માત્ર એક રૂપિયાનું પેમેન્ટ કરી લઈ શકો છો બાઈક અથવા સ્કુટી, આ બેંક આપી રહી છે ખાસ સુવિધા.

મિત્રો તમને સ્કુટી અથવા તો બાઈક તો ગમતી જ હશે. તેમાં પણ ખાસ કરીને છોકરીઓને સ્કુટી પસંદ જ હોય અને છોકરાઓને બાઈક ગમતી છે. પરંતુ આજકાલ સ્કુટી તેમજ બાઈકના ભાવ ખુબ જ વધી ગયા છે. તેમજ હાલ કોરોનાને કારણે બજારમાં મંદીનું વાતાવરણ જોવા મળે છે. તેવા સમયે જો તમે સ્કુટી કે બાઈક ખરીદવા માંગો છો, તો એક બેંક તમને ખુબ સારી સુવિધા આપે છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

જો તમે હવે આવતા તહેવારમાં સ્કુટી અથવા બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખુબ સારા સમાચાર છે. વાસ્તવમાં ફેડરલ બેંક આ માટે એક ખાસ સુવિધા આપી રહી છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ ગ્રાહક માત્ર 1 રૂપિયાના પેમેન્ટ પર ટુ-વ્હીલર ખરીદી શકે છે. ચાલો તો આ સ્કીમ વિશે જાણી લઈએ.

જાણવા મળતી માહિતી મુજબ ફેડરલ બેંક ગ્રાહકોને debit કાર્ડ EMI પર બાઈક અથવા સ્કુટર ખરીદવાની સુવિધા આપે છે. કહેવાનો અર્થ એવો છે કે ફેડરલ બેંક કાર્ડ ધારક જ આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, ગ્રાહક હીરો મોટોકોર્પ, હોન્ડા મોટરસાયકલ અને TVS મોટરના આખા દેશમાં કુલ 947 શો રૂમ માંથી કોઈ પણ શો રૂમથી ટુ-વ્હીલર ખરીદી શકે છે.

આ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે, આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પેપર વર્ક કરવાની જરૂર નથી, તેમજ તે માટે બેંકમાં પણ જવાની જરૂરત નથી. આ સુવિધા પૂરી રીતે ઓનલાઈન છે. જ્યારે પ્રોસેસિંગ ફીસ પણ નથી. debit કાર્ડ EMI ભરવા માટે બેંક ગ્રાહક 3/6/9/12 મહિનાનો સમયગાળો લઈ શકે છે.આ ઉપરાંત ફેડરલ બેંકના ગ્રાહક આ સુવિધા માટે યોગ્ય છે કે નહિ, તેની જાણકારી માટે “DC –સ્પેસ – EMI” લખીને ‘5676762’ પર SMS મોકલવાનો રહેશે. આ સિવાય ગ્રાહક ઈચ્છે તો ’7812900900’ પર મિસ કોલ પણ કરી શકે છે. એ દ્વારા ગ્રાહકને સંપૂર્ણ જાણકારી મળી જશે.

આ સિવાય ગ્રાહક હોન્ડા મોટરસાયકલના સ્કુટર તેમજ બાઈક ખરીદવા પર ફેસ્ટીવ ઓફર નીચે 5% કેશબેક પણ કરી શકે છે. આ માટે મીનીમમ ખરીદ કિંમત 30000 રૂપિયા હોવા જોઈએ. એક કાર્ડ પર મેક્સીમમ કેશબેક કિંમત 5000 રૂપિયા છે.

3 thoughts on “માત્ર એક રૂપિયાનું પેમેન્ટ કરી લઈ શકો છો બાઈક અથવા સ્કુટી, આ બેંક આપી રહી છે ખાસ સુવિધા.”

Leave a Comment