કાન વીંધાવવા થાય છે ગજબના ફાયદા, જાણો ક્યાં ક્યા ફાયદાઓ થાય છે?

મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં કાન વીંધાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી છે. પરંતુ આજકાલ કાન વીંધેલા બહુ ઓછા જોવા મળે છે. પરંતુ જો તમે એકવાર કાન વીંધવવા પાછળનું કારણ જાણી લેશો તો જરૂરથી કાન વીંધવવાને મહત્વ જરૂર આપશો. તો આજે અમે આ લેખમાં તમને જણાવશું કે કાન વીંધવવાથી શું ફાયદો થાય છે અને તેનું મહત્વ શું છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો અમે તમને જણાવી દઈએ કે કાન વીંધવાની આ પરંપરા આજના સમયથી નથી, પરંતુ આ પરંપરા સદીઓ જૂની છે. પ્રાચીન સમયમાં તોફક્ત સ્ત્રીઓ જ નહીં, પરંતુ પુરુષો પણ કાન વીંધવીને કુંડળ પહેરતા હતા. આ પરંપરા હિન્દુ ધર્મમાં સાંસ્કૃતિક વારસા સાથે ખૂબ ઉંડે સુધી સંકળાયેલી છે. પણ જો તમે એવું માની રહ્યા છો કે કાન ફક્ત ફેશન માટે વીંધાવવામાં આવે છે, તો એ વાત માન્ય નથી. કેમ કે તેની પાછળનું કારણ કંઈક અલગ છે. વિશેષમાં અમે તમને જણાવી દઈએ કે કાનને વીંધવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, કેમ કે કાન વીંધવા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે તેના શું શું ફાયદા આપણને થાય છે.

મહિલાઓની માસિક સાયકલને વ્યવસ્થિત રાખે છે : જાણવા મળતી માહિતી અનુસાર આયુર્વેદમાં કાનના બહારના ભાગનો મધ્ય ભાગ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ એક એવો ભાગ હોય છે જે પ્રજનનને સંબંધિત સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે કાન વીંધાવવાથી મહિલાનો માસિક સમય સારો અને આરોગ્યપ્રદ રહે છે.મગજનો સ્વસ્થ વિકાસ થાય છે : જો કોઈ નાની છોકરીના કાન વીંધવવામાં આવે છે તો, તેનું મગજ યોગ્ય રીતે વિકસે છે. કાનના લોબ્સમાં એક મધ્યમ બિંદુ હોય છે, જે મગજના ડાબા ગોળાર્ધને જમણા ગોળાર્ધ સાથે જોડવામાં ખુબ મદદ કરે છે. કાનને વીંધવાથી મગજના આ ભાગો સક્રિય થઈ જાય છે અને તે જ સમયે એક્યુપ્રેશર થેરેપીનો સિદ્ધાંત લાગુ પડે છે. જ્યારે આ મેરિડીયન બિંદુ ઉત્તેજીત થાય છે, ત્યારે મગજ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરે છે. એટલા માટે કાન વીંધાવવાથી માનસિક સ્થિતિ પણ સુધરે છે.

આંખની રોશની સારી રહે છે : શું તમે એ જાણો છો કે આંખના પ્રકાશનું કેન્દ્ર ફક્તને ફક્ત કાનના મધ્ય બિંદુ પર આધારિત છે. આ જ કારણો છે કે આ બિંદુઓ પર જો છિદ્ર બનાવ્યા પછી તેના પર આવતા દબાણના કારણે આંખોની રોશની સારી બને છે.મજબુત ક્ષમતા : આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં કાનના જે પોઈન્ટ પર હોલ વીંધ કરવામાં આવે છે તે સ્થાન સૌથી મહત્વપૂર્ણ એક્યુપ્રેશર પોઇન્ટ છે. જે બાળકની શ્રવણ ક્ષમતાને શ્રેષ્ઠ અને ઉત્તમ રીતે જાળવી રાખે છે. તો બીજી બાજુ, જો તમે એક્યુપ્રેશરના નિષ્ણાંતોની સલાહનું પાલન કરો છો, તો કાનમાં જે કળતર જેવી સમસ્યાને દૂર કરવા માટે કાનમાં વીંધની જગ્યા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તણાવ અને ગભરાટમાં રાહત : કાન વીંધાવવાથી મગજ સ્વસ્થ રહે છે. આ સાથે કાન વીંધ કરવાથી વાઈ જેવી સમસ્યાઓને અટકાવવામાં ખુબ જ મદદ મળે છે.એક્યુપ્રેશરના નિષ્ણાંતના જણાવ્યા મુજબ આ ભાગ મગજનો અહેમ ભાગ પણ છે, જે મગજના મોટાભાગના કાર્યો માટે જવાબદારી લે છે. આવી સ્થિતિમાં, આવા બિંદુઓ પર છિદ્રો બનાવીને, તાણ અને ગભરાટને દૂર કરી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment