દીકરી સમયસર ઘરે ના આવતા પિતાએ ફોનથી કરી ટ્રેક….  પિતાની સામે આવી ચોકાવનારી ઘટના.. પિતાના ઉડી ગયા હોશ

દીકરી સમયસર ઘરે ના આવતા પિતાએ ફોનથી કરી ટ્રેક…. પિતાની સામે આવી ચોકાવનારી ઘટના.. પિતાના ઉડી ગયા હોશ

દીકરી સમયસર ઘરે ના આવતા પિતાએ ફોનથી કરી ટ્રેક…. પિતાની સામે આવી ચોકાવનારી ઘટના.. પિતાના ઉડી ગયા હોશ

મિત્રો આજે આપણે બધા જ જાણીએ છીએ કે લોકોને કોઈ પણ જગ્યાએ જવું હોય તો ખુબ જ સરળ થઇ ગયું છે. આજે લોકો કોઈ પણ જગ્યાએ આરામથી હરીફરી શકે. તેની પાછળનું કારણ છે વધતી જતી ટેકનોલોજી અને આધુનિકતા. આજે વાહન વ્યવહાર ખુબ જ જડપી વિકાસ કરી રહ્યો છે. તો આજે અમે તમને એક એવી બાબત જણાવશું જેને જાણીને તમે કોઈ પણ વાહનમાં બેસતા પહેલા 100 વાર વિચાર કરશો.

મિત્રો આજકાલ મોટા શહેરોમાં ઓલા ટેક્સી અને ઉબર ટેક્સીનો ખુબ જ સારો બીઝનેસ ચાલે છે. લોકો શહેરમાં જ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે પ્રાઈવેટ ટેક્સી ઉપયોગ કરે છે. જેમાં ઓલા અને ઉબર નામની બે કંપની દ્વારા ખુબ જ સારી સર્વિસ આપવામાં આવે છે. પરંતુ આજે અમે ઉબર ટેક્સીનો એક એવો કિસ્સો જણાવશું જેને જાણીને તમે અચંબિત થઇ જશો. આ લેખને વાંચ્યા બાદ તમે કોઈ પણ ટેક્સીમાં બેસતા પહેલા આ લેખને અવશ્ય વાંચવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓએ અને છોકરીઓએ.

આ ઘટના મિત્રો અમેરિકાના મેરીલેન્ડમાં બની હતી. અમેરિકામાં આવેલ મેરીલેન્ડના એક શહેર બાલ્ટીમોરમાં એક દીકરીના પિતાએ ઉબર ટેક્સી ડ્રાયવર પર આરોપ કર્યો હતો. તેની દીકરી કામથી બહાર ગઈ હતી. પરંતુ તે સમયસર પરત ન આવતા તેના પિતાએ દીકરીની તપાસ શરૂ કરી. ત્યાર બાદ દીકરીના પિતાએ તેની દીકરીને ટ્રેક કરી અને તેની દીકરીનું જે લોકેશન જાણવામાં આવ્યું  ત્યાં પહોંચ્યા. 

ત્યાં રસ્તાની સાઈડમાં એક ઉબરની ગાડી પડી હતી અને તેનો ડ્રાયવર અને દીકરી બંનેને વાંધાજનક અવસ્થામાં જોવામાં આવ્યા હતા. પરંતુ દીકરીના પિતાનું કહેવું છે કે ડ્રાયવર દ્વારા તેની દીકરી પર બળાત્કાર થતો હતો. આ આખા કેસને બાલ્ટીમોર કાઉન્ટી પોલીસ’સેકન્ડ ડીગ્રી રેપ’ તરીકે આ ઘટના બધાની સામે આવી હતી. આ કેસની તપાસ પણ ચાલુ થઇ ગઈ છે.

પોલીસે પણ જાણકારી આપતા કહ્યું છે કે, ” આ ઘટના બાલ્ટીમોર શહેરના મેયઝ ચેપલ ઉત્તરના વિસ્તારમાં બની હતી, અને આ ઘટના એક જાતીય અત્યાચાર પણ ગણવામાં આવે છે. દીકરીના પિતાએ બયાનમાં જણાવ્યું હતું. એક સાવ નિર્જન રસ્તામાં અને કોઈ માણસ જોવા ન મળે તેવા વિસ્તારમાં સડકની ખુબ જ નજીક 11.30 કલાકે એક કાર પાર્ક કરેલી હતી. દીકરીના પિતા ત્યાં કાર પાસે પહોંચ્યા તો તે કાર ઉબર કંપનીની હતી. અને અંદર જોયું તો ઉબરનો ડ્રાયવર અને તેની દીકરી બંને વાંધાજનકમાં પાછળની સીટમાં જોવા મળ્યા.

પરંતુ ડ્રાયવરે યુવતીની કોલેજ બેગને તેના પિતાના મોં પર ઘા કરી અને યુવતીને પણ ઉતારીને ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. ત્યાના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારે યુવતીના પિતા ગાડી પાસે પહોંચા અને ગાડીમાં બંનેને જોયા બાદ ગાડીનો દરવાજો ખોલવા કહ્યું ત્યારે યુવતી અને ડ્રાયવર બંને વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા અને દીકરીના બાપ વચ્ચે અને ઉબરના ડ્રાયવર વચ્ચે થોડી ઝપાઝપી પણ થઇ હતી. પરંતુ ડ્રાયવર ચકમો આપીને ત્યાંથી કાર લઈને ફરાર થઇ ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પર શંકા હતી તેને પકડી લેવામાં આવ્યો અને  તેની ઓળખ પણ થઇ ગઈ છે. પરંતુ તેના વિશે અને તેને હજુ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ યુવતીના પિતાએ દીકરીને કેવી રીતે ટ્રેક કરીને ગયા તેના વિશે કોઈ માહિતી બહાર નથી આવી. આ બાબત અંગે ઉબરને પણ નોટીસ આપવામાં આવી હતી અને તેમણે માંફી પણ માંગી હતી અને એ પણ જણાવ્યું હતું કે આ કેસમાં અમે તમારી સાથે છીએ. પોલીસને ગમે ત્યારે સહકાર જોઈએ મળતા રહેશે.

મિત્રો સુત્રોના આધારે લગભગ છેલ્લા ચાર વર્ષની અંદર ઉબરના 100 થી વધારે ડ્રાયવરો પર બળાત્કાર અને જાતીય સતામણીના કેસો દાખલ કરવામાં આવે છે. પરંતુ આ કંપની એવો દાવો છે કે લોકોની સુરક્ષા માટે હવે અમે કંપનીમાં નવા ફીચર્સમાં ઉમેરવાના છીએ. તો મિત્રો આ પ્રમાણે કોઈ પણ જગ્યાએ જાવ તો ખુબ જ સાવચેત રહેવું જોઈએ..

આવી ઘટના ઘણી વખત ટેકનોલોજીના કરને પણ બનતી હોય છે તો આ બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરો નીચે….

1 thought on “દીકરી સમયસર ઘરે ના આવતા પિતાએ ફોનથી કરી ટ્રેક…. પિતાની સામે આવી ચોકાવનારી ઘટના.. પિતાના ઉડી ગયા હોશ”

Leave a Comment