દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

શિક્ષક અને શિક્ષણનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ હોય છે. તેઓ માત્ર આપણને અભ્યાસ કરાવવા માટે જ નહિ, પરંતુ એ આપણી જિંદગીના અન્ય મહત્વના પાસાઓને પણ પ્રભાવિત કરે છે. આપણા બાળપણની ઘણી એવી વાતો હોય છે, જેની અસર આખી જિંદગીભર અસર રહે છે. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના નિર્માણમાં શિક્ષકનો ખુબ જ મહત્વનો ફાળો હોય છે. તો આજે અમે તમને આ લેખમાં એક સાચા શિક્ષક કેવા હોય તેના વિશે જણાવશું. એક રોલ મોડેલ શિક્ષકમાં ક્યાં ક્યાં ગુણો હોય તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

માતા-પિતા બાદ જો બાળક કોઈ પાસે સૌથી વધુ રહેતું હોય તો એ છે શિક્ષક. તેમજ બાળકોના જીવન ઘડતર માટે પણ શિક્ષકનું મહત્વ ખુબ જ અનેરું હોય છે. ટીચર બાળકોને માત્ર અભ્યાસ જ નથી કરાવતા પરંતુ તેને એક સારો માણસ, સારા વ્યક્તિત્વનું નિરૂપણ કરવામાં પણ મદદરૂપ થાય છે. અમુક વિદ્યાર્થીઓ માટે શિક્ષક રોલ મોડેલ પણ હોય છે.

મધ્યસ્થના રૂપમાં :બાળકો અને પેરેન્ટ્સની વચ્ચે મધ્યસ્થના રૂપમાં શિક્ષક કામ કરે છે. કેમ કે બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ કેવો છે તેની સંપૂર્ણ જાણકારી માત્ર એક શિક્ષક જ આપી શકે છે. તેવામાં બાળકનો વ્યવહાર, સ્કુલ બાદની પર્ક્રિયાઓને લઈને પણ શિક્ષક વિદ્યાર્થીને સાચી દિશા બતાવે છે. માટે બાળકો અને વાલીઓની વચ્ચે હોય છે, જે મધ્યસ્થનું કામ કરે છે. સલાહકારના રૂપમાં : શિક્ષક જે કોઈ બાળકોને અભ્યાસ કરાવે છે તેનો ઉપયોગ જીવનમાં કેવી રીતે કરવો તેના વિશે પણ વિશેષ માહિતી આપે છે. સાચા શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સાથે સાથે તેનામાં નૈતિક મુલ્યોનો પણ વિકાસ કરે છે, તેનાથી આજનો વિદ્યાર્થી એક દિવસ સામાજિક જીવનનો જવાબદાર નાગરિક બની શકે. માટે અભ્યાસ કરાવવાની સાથે સાથે શિક્ષક એક સારા એવા સલાહકાર પણ હોય છે.

અનુશાસનનો વિકાસ કરવો : એક શિક્ષકનું કામ હોય છે કે, તેઓ બળકોમાં બહેતર અનુશાસનનો વિકાસ કરે, તેનાથી તેઓ આગળ જતા ખુબ જ સારો માણસ બની શકે. આમ જોઈએ તો બાળકો બધા જ એવા કામોથી દુર ભાગતા હોય છે કે, જે ભવિષ્યમાં તેના માટે સારું હોય. પરંતુ તેમ છતાં બાળકો દુર ભાગે છે. પરંતુ તેમ છતાં શિક્ષક તેનામાં આ ગુણો ભરે છે અને વિદ્યાર્થીઓમાં અનુશાસન નીરુપે છે.રોલ મોડેલના રૂપમાં : ઘણા સમજદાર બાળકો પોતાના શિક્ષકને પોતાના આદર્શ અથવા તો રોલ મોડેલના રૂપમાં માને છે. તેવામાં શિક્ષકની જવાબદારી ખુબ જ મોટી છે. કેમ કે બાળકો માત્ર તેની કહેલી વાતોથી જ સીખે છે. પરંતુ તેના આચરણથી પણ શીખી રહ્યા હોય છે. એટલા માટે શિક્ષકોએ પોતાના વ્યક્તિને પણ સાફ અને નિઃસ્વાર્થ બનાવવું જોઈએ, તેનાથી આવનાર સમયમાં બાળકો શિક્ષકમાંથી શીખીને એક સારા સમાજનું નિર્માણ કરે છે.

Leave a Comment