શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

પહેલેથી આપણે સાંભળ્યું હશે કે કાળો દોરો અથવા કાળું ટપકું કરવાથી નજર ન લાગે. આ ઉપરાંત ઘરમાં કોઈ બાળક બીમાર પડી જતું હોય આથવા તો રડતું હોય તો વડીલો તેને કાળો દોરો બાંધવાની સલાહ આપતા હોય છે અને કહેતા હોય છે કે, આ દોરો તેને ખરાબ નજરથી બચાવશે. આ રીતે હિંદુ ધર્મમાં પોતાને ખરાબ નજરથી બચાવવા  માટે કાળા દોરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત નજરથી બચવા માટે કાળુ ટપકું કરવામાં આવતું હોય છે.

પરંતુ મિત્રો તમે જોયું હશે કે અમુક મહિલાઓ પોતાના પગમાં તેમજ પગના અંગુઠામાં પણ કાળો દોરો બાંધતી હોય છે. પરંતુ શાયદ જ કોઈ જાણતું હોય છે કે પગના અંગુઠામાં બાંધવામાં આવતો કાળો દોરો નજરથી જ નહિ પણ અમુક ખાસ સમસ્યાઓથી પણ બચાવે છે. પગના અંગુઠામાં કાળો દોરો બાંધવાના ફાયદા જાણીને લગભગ દરેક સ્ત્રી અને પુરુષ બંને કાળો દોરો પહેરવાનું ચાલુ કરી દેશે.

મિત્રો પગના અંગુઠામાં કાળો દોરો પહેરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. વ્યક્તિની નાભી સાથે વ્યક્તિની 72000 નાડીઓ જોડાયેલી હોય છે. પરંતુ જ્યારે નાભી પોતાની જગ્યાએથી ખસી જાય છે ત્યારે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બને છે અને દવાખાનામાં ઘણા રૂપિયા ખર્ચી નાખે છે. છતાં પણ તેને આ સમસ્યા વારંવાર થતી હોય છે. ઘણી વખત તે સમસ્યા દવા પીવાથી પણ ઠીક નથી થતી.

નાભી ખસવાની સમસ્યા વધારે પ્રમાણમાં સ્ત્રીઓને થાય છે. નાભીના ખસવાથી તેનો સીધો પ્રભાવ આપણા શરીર પર જોવા મળે છે અને પેટ સંબંધી તેમજ અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. અને ઘણા પૈસા ખર્ચવા છતાં પણ આ સમસ્યા દુર નથી થતી. તેનું કારણ એ છે કે નાભી ખસવાથી જ્યારે શરીરમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉદ્દભવે તો તેનો સચોટ ઈલાજ છે નાભી ને પોતાની જગ્યા પર પાછી લાવવી. જ્યારે નાભી ખસી ગઈ હોય અને તેને પોતાની જગ્યા પર પાછી લાવવામાં આવે તો તે સમસ્યાઓ જડમુળથી જતી રહે છે.

મિત્રો આપણા શરીરની નાડીઓ એક બીજા અંગ સાથે જોડાયેલી હોય છે. તેથી જો તમે પગના અંગુઠામાં કાળી દોરી બાંધી લો તો નાનો એવો કાળો દોરો તમને નાભી ખસવાથી થતી સમસ્યાઓથી બચાવે છે. આ કાળો દોરો હંમેશા માટે તમને આ સમસ્યાથી બચાવે છે. સામાન્ય રીતે નાભી ખસવાથી પેટમાં ગેસ, પેટમાં હળવો દુઃખાવો રહેવો, વારંવાર થાક લાગી જવો, જાડા-ઉલટી થવા વગેરે જેવી અનેક સમસ્યાઓ થાય છે. તો તમને પણ જો આવી તકલીફ વારંવાર થતી હોય તો એક વાર પગના અંગુઠામાં કાળો દોરો બાંધી લો. ધીમે ધીમે તમને તફાવત જોવા મળશે. તમને જણાવી દઈએ કે પગના અંગુઠામાં જો કાળો દોરો બાંધીને રાખવામાં આવે તો પેટની માંસપેશીઓ મજબુત બને છે તેથી નાભી ખસવાની કે પેટ સંબંધી સમસ્યાઓ રહેતી નથી.

હવે દોરો ક્યાં પગના અંગુઠામાં અને કેવી રીતે બાંધવાથી વધારે લાભ થાય છે તે પણ જણાવી દઈએ.

મિત્રો આ દોરો તમારે શનિવારના દિવસે બાંધવાનો રહેશે. શનિવારના દિવસે એક નાનો સુતરાઉ કાળો દોરો લેવો અને તેને જમણા પગના અંગુઠામાં બાંધવો. આ રીતે કાળો દોરો બાંધશો તો નાભી સંબંધિત કોઈ સમસ્યાઓ નહિ રહે. મિત્રો આ રીતે દરેક સ્ત્રીઓએ પોતાના પગના અંગુઠામાં કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. કારણ આ સમસ્યા વધારે મહિલાઓમાં જ જોવા મળે છે. પરંતુ આજકાલ પુરુષો પણ આ સમસ્યાથી ઘેરવા લાગ્યા છે એટલા માટે આ ઉપાય તેમના માટે પણ કારગર છે.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment