25 વર્ષ સુધી એક છોકરીને પોતાના જ ઘરમાં કેદ કરીને રાખવામાં આવી… બહાર કાઢી ત્યારે આવી ભયંકર દેખાવા લાગી

25 વર્ષ સુધી એક છોકરીને પોતાના જ ઘરમાં કેદ કરીને રાખવામાં આવી… બહાર કાઢી ત્યારે આવી ભયંકર દેખાવા લાગી

મિત્રો અત્યાર સુધી તમે પ્રાણીઓને પિંજરામાં પૂરેલા જોયા હશે અથવા તો ગુનેગારોને જેલમાં જોયા હશે. પરંતુ આજે અમે એક એવી છોકરીની સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે આખી દુનિયાને જંજોળી રાખી હતી. આજે એક એવી ઘટના તમને જણાવશું જાણીને તમે પણ દંગ રહી જશો. અમે જેના વિશે આજ વાત કરવાના છીએ તેનું નામ છે બ્લોંચ મોનીર્સ (Blanche Monnier). બ્લોંચ અને ખુદના જ ઘરમાં તેની જિંદગીના 25 વર્ષ કેદ રહી હતી. જેનું કારણ ખુબ જ ચોંકાવનારું સામે આવ્યું હતું. તો ચાલો જાણીએ કે શા માટે બ્લોંચને તેના જ ઘરમાં 25 વર્ષ કેદ કરવામાં આવી હતી.તેનું કારણ કોઈ પણ વ્યક્તિને હચમચાવી નાખે તેવું છે.

બ્લોંચ પુરા 25 વર્ષ સુધી પોતાના જ ઘરમાં કેદ રહી હતી. પરંતુ એટલું જ નહિ, બ્લોંચને તેના ઘરમાં જે જગ્યા પર કેદ કરવામાં આવી હતી ત્યાં લગભગ 25 વર્ષ સુધી સૂર્યપ્રકાશ પણ આવ્યો ન હતો. પરંતુ જ્યારે તેને ત્યાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના આખા શરીર પર કીડા અને જંતુઓ પડી ગયા હતા અને બ્લોંચના શરીરને ખાઈ રહ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લોંચને કેદ કરનાર બીજું કોઈ નહિ, તેની પોતાની જ માતા અને ભાઈ હતા.

બ્લોંચ એક છોકરાને પ્રેમ કરતી હતી અને આ વાત બ્લોંચની માતાને બિલકુલ પણ પસંદ ન હતી. કારણ કે બ્લોંચ શહેરના ખુબ જ ધનવાન પરિવારની હતી. તેથી તેની માતાની ઈચ્છા હતી કે બ્લોંચના લગ્ન કોઈ ધનવાન પરિવારમાં થાય. જ્યારે બ્લોંચ જેને પ્રેમ કરતી તે એક નાનો વકીલ હતો. જે વાત બ્લોંચની માતાને પસંદ ન હતી. તેથી તેણે દીકરીને સમજાવી અને બીજા ધનવાન છોકરા સાથે લગ્ન કરવાનું કહ્યું. પરંતુ બ્લોંચે બીજા છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આ કારણે બ્લોંચની માતા અને તેના ભાઈએ તેને એક અંધારિયા નાના રૂમમાં કેદ કરી દીધી કે જ્યાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો ન હતો.

બ્લોંચની માતાને બ્લોંચને એક નાના વકીલ સાથે, જે તેની હેસિયત પ્રમાણે પણ ન હતો, તેની સાથે સંબંધ રાખવાની આટલી ક્રૂર સજા આપી હતી. તે રૂમમાં કેદ કર્યા બાદ 13 વર્ષ થયા ત્યારે તે વકીલ પણ મૃત્યુ પામ્યો હતો. પરંતુ તેમ છતાં બ્લોંચને આઝાદ કરવામાં આવી ન હતી. બ્લોંચ ક્યારેય આઝાદ ન થઇ હોત. પરંતુ  પેરિસના અટોર્ની જનરલને એક ગુમનામ પત્ર મળ્યો હતો.

એક દિવસ પેરિસના અટોર્ની જનરલને એક ગુમનામ પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું કે, બ્લોંચના ઘરમાં કોઈ વ્યક્તિને છેલ્લા ઘણા વર્ષોથી બંદી બનાવીને રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બ્લોંચનું પરિવાર શહેરમાં ખુબ જ મશહુર અને ધનવાન હતું. જેના કારણે કોઈ પણ વ્યક્તિમાં તેના વિરુદ્ધ જવાની હિંમત ન હતી. પરંતુ આ પત્ર મળતા પોલીસ દ્વારા બ્લોંચના ઘરની તપાસી કરવામાં આવી. પોલીસે આખા ઘરની તપાસ કરી પરંતુ કંઈ જ ન મળ્યું.

પરંતુ પોલીસ જ્યારે તપાસ કરીને ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે પોલીસે એક દુર્ગધ મહેસુસ કરી. જે ઉપરથી આવતી હતી. ત્યાર બાદ પોલીસ ઉપર ગઈ તો ત્યાં એક દરવાજો હતો, જેમાં બહારથી તાળું લગાવેલું હતું, પોલીસે તે તાળું તોડ્યું તો જોયું કે એ એક નાની રૂમ હતી, જ્યાં સૂર્ય પ્રકાશ પણ પહોંચતો ન હતો. તે રૂમમાં એટલી ભયંકર દુર્ગંધ આવતી હતી કે પોલીસે વારંવાર બહાર આવવું પડતું હતું. પરંતુ અંદર જઈને જોયું તો પલંગ સાથે એક મહિલા ચેન વડે બાંધેલી હતી.

પહેલા તો તેને જોઇને પોલીસ પણ ડરી ગઈ હતી, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે તે મહિલા બીજું કોઈ નહિ પરંતુ ખુદ બ્લોંચ જ હતી. તેની હાલત ખુબ જ ખરાબ હતી, તે માણસ જેવી સામાન્ય નહોતી લાગતી, તે મળમૂત્ર અને વધેલા ભોજનમાં જ પડી હતી, જીવલેણ કીડા મકોડા તેની આસપાસ ફરી રહ્યા હતા, જ્યારે તેને બહાર લાવવામાં આવી અને હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યારે તેનો વજન માત્ર 22 કિલો જ હતું. અને 25 વર્ષ સુધી આ રીતે કેદ થવાને કારણે તે બોલવાનું પણ ભૂલી ગઈ હતી અને કંઈ પણ બોલી શકતી ન હતી.

મિત્રો આપણને વિશ્વાસ ન આવે પરંતુ બ્લોંચે પોતાની જિંદગીના પુરા 25 વર્ષ આ રીતે એક બંધ અને અંધારિયા નાના ઓરડામાં કેદીની જેમ વિતાવ્યા હતા. પરંતુ મિત્રો હજુ પણ એ રહસ્ય છે કે તે પત્ર એટોર્ની જનરલને આખરે કોણે મોકલ્યો હતો ! પરંતુ બ્લોંચને બહાર લાવ્યા બાદ તેની માતા અને ભાઈની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 15 દિવસમાં જ હાર્ટએટેક આવી જવાથી બ્લોંચની માતા મૃત્યુ પામી અને તેના ભાઈએ સજા આપવામાં આવી અને અંતે વર્ષ 1913 માં બ્લોંચ પણ મૃત્યુ પામી.

મિત્રો શું પ્રેમ કરવાની આટલી ક્રૂર સજા આપવી યોગ્ય છે ? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તમારા મત મુજબ જો આપણું સંતાન કોઈને પ્રેમ કરે તો માતાપિતાએ શું કરવું જોઈએ તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Comment