પરણિત સ્ત્રીઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ…. પરિણામ આવશે એવું કે તમે વિચાર્યું નહિ હોય

પરણિત સ્ત્રીઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ…. પરિણામ આવશે એવું કે તમે વિચાર્યું નહિ હોય

મિત્રો આજે અમે કંઈક ખાસ વસ્તુ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આપણા હિંદુધર્મમાં સદીઓથી અનેક પરંપરાઓ અને તેનું મહત્વ ચાલતું આવે છે. હિંદુધર્મમાં લોકો દ્વારા શાસ્ત્રોક્ત અને અને ધાર્મિક માન્યતાઓને આસ્થાભેર નિભાવતા હોય છે. માણસનું જ્યારે જન્મ થાય ત્યારથી લઈને તેના મૃત્યુની સુધીના આખા સમયગાળામાં અનેક પરંપરાનું પાલન કરતો હોય છે. જેમાં અમુક પરંપરાઓ તો વ્યક્તિના મૃત્યુ બાદ પણ નિભાવવી પડતી હોય છે. આપણે સામાન્ય જોઈએ તો આપણા દરેકના ઘરમાં પૂજાપાઠ વગેરે થતું રહેતું હોય છે. એ પણ આપણી સાચી પરંપરા છે. પરંતુ આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવશું જેને જાણવું એ ખુબ જ જરૂરી છે. જેમ ઘણા લોકોને એવું કહેતા તમે જોયા હશે કે આ દિવસે આ કાર્ય ન કરાય, પેલું કાર્ય ન કરાય વગેરે. તો તેવી જ રીતે આપણા સમાજમાં પણ અમુક માન્યતાઓ અને એવા કાર્યો છે જેને અમુક દિવસે નથી કરવામાં આવતા.

આપણે બધાએ એ તો સાંભળ્યું જ હોય કે આ દિવસે વાળ ન કાપવા જોઈએ, આ દિવસે નખ ન કાપવા જોઈએ, મંગળવાર, શનિવાર, ગુરુવાર જેવા દિવસે વાળ કાપવાની અને નાખ કાપવાની આપણા વડીલો દ્વારા અને આપણી ધાર્મિક પરંપરાઓમાં પણ ના કહેવામાં આવી છે. તો તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓ માટે ઘણા બધા નિયમો લખવામાં આવ્યા છે. જેના અનેકો ફાયદા છે.

આપણી પરંપરાઓ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરણિત સ્ત્રીએ સપ્તાહના અમુક વિશેષ દિવસે પોતાના વાળને ન ધોવા જોઈએ. તેની પાછળના ઘણા બધા વિશેષ અને મહત્વના કારણો પણ છે. આજે અમે અમુક દિવસ વિશે જણાવશું કે જો મહિલાઓ તે દિવસે પોતાના વાળને ધોવે તો તેની ખરાબ અસર થાય છે અને તેના પતિના આયુષ્ય પર સીધી અસર કરે છે. ઘણી વાર ગ્રહોના કારણે આખા પરિવાર પર પણ મુશ્કેલી આવી શકે છે.

તે મુશ્કેલી ઘણી વાર નાની હોય છે પરંતુ તેનું પરિણામ ખુબ જ ગંભીર પણ આવતું હોય છે. એટલા માટે પરણિત સ્ત્રીઓએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અમુક દિવસો એવા પણ હોય છે જેમાં આ કાર્ય કરવામાં આવે તો તેના વિપરીત ફાયદાઓ પણ થતા હોય છે. તો ચાલો જાણીએ ક્યાં દિવસે સ્ત્રીઓએ માથું ન ધોવું જોઈએ.

મિત્રો સૌથી પહેલો વાર છે બુધવાર. આ દિવસે કોઈ પણ સ્ત્રી પરણિત હોય તેમણે ક્યારેય પણ પોતાના વાળને ન ધોવા જોઈએ. જો આ દિવસે માથું ધોવામાં આવે તો કોઈ પણ સ્ત્રીના ભાઈ પર મુશ્કેલી આવી પડે છે અને કોઈને કોઈ તકલીફનો ભાર સ્ત્રીના ભાઈ પર પડે છે. અને વાત કરીએ પતિની તો તેને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ પણ નવા કામ માટે જાય તો તેમાં તેને અસફળતા મળવાની સંભાવના વધારે રહે છે. આ દિવસે ખાસ તો છોકરીઓએ પણ પોતાના વાળ ન ધોવા જોઈએ.

ત્યાર બાદ છે ગુરુવાર. ગુરુવારના દિવસે પરણિત સ્ત્રી જો પોતાના વાળ ધોતી હોય તો તેના પતિનું આયુષ્ય દિવસેને દિવસે ઘટવા લાગે છે. પતિએ પોતાના કરિયર માટે પણ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટી ગંભીર બીમારીઓ પણ લાગુ પડી શકે છે, જે દિવસે દિવસે ઘરમાં ધનની કમી કરાવે છે. ઘણી વાર પરિવારમાં પણ તણાવ ઉભા થતા હોય છે. માટે ગુરુવાર ના દિવસે કોઈ પણ પરણિત સ્ત્રીએ પોતાના વાળ ન ધોવા જોઈએ.

ત્યાર પછી છે શનિવાર. શનિવારના દિવસે પણ ક્યારેય વાળ ન ધોવા જોઈએ. કેમ કે જો શનિવારના દિવસે વાળ ધોવામાં આવે તો શનિદેવની કૃપા દ્રષ્ટિ આપણા પરથી હટી જાય છે અને શનિદેવ ગ્રહો અનુસાર કોપાયમાન પણ થઇ શકે છે. જેના કારણે સાડાસાતીની પનોતી ભોગવવાનો પણ સમય આવી શકે છે. એટલા માટે શનિવારના દિવસે પણ વાળ ન ધોવા જોઈએ.

મિત્રો બાકીના કોઈ પણ દિવસે તમે વાળને ધોવો તો તેના શુભ પરિણામો પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો તમે પણ આ બાબતને જાણો અને આગળ શેર કરો.

Leave a Comment