એન્ડ્રોઈડ યુઝર્સ માટે Google લાવ્યું નવું ફીચર! તેના દ્વાર ખબર પડી જશે, કોલ કોણ કરે છે અને શા માટે.

મિત્રો એન્ડ્રોઈડ ફોન માટે કંઈકને કંઈક નવું નવું શોધતું જ હોય છે, પરંતુ જ્યારે ગૂગલ દ્વારા કોઈ શોધ કરવામાં આવી હોય કે, પછી કોઈ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હોય તો યુઝર્સ તેના પર વધુ વિશ્વાસ કરે છે. જી હાં મિત્રો, ગૂગલ દ્વારા ફરી એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ(Google)એ એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું ફીચર ‘Verified Calls’ લોન્ચ કર્યું છે. તો આજે આ લેખમાં અમે તમને એ ફીચર વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ગૂગલ કંપનીએ આ ફીચરને 5 દેશોમાં લોન્ચ કર્યુ છે. જેમાં આપણો ભારત દેશ પણ શામિલ છે. આ ફીચરની મદદથી યુઝર્સને સ્પેમ કોલ વિશેની જાણકારી મળી શકે છે. ગૂગલનું આ ફીચર યુઝર્સને જણાવશે કે, કોણ તેમને કોલ કરી રહ્યું છે, અથવા તો કોલ કરવા પાછળ કારણ શું છે અને કોલરનો લોગો પણ બતાવશે. ગૂગલનું આ નવું ફીચર લોન્ચ કરવાનું મુખ્ય કારણ ફેક ફોન કોલ્સ પર રોક લગાવવાનું છે. તો ચાલો જણીએ તેના વિશે વિશેષ માહિતી.

આ ફીચર ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને યૂએસ સહિત દુનિયાભરમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બિઝનેસ વેરિફાઇડ બેચ પણ ગૂગલની જેમ વેરિફાઇ કરેલા નંબર પર જોવા મળશે. ગૂગલનું નવું ફીચર્સ યૂઝર્સને એમ પણ જણાવે છે કે, તેઓને બિઝનેસ કોલ કરવામાં આવવાનું કારણ શું છે, જે ફીચર અત્યાર સુધી ટ્રુકોલર(TrueCaller) એપમાં પણ હાજર નથી. 

ગૂગલે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પાયલટ પ્રોગ્રામનું શરૂઆતી રિઝલ્ટ્સ ખુબ જ સારું રહ્યું છે, અને યુઝર્સને તેનાથી ફાયદો પણ જરૂર મળશે.’

અત્યારે તો આ પ્રકારનું ફીચર TrueCaller એપમાં મળે છે, જે યુઝર્સને અજાણ્યા ફોન કોલ વિશે જાણકારી આપે છે. ગૂગલ Verified Calls જ TrueCaller એપનું કામ કરશે. ગૂગલ ફોન એપમાં આ પ્રકારના ફીચરના આવવાથી આ ફંક્શન મોટાભાગના યૂઝર્સનું કામ સરળ કરી દેશે. તેનો સ્પષ્ટ અર્થ છે કે યૂઝર્સને તેના માટે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.

આ રીતે કરી શકો છો ઉપયોગ : જાણકારી માટે જણાવી દઈએ કે, ગૂગલના પિક્સલ સીરિઝના ડિવાઇસેઝ ઉપરાંત ઘણા એન્ડ્રોઈડ ફોનમાં Google Phone એપ બાય ડિફોલ્ટ ડાયલરનું કામ કરે છે. નવું ફીચર આ દરેક ફોનમાં પોતાના આવતા અપડેટેસની સાથે મળશે. જો તમારા ફોનમાં Google Phone એપ ઇનસ્ટોલ નથી તો આ એપને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 

Leave a Comment