CNG અને ડીઝલ કરતા પણ પેટ્રોલમાં વધુ માઈલેજ આપે છે આ 5 કાર, જાણો 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે છે….

જો કે માઈલેજનું નામ આવે એટલે લોકોના મગજમાં CNG અને ડીઝલ ગાડીઓ સૌથી વધુ સામે આવતી હોય છે. લોકો પેટ્રોલ કારને ડીઝલ અને CNG ગાડીની તુલનામાં માઈલેજની બાબતમાં ખુજ જ ઓછી ધારતા હોય છે. તો તમને જણાવી દઈએ કે તે હકીકતમાં આખું સત્ય નથી.

માર્કેટમાં ઘણી એવી કાર છે જેની માઈલેજ ડીઝલ અને CNG ગાડીથી પેટ્રોલમાં વધુ સારી છે. ચાલો તો અમે તમને એ ગાડી વિશે વધુ જાણકારી આપી દઈએ. જેની માઈલેજ ડીઝલ અને CNG ગાડીથી વધુ છે. તો ચાલો જાણીએ પેટ્રોલમાં કંઈ ગાડી સૌથી વધુ માઈલેજ આપે છે.રેનોલ્ટ ક્વિડ : દેખાવમાં કોઈ નાની એસયુવી હોય એવી જ આ ગાડી છે. તેમજ આ હેચબેક ગાડી ખુબ જ ચર્ચાનો વિષય બનેલી છે. પોતાની કિંમતના કારણે આ ગાડીની સરખામણી મારુતિની ઓલ્ટો, મારુતિની જ એસ્પ્રેસો અને Datsun ની રેડી-જો એવી ગાડીઓ સાથે હતી. ARAI અનુસાર આ ગાડીની મેનુઅલ ટ્રાન્સમિશન વેરીએન્ટમાં 22.3 kmpl ની માઈલેજ પેટ્રોલમાં આપે છે.

મારૂતિ સ્વીફ્ટ :

સ્વીફ્ટ આપણા દેશની ખુબ જ સારી અને બેસ્ટ સેલર ગાડી છે. કંપનીએ હાલમાં જ તેના નવા ફેસલીફ્ટ મોડલની જાહેરાત કરી છે. જેમાં કંપનીએ આ ગાડીના એન્જીનમાં ફેરફાર કર્યો છે. જેના કારણે આ ગાડીની માઈલેજ વધી ગઈ છે. આ કાર મેન્યુઅલ વેરીએન્ટમાં 23.20 kmpl અને ઓટોમેટીક વેરીએન્ટ 23.76 kmpl ની પેટ્રોલમાં માઈલેજ આપે છે.ટાટા ટીયાગો : ટાટાની આ ગાડીને સેફેસ્ટ હેચબેક ગાડીમાંથી એક માનવામાં આવે છે. ભારતીય માર્કેટમાં આ ગાડીની સરખામણી મારૂતિ સુઝુકી સેલેરીયો અને વેગનઆર ગાડીઓ સાથે થાય છે. આ ગાડી ટાટાની સક્સેસફૂલ પ્રોડક્ટ માનવામાં આવે છે. ARAI અનુસાર ટાટા ટીયાગોની AMT ટ્રાન્સમિશન વેરીએન્ટમાં 23.84 kmpl ની પેટ્રોલમાં માઈલેજ આપે છે.

ટોયોટા ગ્લેન્જા :

ટોયોટાની આ ગાડીની ભારતીય માર્કેટમાં Hyundai i20 અને Tata Altroz જેવી ગાડીઓની સાથે થાય છે. કંપનીએ તેને માઈલ્ડ હાઈબ્રીડ ટેકનોલોજીની સાથે માર્કેટમાં ઉતારી હતી. જેના કારણે આ ગાડી 23.87 kmpl સુધીની માઈલેજ પેટ્રોલ આપે છે.મારુતિ સુઝુકી ડિજાયર :

આ ગાડીની દેશની સૌથી મોટી વાહન નિર્મિત કરતી મારુતિની કોમ્પેક્ટ સેડાન ગાડી છે. આ લીસ્ટની સૌથી વધુ માઈલેજ આપતી ગાડીઓમાં સ્થાન ધરાવે છે. ARAI અનુસાર મારુતિ સુઝુકી ડિજાયરનું AMT ટ્રાન્સમિશન વેરીએન્ટમાં 24.12 kmpl ની માઈલેજ પેટ્રોલમાં આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “CNG અને ડીઝલ કરતા પણ પેટ્રોલમાં વધુ માઈલેજ આપે છે આ 5 કાર, જાણો 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે છે….”

  1. ડિઝાયર એવરેજ નથી આપતી મારી જોડે છે 15,16 ની જ એવરેજ છે

    Reply

Leave a Comment