2023 ના પહેલા જ દિવસે થશે આ 5 મોટા ફેરફાર… દરેક લોકોએ જાણવા જોઈએ આ અગત્યના સમાચાર.. નહિ તો ખિસ્સા પર પડશે માર…

મિત્રો વર્ષ 2022 પૂરું થવા આવી રહ્યું છે અને શરૂઆત થવા જઈ રહી છે નવા વર્ષની. 2023 નું સ્વાગત કરવા માટે તૈયારીઓ શરૂ થવા માંડી છે, પરંતુ નવું વર્ષ પહેલા દિવસથી જ પોતાની સાથે કેટલાક મોટા ફેરફાર (Rule Changes 2023) લઈને આવવાનું છે. જે સીધી રીતે તમારી ફાઇનાન્સિયલ હેલ્થ પર અસરકારક સાબિત થશે. તેથી આવનારા આ બદલાવ વિશે તમને જાણકારી હોવી અત્યંત જરૂરી છે. અમે એવા જ પાંચ મોટા બદલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એલપીજી સિલેન્ડરની કિંમતથી લઈને બેંક લોકર્સ સુધીના નિયમો નો સમાવેશ કરવામાં આવ્યો છે.

બદલાવ સાથે નવા વર્ષની શરૂઆત:- આમ તો દર મહિને નવા વર્ષની શરૂઆત પહેલી તારીખ પોતાની સાથે ઘણા બદલાવ લઈને આવે છે પરંતુ વર્ષના પહેલા થતા બદલાવ કંઈક વધારે જ ધ્યાન કેન્દ્રિત કરવા વાળા હોય છે જેનાથી આખા વર્ષનો અંદાજો લગાવી શકાય છે. 1 જાન્યુઆરી 2023 થી થતા મુખ્ય બદલાવો માં ગેસ સિલિન્ડર સીએનજી અને પીએનજી ની કિંમતોમાં બદલાવ આવી શકે છે. તેની સાથે જ આરબીઆઈ એ દિશા નિર્દેશો પ્રમાણે બેંક લોકર થી જોડાયેલા નિયમમાં બદલાવ આવશે. જ્યારે HDFC તેના ક્રેડિટ કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, ત્યારે GST ઈ-ઈનવોઈસિંગ માટેની મર્યાદા ઘટવા જઈ રહી છે. 1) પહેલો ફેરફાર: GST Invoicing ના નિયમ:- GST ઈ-ઈનવોઈસિંગ કે ઇલેક્ટ્રોનિક બિલના નિયમ એક જાન્યુઆરી 2023 થી ફેરફાર થશે. સરકારે ઈ-ઈનવોઈસિંગ માટે 20 કરોડ રૂપિયાની મર્યાદા ને ઘટાડીને પાંચ કરોડ રૂપિયા કરી દીધી છે. આ નિયમ 2023ના પહેલા દિવસથી લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ હવે એવા કારોબારીઓએ ઇલેક્ટ્રોનિક બિલ જનરેટ કરાવું જરૂરી રહેશે જેનો બિઝનેસ વાર્ષિક પાંચ કરોડથી વધારે નો છે. 

2) બીજો ફેરફાર: Bank Locker ના નિયમ:- ભારતીય રિઝર્વ બેંકની તરફથી જાહેર કરવામાં આવેલ દિશા નિર્દેશો પ્રમાણે પહેલી જાન્યુઆરી 2023 થી બેંક લોકર ના નિયમો ને લઈને નક્કી કરેલા નિયમોમાં બદલાવ લાવવા જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ બેંકો પર નિયંત્રણ લાગશે અને તેઓ ગ્રાહકો સાથે બેંક લોકરને લઈને મનમાંની નહીં કરી શકે. ત્યારબાદ બેંકો ની જવાબદારી વધારે વધી જશે કારણ કે. લોકર માં રાખવામાં આવેલા ગ્રાહકના સામાનને કોઈ કારણવશ કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી બેંકની રહેશે. જણાવીએ કે બેંકમાંથી ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી એક એગ્રીમેન્ટ સહી કરવાનું છે તેના દ્વારા ગ્રાહકો ને લોકર ના નિયમોમાં બદલાવ વિશે જાણકારી SMS કે અન્ય માધ્યમથી જણાવવામાં આવશે.3) ત્રીજો ફેરફાર : Vehicle ખરીદવા થશે મોંઘા:- જો તમે પણ નવા વર્ષમાં તમારા કે તમારા પરિવાર માટે ગાડી ખરીદવાનો પ્લાન કરીને બેઠા હોવ તો બની શકે છે કે તમારા ખિસ્સા પર વધારે બોઝ પડી શકે છે . વળી 2023 ની શરૂઆતથી જ Maruti Suzuki, MG Motors, Hyundai, Reno થી લઈને Audi અને Mercedes જેવી કંપનીઓ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. ટાટા તરફથી પોતાની કોમર્શિયલ ગાડીઓની કિંમત જાન્યુઆરી 2023 થી વધારવા નું જાહેર પણ કરી દીધું છે. 

4) ચોથો ફેરફાર : Credit Card ના નિયમ:- પ્રાઇવેટ સેક્ટરના બેંક એચડીએફસી એ પોતાના ક્રેડિટ કાર્ડ (HDFC Bank Credit Card) ના નિયમોમાં બદલાવ કરવાનો નિશ્ચય કર્યો છે. જે એક જાન્યુઆરી 2023 થી લાગુ થશે. જો તમે આ બેંક ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમારા માટે આ બદલાવ જાણવો જરૂરી છે. વળી એચડીએફસી ક્રેડિટ કાર્ડ ના પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઇન્ટ (Reward Points) ના રૂલ્સ ચેન્જ થવા જઈ રહ્યા છે. તમારા માટે એ સારું રહેશે કે તમે બધા રિવર્ડ પોઇન્ટની 31 ડિસેમ્બર 2022 સુધી ચુકવણી કરી લો.5) પાંચમો ફેરફાર : LPG-CNG-PNG ના ભાવ:- નવા વર્ષની શરૂઆતમાં LPG Cylinder-CNG-PNG કિંમતોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ તો તેલ, ગેસ કંપનીઓ દર મહિને પહેલી તારીખે ભાવનું સંશોધન કરે છે. પરંતુ નવા વર્ષ પર સરકારની તરફથી  સામાન્ય માણસને રાહત મળવાની આશા દર્શાવવામાં આવી છે. એવું એટલા માટે કારણ કે  છેલ્લા કેટલાક સમયથી કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જોતા દેશમાં નવા વર્ષમાં પેટ્રોલ ડીઝલ ની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

6) ફોન કંપનીના નવા નિયમ:- આ પાંચ મોટા ફેરફારો સાથે, 1 જાન્યુઆરી, 2023 થી, એક નવો નિયમ ફોન ઉત્પાદક કંપનીઓ અને તેની આયાત-નિકાસ કંપનીઓ માટે પણ આવશે.  આ અંતર્ગત કંપનીઓ માટે દરેક ફોનના IMEI નંબરનું રજીસ્ટ્રેશન જરૂરી રહેશે.  ટેલિકોમ્યુનિકેશન વિભાગે IMEI સાથે છેડછાડના મામલાઓ પર નિયંત્રણ લાવવા  માટે આ તૈયારી કરી છે.  વિદેશી પ્રવાસીઓ સાથે ભારતમાં આવેલા ફોનનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment