નવા કપડાંમાથી સ્ટીકર કાઢવાની આ ટેકનીક જાણી લો, સ્ટીકર સરળતાથી ઉખડી પણ જશે અને ડાઘ કે ચીકાશ પણ નહીં રહે.

ઘણી વખત મહિલાઓ ડ્રેસ પર બનેલ પ્રિન્ટ અથવા લખાણને જોઈને તેને તરત જ ખરીદી લે છે. પણ એકથી બે વખત પહેર્યા અને સાફ કર્યા પછી ડ્રેસમાં રહેલ પ્રિન્ટ નીકળી જાય છે. ઘણી વખત અન્ય કારણોને લીધે પણ તે પ્રિન્ટ કે લખાણ દુર કરવા માંગે છે, કારણ કે તે ડ્રેસ તેમને ગમતો હોય છે. ત્યારે ઘણી વખત ડ્રેસની અધુરી પ્રિન્ટ રહી જાય છે.

ત્યારે આ પ્રિન્ટ દુર ન થવાથી ડ્રેસને કે કપડાનો ઉપયોગ નથી કરતા. જો તમે પણ આવું જ કરો છો તો હવે તમારે ડ્રેસ ફેંકવાની જરૂર નથી, કેમ કે આજે આ લેખમાં અમે તમને બે સૌથી ટીપ્સ વિશે જણાવીશું.

ઈસ્ત્રીની મદદથી દુર કરો : તમે ઈસ્ત્રીની મદદથી પણ થોડી જ મિનીટમાં ડ્રેસમાં રહેલ કોઈ પણ પ્રિન્ટને સરળતાથી દુર કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમે એક ઈસ્ત્રી, એક ગ્લાસ પાણી, સુતરાઉ કાપડ, અને એક સમતલ જગ્યા શોધી લો. સારું રહેશે કે આ માટે તમે કોઈ ફર્શને સીલેક્ટ કરો. અથવા તો ઈસ્ત્રી બોર્ડ લઇ લો.આ રીતે પ્રિન્ટ દુર કરો : સૌથી પહેલા તમે કપડાની અંદર કોઈ કાગળ અથવા એકથી બે પેપરને ફોલ્ડ કરીને સારી રીતે રાખી દો. પછી પ્રિન્ટ પર થોડું પાણી છાંટો અને એકથી બે પેપર પ્રિન્ટની ઉપર પણ મૂકી દો. બીજી બાજુ તમે સુતરાઉ કાપડને પાણીમાં ભીનું કરીને નીચોવી નાખો. પેપર મુક્યા પછી ઈસ્ત્રીની હીટને એકથી બે વખત સારી રીતે પ્રેસ કરો. પ્રેસ કર્યા પછી ઉપરથી પેપર દુર કરો અને ભીના કપડાથી સારી રીતે સફાઈ કરો. તમારા ડ્રેસમાંથી પ્રિન્ટ ગાયબ થઈ જશે. જો પ્રિન્ટ એક વખતમાં દુર ન થાય તો બીજી વખત આ પ્રક્રિયા કરો.

solvents / નેલ પેન્ટ રીમુવરનો ઉપયોગ કરો :

solvents અથવા નેલ પેન્ટ રીમુવરની મદદથી પણ તમે સરળતાથી ડ્રેસ પર રહેલ રબરની આછી ડિઝાઈનને દુર કરી શકો છો. ઈસ્ત્રીથી હાથ અથવા કપડા બળવાનો ડર રહે છે, પણ આ પદાર્થમાં કોઈ પણ પ્રકારનો ડર નથી રહેતો.આ રીતે દુર કરો : આ માટે સૌથી પહેલા સ્ટેપ 1 ની જેમ જ ડ્રેસની અંદર પણ કાગળ અથવા પેપરને ફોલ્ડ કરીને અંદર મૂકી દો. પેપર મુક્યા પછી પ્રિન્ટ પર ચારથી પાંચ ટીપા solvents લીક્વીડ નાખીને થોડી વાર માટે રહેવા દો. થોડી વાર પછી ચાકુની મદદથી પ્રિન્ટને ઘસો. તેનાથી સરળતાથી પ્રિન્ટ નીકળી જશે.

આ રીતે નેલ પેન્ટ રીમુવર અથવા એડહેસીવ રીમુવરને નાખીને  થોડી વાર રહેવા દો. પછી ચાકુથી ઘસો, તેનાથી ડ્રેસમાં રહેલ અધુરી અને આછી પ્રિન્ટ સહેલાઈથી દુર થઈ જશે. આ રીતે તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રેસની અધુરી પ્રિન્ટ ને દુર કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment