ગુજરાતનું એક એવું ગામડું જ્યાં દૂધ મળે છે મફતમા.. અહી પૈસા માંગતા ડરે છે લોકો

ગુજરાતનું એક એવું ગામડું જ્યાં દૂધ મળે છે મફતમા.. અહી પૈસા માંગતા ડરે છે લોકો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ગુજરાતનું એક એવું ગામડું જ્યાં દૂધ મળે છે મફતમા..

મિત્રો આજ કાલ મોંઘવારી ખુબ વધી ગઈ છે. દિવસે દિવસે દરેક વસ્તુમાં ભાવ વધારો જોવા મળે છે. તો મિત્રો આપણે એવું કંઈ રીતે વિચારી શકીએ કે દુધ મફતમાં મળે ! મિત્રો આજે સારું એવું દૂધ તમે લેતા હોવ તો લગભગ તે 40 રૂપિયાનું લીટર તો આવતું જ હશે અને દુધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. તેમજ અન્ય રીતે પણ દૂધ આપણા રોજીંદા આહારના લેવાતું હોય છે. તો હવે તમે જ વિચારો કે આપણા દૂધનું બીલ કેટલું આવતું હોય છે. એક મહિનાનું ઓછામાં ઓછું 2 થી 3 હજાર તો આવતું જ હોય છે.

આ ઉપરાંત તમે દુધની સાથે સાથે જો દહીં અને છાશનું બીલ પણ ઉમેરી દો તો દૂધ, છાસ અને દહીં ત્રણેયનું થઈને ઓછામાં ઓછું 5000 તો બીલ આવે જ. પરંતુ આજે અમે એક એવી જગ્યા વિશે જણાવશું જ્યાંના લોકોએ આ વસ્તુ માટે એક પણ રૂપિયો નથી ચૂકવવો પડતો.

મિત્રો ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં રહેતા ગામવાસીઓને પોતાના દુધના બીલની કોઈ ચિંતા જ નથી. આટલી મોંઘવારીમાં પણ કચ્છના ધોકડા ગામમાં દૂધ મફતમાં મળે છે. આ ગામમાં દૂધ, દહીં, છાશ બધું જ મફતમાં મળે છે. આ ગામમાં જે લોકોને પણ ઘરે ઢોર ઢાખર છે તેઓ તેના દ્વારા મળતું દૂધ વહેંચતા નથી પરંતુ તેઓ આ દૂધ ગામના લોકોને આપી દે છે.

આજથી પાંચસો વર્ષ પહેલા આ ગામમાં એક મુસ્લિમ પીર સૈયદનાએ કહ્યું હતું કે ગામમાં શાંતિ અને સુખ જળવાઈ રહે તે માટે ગામમાં ક્યારેય કોઈએ દૂધ વહેંચવું નહિ. આ ગામમાં હિંદુ મુસ્લિમ દરેક ધર્મના લોકો રહે છે જે બધા જ આ વાતનું આજે પણ ખુબ સારી રીતે નિષ્ઠાથી પાલન કરે છે અને ગામમાં સ્થિત પીર સૈયદનાની દર્ગાને પણ ખુબ માનથી જુએ છે તેમજ તેમને ખુબ માને છે.

અહીં જે કુટુંબ પાસે ગાયો હોય છે તેઓ વધારાનું દૂધ ગામમાં જે લોકોના ઘરે દુજાણા ન હોય એટલે કે જેમના ઘરે ગાય ન હોય તેવા લોકોને તે વાધારનું દૂધ અપાય છે અને તે પણ સાવ મફતમાં, એક પણ રૂપિયો નથી લેવામાં આવતો. એટલું જ નહિ પરંતુ ઘરમાં જે દહીં, છાશ ઉપયોગમાં ન લેવાતું હોય તેને પણ અન્ય લોકોને વગર પૈસે આપી દેવામાં આવે છે. જો ગામવાળા લોકોને દૂધ આપી દે છતાં પણ જો દૂધ વધતું હોય તો તેવો તે દૂધ આજુ બાજુ વાળા ગામના લોકોને આપી દે છે અને તે પણ મફતમાં જ.

ગામના સરપંચ રઘુવીર જાડેજા કહે છે કે ગામના એક જમાઈએ અહીં તેમની ઈચ્છા વિરુદ્ધ જવાનું સાહસ કર્યું હતું અને તેણે ગામમાં દૂધ વહેંચવાનું શરૂ કર્યું ત્યાર બાદ તેનું મૃત્યુ થઇ ગયું. તે આ વાત પરથી જણાવે છે કે તેમના ગામની માન્યતા એકદમ સાચી અને સારી છે.

અહીં ગામમાં જે લોકોને ઘરે ગાયો અને ઢોર નથી તેમને પોતાના ઘરના સભ્યો માટે જેટલું જોઈએ તેટલું દૂધ મફતમાં મળી જાય છે. જેનાથી કુટુંબનો નિભાવ ખર્ચ ઓછો આવે છે. તો મિત્રો આ જમાનામાં પણ આવી દિલદારી એ ખુબ સારી અને સમજવા જેવી વાત છે જે આપણી જૂની સંસ્કૃતિની જાંખી કરાવે છે કે જ્યાં કોઈ પણ સ્વાર્થ વગર લોકોને દૂધ. છાશ મફતમાં અપાય છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!