શું તમે જાણો છો કે પગમાં પહેરવામાં આવતા બુટ પણ બદલી શકે છે નસીબ…. જાણો કંઈ રીતે….

શું તમે જાણો છો કે પગમાં પહેરવામાં આવતા બુટ પણ બદલી શકે છે નસીબ…. જાણો કંઈ રીતે….

માણસની ઓળખ તેના ચપ્પલ કે બુટ પરથી કરી શકાય છે આ વાત તો તમે જાણતા જ હશો. સામાન્ય રીતે વ્યક્તિના પગના બુટ કે ચપ્પલ પરથી સ્ટેટ્સ જાણી શકાય છે. પરંતુ તમે એ વાત નહિ જાણતા હોવ કે તમારા પગના બુટ કે ચપ્પલ તમારી કુંડળીના ગ્રહોને પણ પ્રભાવિત કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં માનવ જીવન સાથે સંબંધિત દરેક વસ્તુ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલી છે. તો તેવી જ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં બુટ અને ચપ્પલ શનિ ગ્રહથી સંબંધિત માનવામાં આવ્યા છે.

મિત્રો તમે આ વાતથી અજાણ હશો, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ક્યારેક બનતા કાર્યો બુટ કે ચપ્પલના કારણે બગડી જતા હોય છે. પરંતુ આપણે આ વાતથી અજાણ હોઈએ છીએ. તો આ પરિસ્થિતિમાં આપણે જાણતા હોઈએ કે ક્યારે કેવા બુટ કે ચપ્પલ પહેરવા જોઈએ તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે અને આપણા ઘણા કાર્યો સફળ રહે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુટ ચપ્પલ સંબંધિત બાબતો. જેના વિશે આજ સુધી તમે ક્યાંય પણ નહી જાણ્યું હોય.

મિત્રો આપણે ક્યારેય પણ ભેટમાં મળેલ બુટ કે ચપ્પલ પહેરવા જોઈએ નહિ. આ ઉપરાંત ચોરી કરેલ બુટ ચપ્પલ પણ ન પહેરવા જોઈએ. કારણ કે જો ભેટમાં મળેલ કે ચોરીના બુટ કે ચપ્પલ પહેરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય અટકી જાય છે અને તેથી તેના જીવનમાં તેની પ્રગતિ પણ અટકી જાય છે.

જ્યારે પણ તમે કોઈ ઈન્ટરવ્યું માટે જાવ અથવા તો નોકરીની શોધમાં જાવ તો ત્યારે તમારે ક્યારેય તૂટેલા કે સિલાઈ ઉખડી ગઈ હોય તેવા બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. આવા બુટ કે ચપ્પલ સફળતામાં વિઘ્નો ઉભા કરી શકે છે માટે તે બુટ કે ચપ્પલનો ઉપયોગ ન કરવો જોઈએ.

ઓફિસમાં કે નોકરીએ જતા હોવ ત્યારે ભૂરા રંગના બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. જો ત્યારે કોફી કે ભૂરા રંગના બુટ કે ચપ્પલ પહેરવામાં આવે તો બનતા કાર્યો પણ બગડી જાય છે.

બેન્કિંગ કે શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિઓએ કોફી રંગના કે ડાર્ક બ્રાઉન રંગના બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. આવા બુટ કે ચપ્પલ તેમના માટે અશુભ રહે છે.

મેડીકલ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ તેમજ લોખંડનું કામ કરતા વ્યક્તિઓએ ક્યારેય સફેદ રંગના બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. જો તે લોકો સફેદ રંગના બુટ કે ચપ્પલ પહેરે તો તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પાણી તેમજ આયુર્વેદિક સંબંધિત કાર્યોમાં જોડાયેલ વ્યક્તિઓએ બ્લુ રંગના બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. કારણ કે તે લોકો માટે બ્લુ રંગના બુટ કે ચપ્પલ અશુભ સાબિત થાય છે.

મિત્રો જીવનમાં ક્યારેય બુટ કે ચપ્પલ પહેરીને ભોજન ન કરવું જોઈએ. કારણ કે જો બુટ કે ચપ્પલ પહેરીને ભોજન કરવામાં આવે તો દુર્ભાગ્યમાં વૃદ્ધિ થવા લાગે છે. જેના કારણે આપણે કાર્યોમાં નિષ્ફળતાઓનો પણ સામનો કરવો પડે છે.

આ ઉપરાંત એક મહત્વની બાબત જણાવી દઈએ કે ઘરમાં ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં બુટ કે ચપ્પલ ન રાખવા જોઈએ. કેમ કે ઉત્તર-પૂર્વ દિશામાં ભગવાનનો વાસ હોય છે. અને ઉત્તર-પૂર્વ દિશાના ખૂણાને ઇશાન ખૂણો પણ કહેવામાં આવે છે. એટલા માટે ત્યાં બુટ કે ચપ્પલ રાખવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિના બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. તેનાથી ગ્રહો આધારિત તેની પનોતી આપણને લાગે છે. તેનાથી આપણા જીવનમાં મુશ્કેલી પણ આવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈ બીજા વ્યક્તિના બુટ કે ચપ્પલ ન પહેરવા જોઈએ. અને આપણા બુટ કે ચપ્પલ પણ કોઈને ન આપવા જોઈએ.

તો મિત્રો આ રીતે આપણા બુટ કે ચપ્પલ આપણું ભાગ્ય ખરાબ પણ કરી શકે છે તો બીજી તરફ બુટ કે ચપ્પલનો યોગ્ય ઉપયોગ ભાગ્ય ચમકાવી પણ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

 

Leave a Comment