મિત્રો આમ જોઈએ તો આપણા ભારત દેશમાં કોઈને વિવાદ અવશ્ય ચાલતો હોય છે. જેને લઈને લોકો અને મીડિયા બધા જ તેમાં ખુબ જ રસ લેતા હોય છે. તો તેવામાં આજે અમે તમને એક મંદિર વિશે જણાવશું. જેને દેશ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે મંદિર લગભગ અવારનવાર ચર્ચામાં આવતું હોય છે. આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. ઘણા વર્ષોથી આ મંદિર ખુબ જ વિવાદિત રહ્યું છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું છે. જેમાં હાલમાં જ એક વિવાદ સામે આવ્યો છે. તો મિત્રો ચાલો જાણીએ એ મંદિર ક્યાં આવેલું છે અને શું થયો છે વિવાદ.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ગઢડા સ્વામિનારાયણ મંદિર વિશે. મિત્રો ગઢડામાં આવેલું ગોપીનાથજી મંદિર ફરીવાર વિવાદમાં આવ્યું છે. જેમાં આ મંદિરના કોઠારી સહિત ત્રણ સંતો સામે ગઢડા મામલતદાર ઓફિસમાં લેખીત ફરિયાદ કરવામાં આવી છે. આ વિવાદ એક વૃક્ષના કારને સામે આવ્યો હતો. એવું જાણવા મળી રહ્યું હતું કે મંદિરમાં રહેલું પીપળાનું 100 વર્ષ જુનું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું. જેને લઈને ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ પટેલ દ્વારા મંદિરના ચેરમેન અને ત્રણ સંતો સામે ફરિયાદ કરી હતી જેને લઈને આ વિવાદ સામે આવ્યો હતો.

મિત્રો આખા ભારતમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરને ઓળખવામાં આવે છે. અહીં રહેલું મંદિર એક ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર કહેવાય છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ રહ્યા હતા અને ત્યાં તેમણે પોતાની કર્મભૂમિ કહી હતી. પરંતુ આ મંદિર ઘણા સમયથી વિવાદમાં છે. જે વિવાદ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચેનો છે. પરંતુ આ વર્ષે બંને પક્ષ વચ્ચે ચુંટણી કરવામાં આવી હતી અને દેવ પક્ષ આ મંદિરની સત્તા પર વિજય થયો હતો. પરંતુ આ ચુંટણી પહેલા 20 વર્ષથી આચાર્ય પક્ષ સત્તાને સંભાળી રહ્યો હતો.

ગઢડામાં એક અક્ષર ઓરડી છે અને તેની પાસે 100 વર્ષ જુનું એક પીપળાનું વૃક્ષ હતું. તો હાલમાં સત્તા પર દેવ પક્ષ છે. દેવ પક્ષના વહીવટદારોની આંખ નીચે આ વૃક્ષને કાપી નાખવામાં આવ્યું હતું. જેને લઈને આચાર્ય પક્ષના અને ગઢડા મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગત દ્વારા મામલતદારને લેખીત ફરિયાદ કરી છે. જેમાં ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન કોઠારી અને બીજા ત્રણ સંતો સામે ફરિયાદ કરી હતી. જેમાં સ્વામી હરીજીવનદાસજી (ચેરમેન ગોપીનાથજી મંદિર ગઢડા), સ્વામી હરિપ્રસાદદાસજી (આસિસ્ટન્ટ કોઠારી) તેમજ સ્વામી ભાનુપ્રકાશદાસજી સામે ફરિયાદ કરવામાં આવી છે. 

પરંતુ જે ફરિયાદ કરવામાં આવી છે તે સૌરાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ટેલીંગ ઓફ ટ્રીઝની એક્ટ અનુસાર ગઢડાના મેજિસ્ટર મામલતદારને નોંધાવી છે. જેમાં ફરિયાદી પાર્ષદ રમેશ ભગત દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, પીપળાના વૃક્ષને 100 વર્ષ થયા હતા અને તે વૃક્ષમાં હરિભક્તો ખુબ જ શ્રદ્ધા સાથે અમાસના દિવસે પાણી અર્પણ કરીને પૂજા અર્ચન કરતા હતા. પરંતુ આ વૃક્ષ કાપી નાખવાના કારણે બધ જ હરિભક્તોમાં પણ નારાજગી જોવા મળી છે અને કોઈ ટ્રસ્ટીને પણ જણાવવામાં આવ્યું નથી અને વૃક્ષનું છેદન કરી નાખવામાં આવ્યું.

પરંતુ આ વૃક્ષને લઈને હરિભક્તો દ્વારા પણ કહેવામાં આવ્યું કે, ગોપીનાથજી મંદિરમાં અક્ષર ઓરડી પાસે પીપળાનું વૃક્ષ હતું એ 100 વર્ષ જુનું હતું. જે ભગવાન સ્વામિનારાયણના સમયનું હતું. આ વૃક્ષ પર દર અમાસના દિવસે ભક્તો પાણી અર્પણ કરીને પિતૃ તર્પણ કરતા હતા. જેને કાપી નાખવાથી હરિભક્તો પણ ખુબ જ દુઃખી થયા છે. અને આ વૃક્ષને કાપવું તે ખુબ જ દુઃખની વાત છે.

પરંતુ આ મામલે ગઢડા મંદિરના ચેરમેન હરજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મને સવારે જ ખબર પડી કે આ વૃક્ષ કોઈ ઐતિહાસિક નથી અને તે ભગવાન સ્વામિનારાયણના સમયનું પણ નથી. જે હાલ માત્ર નડતરરૂપ જેના કારણે તેની ડાળીઓ કાપી નાખવામાં આવી હતી. પરંતુ આ વૃક્ષના મામલે મામલતદાર જણાવે છે કે ચેરમેન અને ત્રણ સંતો સામે ફરિયાદ કરવામ આવી છે જેની યોગ્ય તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here