ફેસબુક પરથી 150 કરતા પણ વધારે છોકરીઓને ફસાવવામાં આવી….ચાર છોકરા કરતા હતા આ કામ, માતાપિતા ખાસ વાંચે.

ફેસબુક પરથી 150 કરતા પણ વધારે છોકરીઓને ફસાવવામાં આવી….ચાર છોકરા કરતા હતા આ કામ, માતાપિતા ખાસ વાંચે… નહિ તો પસ્તાશો 

12 ફેબ્રુઆરી 2019 ના દિવસે તામીલનાડુમાં એક છોકરીને તેનો મિત્ર મળવા આવ્યો. બંને ફેસબુક ફ્રેન્ડ હતા અને બંને પહેલી વાર એકબીજાને મળી રહ્યા હતા. કોલેજમાં લંચ બ્રેક દરમિયાન છોકરાએ છોકરીને પોતાની કારમાં બોલાવી હતી. છોકરી પોતાના ફેસબુક ફ્રેન્ડની ગાડીમાં બેઠી અને થોડા સમય બાદ બીજા ત્રણ છોકરાઓ ગાડીમાં આવીને બેસી ગયા અને ગાડી આગળ વધી. ત્યાર બાદ ચારેય છોકરાઓએ મળીને છોકરીને સેક્સુઅલી હરેસ કરી અને તે દરમિયાન તે છોકરીના અશ્લીલ વિડીઓ પણ બનાવવામાં આવ્યા.

19 વર્ષની તે છોકરીને ચારેય છોકરાઓ તે વિડીઓ પરથી બ્લેક મેઈલ કરતા રહ્યા અને વધારે મુલાકાતોની માંગ કરતા રહ્યા અને અંતે તો પૈસા પણ માંગવા લાગ્યા. છોકરી તેનાથી કંટાળી ગઈ અને તેણે આખી વાત પોતાના માતાપિતાને જણાવી. છોકરીના ભાઈએ તે ચારેય છોકરા સાથે મુલાકાત કરી અને વિડીયો ડીલીટ કરવાની વિંનતી કરી. પરંતુ તે ચારેય છોકરાઓએ છોકરીના ભાઈને ડરાવીને ધમકી આપીને પાછો મોકલી દીધો.

ત્યાર બાદ છોકરીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે છોકરીના ભાઈને ધમકાવવાના ઈરાદાથી તે ચારેય છોકરાઓને રિમાન્ડ પર લીધા અને ત્યાર બાદ જે સત્ય સામે આવ્યું તે પગ નીચેથી જમીન ખસી જાય તેવું છે. આ છોકરાઓના ફોનમાંથી 50 થી વધારે છોકરીઓના ફોટા મળ્યા. જે છોકરીઓને આ ચારેય છોકરાવે આ જ રીતે સેક્સુઅલી મોલેસ્ટ કરી હતી.

કેસમાં આગળ તપાસ હાથ ધરાઈને અને સામે આવ્યું કે આ ચારેય છોકરાઓ ફેસબુકમાં ફેક આઈડી બનાવતા હતા અને તે છોકરીઓના નામ પરથી ફેસબુક અકાઉન્ટ બનાવતા હતા. ત્યાર બાદ તેઓ છોકરીઓ સાથે ફેસબુકમાં મિત્રતા કરતા હતા અને તેની સાથે વાત કરતા હતા. પહેલા તેઓ સામાન્ય વાત કરતા અને ત્યાર બાદ મિત્રતા થોડી સારી થઇ જાય પછી તે સેક્સ અને નીજી જીવનની વાતો કરતા હતા. ત્યાર બાદ તેમની વાતો વધારે પર્સનલ થઇ જતી હતી.

ત્યાર બાદ છોકરાઓ છોકરીઓને જણાવતા હતા કે તે છોકરી નહિ પરંતુ છોકરો છે. તેમની સાથે વાત કરતી છોકરીઓ ગભરાઈ જતી હતી. જ્યારે છોકરાઓ પાસે છોકરી તરફથી આવેલા સેક્સ રીલેટેડ મેસેજો પડ્યા હોય તેના આધારે તેઓ છોકરીઓને બ્લેક મેઈલ કરતા  હતા અને મળવા માટે મજબુર કરતા હતા.

ત્યાર બાદ તેઓ તે છોકરીઓ સાથે ક્યારેક ચાલુ ગાડીએ તો ક્યારેક હોટલોમાં તેની સાથે રેપ કરતા હતા. એટલું જ નહિ પરંતુ અમુક વાર તે છોકરાઓ છોકરીને અન્નામલાઈના જંગલમાં આવેલા ફાર્મહાઉસ પર લઇ જઈને તેમનું યૌન ઉત્પીડન કરતા હતા. આ છોકરીઓમાં શાળાના ટીચરો, ડોક્ટર, સ્ટુડન્ટ પણ સમાવિષ્ટ હતા. રીપોર્ટ અનુસાર એવું પણ સામે આવ્યું હતું કે આ છોકરાઓએ લગભગ બધી છોકરીઓ સાથે કુલ મળીને 150 થી વધારે રેપ કાર્ય હતા.

તેમાંથી લગભગ છોકરીઓ સમાજના ડરથી પોતા પર વીતેલી આપવીતી કોઈને પણ નોહતી જણાવી શકતી અને તેથી જ આ છોકરાઓ વર્ષોથી ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. અમુક છોકરીઓએ પોલીસને સુચના આપી પરંતુ સમાજમાં બદનામીના ડરથી અધિકારીક રૂપે કોઈ FRI નોંધાવી ન હતી.

જ્યારે આ છોકરાઓ પકડાઈ ગયા અને પોતાનો ગુનો કબુલ્યો ત્યાર બાદ તે છોકરાઓએ જે કહાની જણાવી તે કહાની અગાઉની બધી છોકરીઓની આપવીતી સાથે મેળ ખાતી હતી. આ કેસનો એક પોલીટીકલ એન્ગલ પણ છે. આ કેસ ક્રાઈમ બ્રાંચ CID ને સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તામીલનાડુ સરકારે આ કેસ CBI ને સોંપ્યો. તો હવે આમાંથી પોલીટીક્સ કંઈ રીતે આવ્યું એવો સવાલ થાય.

વાત એવી છે કે ચારેય છોકરામાંથી 19 વર્ષની છોકરીના ભાઈને ધમકી આપી હતી તેનું નામ છે એ.નાગરાજ. નાગરાજનો એક ફોટો AIMDMK એટલે કે સત્તા રોડ પાર્ટીના એક મંત્રી સાથે નજર આવ્યો. સોસીયલ મીડિયા પર આ ફોટો વાયરલ થવા લાગી અને ત્યાર બાદ ખબર પડી કે એ.નાગરાજ AIM DMK માં પદાધિકારી પણ છે.

ત્યાર બાદ વિરોધ પક્ષના નેતા અને પાર્ટીએ વિરોધ કર્યો અને કહ્યું કે રાજ્ય સરકાર આરોપીઓને બચાવવામાં લાગી છે. જ્યારે રાજ્ય સરકારે જણાવ્યું કે જો આરોપીને બચાવવા જ હોય તો કેસ CBIને ન સોંપ્યો હોત. ત્યાર બાદ અન્ય પાર્ટીઓએ  કોયમ્બતુર કે જ્યાંથી આ સમગ્ર ઘટનાની શરૂઆત થઇ હતી ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું અને તામીલનાડુના સંસદ કનીમોહ્ઝીએ આ પ્રદર્શનને લીડ કર્યું હતું અને તેમાં ઘણી મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કનીમોહ્ઝીએ જણાવ્યું હતું કે આ મહિલાઓ સાથે થયેલો અત્યાચાર છે અને આ ખુબ જ શર્મનાક છે.

મિત્રો આ કેસ બાદ દરેક ફેસબુક યુઝર્સે સાવચેત રહેવું જોઈએ આ રીતે કોઈ ફેસબુકનો ઉપયોગ કરીને આવી ઘટનાઓને અંજામ આપી શકે છે. ખાસ કરીને મહિલાઓએ આ વાત પર ખુબ જ સાવચેત રહેવું જોઈએ. આ રીતે કોઈ અજાણી વ્યક્તિની રીક્વેસ્ટ આવે કે મેસેજ આવે તો તેનો સ્વીકાર કરવો નહિ અને આ લેખ વધુમાં વધુ શેર કરો જેથી દરેક ફેસબુક યુઝર્સ આ ઘટનાથી અવગત થાય અને ભવિષ્યમાં ધ્યાન રાખે.

જો તમારી લાડકડી દીકરીને કે વાઈફને ફેસબુક વાપરવા આપો છો તો તેને કેમ સચેત રહેવું એ શીખવો, ગમે તેના મેસેજ આવે તો વાત ના કરવા લાગી જાવ, જો ફેસબુક પર સેફ કેમ રહેવું એ શીખવું હોય તો કોમેન્ટમાં FACEBOOK લખો અમે તમને તે તમામ સ્ટેપ જણાવીશું. નીચે જણાવેલા આ બે આર્ટીકલ પણ જાણો તમને ઘણી બીજી પણ માહિતી મળશે.. 

(૧) ફેસબુક થી વાતો કરતા કરતા પ્રેમ માં પડેલા કપલ ની આ સત્ય ઘટના સાંભળી તમે રડી પડશો.
(૨) તમારા ફેસબુક એકાઉન્ટ હવે તમારી રજા વગર કોઈ ખોલી નહિ શકે.. તે માટે કરો ફોનમાં આ સેટિંગ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ
Image Source: Google

 

Leave a Comment