ફક્ત 1 રૂપિયા 45 પૈસાનો આ શેર થઈ ગયો સીધો 82 રૂપિયાનો, માત્ર 6 મહિનામાં જ રોકાણકારોને કરી દીધા માલામાલ… જાણો કેટલું મળ્યું વળતર…

મિત્રો આજકાલ શેરોના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમજ જે લોકોએ વર્ષોથી અમુક કંપનીના શેર ખરીદી લીધા છે તેઓને આજે અનેક ગણું રીટર્ન મળી રહ્યું છે. આથી શેર બજાર એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મોટાભાગના લોકોની કિસ્મત ચમકી રહી છે. આજે અમે તમને એક એવા શેર વિશે વાત કરી રહ્યા છીએ જેનાથી લોકોને માત્ર 6 મહિનામાં 5550% નું રીટર્ન મળ્યું છે. 

ગ્લોબલ ઇકોનોમી કોરોના વાઇરસના નવા વેરિએંટથી લડી રહી હોવા છતા સ્ટોક માર્કેટને આવા રોકાણકારોને જબરદસ્ત ફાયદો પહોચાડ્યો છે. જે ખરીદો, બન્યા રહો અને ભૂલી જાઓ ની રણનીતિ પર કામ કરે છે. 2021માં ઘણા સ્ટોકનો મલ્ટિબેગર લીસ્ટમાં સમાવેશ થયો છે. તેમાં અમુક પેની સ્ટોક પણ છે. પ્રોસીડ ઈન્ડિયા એક એવું મલ્ટિબેગર પેની સ્ટોક છે. છેલ્લા 6 મહિનામાં આ બાયોટેક્નોલોજી કંપનીના સ્ટોક પ્રાઇસમાં 1.45 રૂપિયાથી લઈને 82 રૂપિયા પ્રતિ શેર સુધીની તેજી જોવા મળી છે. તેના વધારામાં આ શેર 56.50 ટકા ભાગ્યો છે.

જુઓ શેર પ્રાઇસ હિસ્ટરી : પ્રોસિડ ઈન્ડિયાના શેર પ્રાઇસ હિસ્ટરી પર નજર નાખો તો આ સ્ટોક પાછલા 1 મહિના દરમિયાન નફા વસૂલીના દબાવથી ચાલી રહ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન આ શેર 103 રૂપિયાથી ઘટીને 82 રૂપિયા પર આવી ગયો છે. એટ્લે કે આ અવધિમાં આ શેર લગભગ 21% જેટલો તૂટ્યો છે. તેમજ છેલ્લા 6 મહિનામાં આ શેર 1.90 રૂપિયાથી વધીને 82 રૂપિયે આવી ગયો છે આ અવધિમાં આ શેરમાં  4200% નો ઉછાળો જોવા મળ્યો છે. 

રોકાણકારો થયા માલામાલ : આ શેરમાં જેણે રોકાણ કર્યું છે તેઓ આજે માલામાલ થઇ ગયા છે. તેઓને લાખોની સંખ્યામાં નફો મળ્યો છે. આ મલ્ટિબેગર પેની સ્ટોક 20 મે 2021ના રોજ એનએસઇ પર 1.45 રૂપયે બંધ થયો હતો. તેમજ 2 ડિસેમ્બર 2021ના રોજ તેને 82 રૂપિયાના પોતાના ઇન્ટ્રાડે હાઇ થયો. એટ્લે કે લગભગ 6 મહિનાની આ અવધિમાં આ શેર લગભગ 5550% ભાગ્યો.

હવે જો આપણે આ શેરના ઇતિહાસ પર નજર નાખીએ તો જો આપણે 1 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા નાખ્યા હોય તો આજે તે 79,000 રૂપિયા રહી ગયા હોત. તેમ જ જો આપણે આ સ્ટોકમાં 6 મહિના પહેલા 1 લાખ રૂપિયા નાખ્યા હોય તો અત્યારે આપણને 43 લાખ રૂપિયા મળ્યા હોત. એવી જ રીતે જો કોઈ રોકાણકારે મે 2021 માં આ સ્ટોકમાં 1.45 રૂપિયાના સ્તરે 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને હજી સુધી રાખ્યા હોત તો અત્યાર સુધી તો આ 1 લાખ રૂપિયા 56.50 લાખ રૂપિયા થઈ ગયા હોત.

આમ શેર બજારમાં તેજી જોતા આજે દરેક લોકો તેના તરફ આકર્ષી રહ્યા છે અને થોડું કે વધુ રોકાણ જરૂર કરી રહ્યા છે. આ સાથે જ માર્કેટ પણ લોકોના આ રોકાણ પર આધાર રાખે છે. પણ શેર બજારમાં તમારે પૈસાનું રોકાણ કરીને ભૂલી જવાની રણનીતિ અપનાવવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment