરીએ તો તેમણે એમ કહ્યું કે જે પરિવારમાં મારા બાળકોના લગ્ન થઈ રહ્યા છે. ત્યાં પણ કોઈ પ્રકારની તકલીફ નથી. જ્યારે મુબીને એવું પણ જણાવ્યુ હતું કે, તેણે તેના 700 જેટલા હિંદુ મિત્રોને લગ્નના આ કાર્ડ મોકલાવ્યા છે, અને જે કોઈએ આ કાર્ડ્સ જોયા છે તેઓએ પણ તેની આવી પહેલ બદલ મુબીનની ખુબ પ્રશંસા કરી છે.

મુબીનની આ પહેલ પણ મહત્વપૂર્ણ એટલા માટે છે, કારણ કે આ મામલો રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ સાથે ખુબ સંબંધિત છે. પરંતુ આ મુસ્લિમ પરિવારના આવા નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે માનવતાવાદ સર્વ ધર્મમાં સૌથી મોખરે હોય છે. તેથી હંમેશા ધ્યાન આપવું અને રાખવું જોઈએ કે આપણે બધાએ એકબીજાની લાગણીઓને માન આપવું જોઈએ અને લાગણીનો આદર પણ કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “મુસ્લિમ પરિવારે લગ્નની કંકોત્રીમાં છપાવ્યો હિંદુ દેવતાનો ફોટો. જાણો તેનું કારણ..”

Leave a Comment