ઉત્તર ભારતમાં પુરના કારણે લોકો ગંભીર સ્થિતિમાં, આ રીતે હોડીમાં વિતાવી રહ્યા છે જીવન.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, વર્ષ 2020 લગભગ આખી દુનિયા માટે ખુબ જ મોટું સંકટ બની ગયું છે. કેમ કે આખી દુનિયામાં એક વાયરસે લોકોને ત્રસ્ત કરી દીધા છે. તો એ સાથે દરેક લોકો માટે પણ વર્ષ 2020 કોઈને કોઈ મુસીબત સમાન બની ગયું છે. તો વર્ષે કોરોના વાયરસની સાથે ઘણી કુદરતી આફતો પણ બની છે. જેમાં હાલમાં જ પુરના કારણે ભારતના અમુક રાજ્યોમાં ખુબ જ વિકટ સ્થિતિ આવી હતી. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે લોકોએ પૂરના કારણે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

કોરોના વાયરસની સાથે સાથે આ દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યો પુર, વિનાશ અને નદીઓના પુર સાથે લડી રહ્યા છે. પરંતુ સૌથી ગંભીર હાલત બિહારની છે. એક તરફ  ખુબ જ વરસાદ અને બીજી તરફ નેપાળ દ્વારા છોડવામાં આવેલ પાણીના કારણે ઉત્તર બિહારમાં મોટું સંકટ છે. બિહારમાં લગભગ 10 થી વધુ જીલ્લાના લાખો લોકો આ મુસીબત સાથે લડી રહ્યા છે, જે ખુબ જ ગંભીર હાલતમાં ફસાયેલા છે.બિહારમાં વધુ કે ઓછું પુર, પરંતુ એક જેવી હાલત છે. સહરસાના સલખુઆ પ્રખંડમાં પૂર્વી કોશી તટબંધની અંદર ચાનન, કબીરા, અલાની, સમ્હરખુર્દ જેવી પંચાયતમાં હાલત ખુબ જ ખરાબ જોવા મળી રહ્યા છે. ત્યાં સ્કુલ પૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગઈ છે.આવનજાવન સૌથી મોટી મુસીબત બની ગઈ છે. સેંકડો એકરમાં ધાનનો પાક પાણીના કારણે નષ્ટ થઈ ગયો છે.

ત્યાંના જ મહિષી બ્લોકમાં પણ પુરની સ્થિતિએ બરબાદી શરૂ કરી દીધી છે. ચારેય બાજુ માત્ર પાણી જ જોવા મળે છે. ઘરનો સામાન પણ હોડીના સહારે વહન કરવામાં આવી રહ્યો છે. પાણીની વધતી લહેરો સાથે લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને વહન થવા લાગ્યા છે. આ વિસ્તારના લોકો બેબસ છે, કેમ કે પોતાના ઘરમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરેલું છે અને મજબુરી સાથે જિંદગી જીવવી પડી રહી છે.

દરભંગા શહેરમાં પણ લોકોની હાલત ખરાબ છે. કેમ કે ત્યાં આવેલ સદર થાણા ટાપુ બની ગયો છે. પોલીસના જવાનોને પણ હોડીનો સહારો લેવો પડે છે. સમસ્તીપુરમાં 200 થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જીલ્લાના બિથાન, હસનપુર સિંધિયા અને કલ્યાણપુર બ્લોકમાં 25 થી વધુ ગામ પુરમાં આવી ગયા છે.

મુજફ્ફરપુરમાં જૂની ગંડક નદીનો કહેર તૂટી પડ્યો છે. ઘણા દિવસોથી ત્યાંના લોકોની જિંદગી હતાશામાં પસાર થઈ રહી છે કે, કોની પાસે મદદ માંગે, કોને વિનંતી કરે અને ક્યાં જવું. જો કે આ વિસ્તારના લોકોએ આવી પરિસ્થિતિ પહેલી વાર નથી જોઈ. ઘણા બધા ગામો પુરથી અસરગ્રસ્ત છે. આવી સ્થિતિમાં લોકો પોતાની હોડી બનાવીને જિંદગીના કઠીન દિવસો વિતાવી રહ્યા છે. સુપૌલની પણ હાલત ખુબ જ ખરાબ છે. આ જીલ્લાએ પણ કોસી નદીનો પ્રકોપ સહન કરવો પડે છે. તેના ફોટો પણ જોવા મળે છે કે કેટલી મોટી આફત ત્યાં છે. હજારો ઘર પાણીમાં ડૂબી ગયા છે. સુપૌલમાં કોસી નદી ખુબ જ રોદ્ર સ્વરૂપમાં છે.

નેપાળથી લગાતાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જે મુસીબતને ખુબ જ વધારી રહી છે અને હાલાત ખુબ જ બગડતા નજર આવી રહ્યા હતા.તેવામાં લોકોને બચાવવા માટે NDRF અને ADRF ની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. મોતીહારી સડકો પર જાણે નદી વહેતી હોય એ રીતે પાણી વહી રહ્યું હતું અને અમુક જગ્યાએ રસ્તાઓ જ પાણીમાં વહી ગયા હતા. તો ત્યાં પણ ઘણા ગામો પર આફત આવી ગઈ હતી. પરંતુ બિહારમાં વધુ મુશ્કેલી ઉભી થઈ છે. કેમ કે નેપાળ દ્વારા જે પાણી છોડવામાં આવે તેનો સીધો સંબંધ બિહાર સાથે છે. 

Leave a Comment