શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો શેર ખરીદવાની આ સરળ રીત, ફક્ત 5 મિનીટમાં જ બની જશો માર્કેટ એક્સપર્ટ અને નહિ આવે ખોટ…

મિત્રો દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે, તેને કોઈ સારા એવા શેર મળી જાય જેમાં તે રોકાણ કરીને સારું એવું રીટર્ન મેળવી શકે. પણ ઘણી વખત માહિતીના અભાવે આ શક્ય બનતું નથી. આથી આજે અમે તમને શેર પસંદ કરવાની કેટલીક સરળ રીતે વિશે જણાવશું.

મોટા ભાગના રિટેલર અથવા કહીએ સાધારણ માણસો અથવા કહીએ કે સાધારણ માણસો, મોટા ભાગે બીજાના કહેવા પર શેર બજારમાં રોકાણ કરતાં હોય છે, તેમને કોઈ કહે કે, આ સ્ટોક સારું રિટર્ન આપી શકે છે અને પછી તેઓ તેમાં પોતાની મોટી કમાણી લગાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે, જે કંપનીના સ્ટોકમાં તમે રોકાણ કરી રહ્યા છો, તેનો ધંધો કેવો છે ?

વાસ્તવમાં રિટેલ રોકાણકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને શેર બજારમાં રોકાણ કરે છે, કારણ કે તેમની દ્રષ્ટિ લોંગ ટર્મ માટેની હોય છે. પરંતુ તે છતાં મોટાભાગના રિટેલ રોકાણકારો વર્ષો સુધી રોકાણ કર્યા પછી પણ સારો ફાયદો મેળવી શકતા નથી. તેનું એક જ કારણ છે સ્ટોકની સરખી રીતે પસંદગી ન કરી શકવી.

માટે જ બીજાના કહેવા પર રોકાણ કર્યા પહેલા તમે ખુદ સરળતાથી સારા સ્ટોકની પસંદગી કરી શકો છો. સારા સ્ટોકમાં રોકાણ કરવાથી ભલે શોર્ટ ટર્મ માટે બજારમાં ઉતાર-ચડાવના કારણે શેર થોડો નીચે જતો રહે અને તમને તમારા પોર્ટફોલિયોમાં નુકશાન જોવા મળે. પરંતુ લોંગ ટર્મમાં હંમેશા સારા સ્ટોકમાં રિટર્ન આપવાની ક્ષમતા રહેલી હોય છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે, સ્ટોકની પસંદગી કોઈ સરળ કામ છે શું ? તેનો જવાબ છે – બિલકુલ સરળ કામ છે. તમે 5 મિનિટમાં પોતે સારા સ્ટોક ગોતી શકો છો. તેના માટે તમારે કંપનીના કારોબાર પર ફોકસ કરવું પડશે. જે સ્ટોકમાં તમે પૈસા લગાડી રહ્યા છો, તેનો કારોબાર સારો હોવો જોઈએ. બસ એક આ જ મહત્વની વાત છે, જેના આધારે તમે લાંબી અવધિમાં શેર દ્વારા મોટું રિટર્ન મેળવી શકો છો.

આવો જાણીએ, એક સ્ટોકમાં રોકાણ કરતાં પહેલા કંપનીના કારોબારમાં શું જોવું, જેથી તમે નક્કી કરી શકો કે તેમાં રોકાણ કરવું કે નહીં. તમે સરળતાથી કંપનીના કારોબારનું મૌલિક વિશ્લેષણ કરી શકો છો. કંપની નાની હોય કે મોટી, તમે થોડી જ મિનિટમાં તે કંપનીની ખાતાવહીને ચેક કરી શકો છો. જો કે મોટી કંપનીઓમાં રોકાણથી જોખમ ઓછું હોય છે.

પહેલું માપ : સૌથી પહેલ કંપનીના રેવેન્યુને જોવા. તે જોવું કે કંપની વર્ષમાં કેટલા રેવેન્યુ જનરેટ કરે છે. જો દર વર્ષે કંપનીના રેવેન્યુ વધતાં જતાં હોય તો માનો કે કંપનીનો કારોબાર સારો ચાલી રહ્યો છે.

બીજું માપ : હવે તેના પછી કંપનીની નેટ ઇન્કમ પર નજાર નાખો. જો એકધારી કંપનીની ઇન્કમ વધતી જતી હોય તો તેના પરથી ખબર પડે કે કંપની બધા ખર્ચાઓ બાદ કરતાં ફાયદામાં ચાલી રહી છે. જો મોટા રેવેન્યુ પછી પણ કંપનીની ઇન્કમ વધતી ન હોય તો તેવી કંપનીમાં રોકાણથી બચવું.

ત્રીજું માપ : તે પછી જે સ્ટોકમાં રોકાણ કરવા માંગો છો, તે કંપનીની સંપતિને પણ જરૂર ચેક કરવી. જો દર વર્ષે કંપનીની સંપતિમાં વધારો જોવા મળતો હોય તો તેનાથી ખબર પડે છે કે કંપની પોતાના કારોબારમાં વિસ્તાર કરી રહી છે.

ચોથું માપ : જો કંપની પાસે કેશ-ફ્લો સારો હોય અને દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો હોય, તો પછી તો સોને પે સુહાગા. તેનાથી સાફ ખબર પડે છે કે, કંપની બધા ખર્ચા બાદ કરીને પણ નફો મેળવી રહી છે. આટલી બેસિક જાણકારીથી તમે સ્ટોક પસંદ કરી શકો છો. જો કે કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરતાં પહેલા વિત્તિય સલાહકારની મદદ જરૂર લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment