લોહી પીનારા મચ્છરોને અટકાવવાના પાંચ બેસ્ટ ઉપાય, તમારી આસપાસ ફરકશે પણ નહિ.

વરસાદની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધ્યા કરે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોના પ્રજનન અને ઉત્પન્ન થતી બીમારીઓનો સમય હોય છે. ડેગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા ભંયકર રોગોથી ચેપ આ સિઝનમાં જ લાગે છે. દરેક રાજ્યની સરકાર આ સિઝનમાં મચ્છર ઉત્પન્ન થનારા ભયને કંટ્રોલ કરવા માટે પાવર સ્પ્રે અને ફોગિંગ મશીન સહિત અન્ય નુસ્ખાઓનો સહારો લે છે. જો કે પોતાના વિસ્તાર કે ઘરની આસપાસ મચ્છરોથી નિપટવા માટે લોકોએ જાતે જ યોગ્ય પગલા લેવા જોઈએ.

ચોમાસામાં મચ્છર ઘરની બહાર એકઠા થયેલા પાણીમાં ઝડપથી વધે છે. તેથી જ ઘરની બહાર વધારાનું પાણી એકઠુ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખો. પાણીના વાસણો જેમ કે, ડોલ, ટબ વગેરેમાં પાણી ભરેલુ ન રહેવા દો. આ વાસણોને સાફ કરીને કોરા કરીને રાખો. ઘરની બહાર વધારાનો કચરો ન રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખો.

ચોમાસાના સમયે ઘરમાં મચ્છરોથી છુટકારો મેળવવા માટે સ્પ્રેનો ઉપયોગ કરો. ઘરમાં મચ્છરોથી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો સ્પ્રે છે. જો કે આ સ્પ્રેનો ઉપયોગ ગાઈડલાન્સને ધ્યાનમાં રાખીને જ કરવો જોઈએ. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે તેઓએ સ્પ્રેનો ઉપયોગ ન કરવો જોઈએ. મચ્છરોનો નાશ કરવા માટે સ્પ્રેમાં ઘણા હાનિકારક કેમિકલ હોય છે, આ કોઈ પણ બ્રાંડના સ્પ્રેમાં હોય છે.ઘરમાં મચ્છરોથી છુટકારો મેળવવા માટે વિજળી કે બેટરીથી ચાલતા ‘ઇલેક્ટ્રિક ઇન્સેક્ટ ટ્રેપ’ની પણ મદદ લઈ શકો છો. મોસ્કિટો ટ્રેપ ખુબ જ સરળતાથી ઘરમાં ફેલાતા મચ્છરો અને જીવજંતુઓને નષ્ટ કરે છે. એક જ વખતમાં ઘણા મચ્છરોથી છુટકારો અપાવવા માટે આ ખાસ ઉપકરણ વિજળીના અવાજથી તમને થોડી મુશ્કેલી જરૂર થશે પરંતુ આ પદ્ધતિ કેમિકલ ફ્રી અને ઈકો-ફ્રેન્ડલી છે.

મચ્છરોથી મુક્ત રહેવા માટે ઘરમાં કપૂર, લસણ, કોફી, લવન્ડર ઓઈલ અને ફૂદીનો જરૂર રાખો. કોઈ વાસણમાં કપૂરને રૂમની આસપાસ આશરે 30 મિનિટ સુધી રાખો, ત્યાં સુધીમાં મચ્છર ગાયબ થઈ જાય છે. આ રીતે તમે નેચરલ વસ્તુઓ જે સરળતાથી તમારા ઘરમાં મળી રહે તેવી વસ્તુઓની મદદથી મચ્છરોને મારવાનો પ્રયત્ન કરો.

કેમિકલથી બનેલા સ્પ્રે મચ્છરોની સાથે-સાથે માણસો માટે હાનિકારક હોઈ શકે છે. તમે ઇચ્છો તો લોહી ચૂસનારા આ મચ્છરોનો નાશ કરવા માટે અમુક ખાસ પ્રકારના છોડ ઘરમાં રાખી શકો છો. આ છોડની સુંગધથી ઘરમાં મચ્છરોનું રહેવું મુશ્કેલ છે. તમે સિટ્રોલેના, લેમન બામ, મૈરીગોલ્ડ, લેવેન્ડ અથવા રોઝમૈરી જેવા છોડ લગાવી શકો છો.

Leave a Comment