પૃથ્વીની સૌથી નજીકનો બ્લેક હોલ થઇ રહ્યો છે ચમકદાર, જાણો દુનિયા પર તેની શું અસર થશે.

મિત્રો તમે ક્યાંકને ક્યાંક બ્લેક હોલ થીયરી વિશે જોયું, વાંચ્યું કે સાંભળ્યું હશે. બ્લેક હોલ એ અંતરીક્ષનો એક એવો ભાગ છે કે જ્યાં ભૌતિક વિજ્ઞાનનો કોઈ પણ નિયમ કામ નથી કરતો. આ ઉપરાંત આ હોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલું શક્તિશાળી હોય છે કે કોઈ પણ વસ્તુ તેના ખેંચાણથી બચી નથી શકતી. મિત્રો સૂર્ય પ્રકાશ પણ આ બ્લેક હોલમાં પ્રવેશ્યા બાદ પાછો નથી નીકળી શકતો. તે આપણી ઉપર પડતા બધા પ્રકાશને અવશોષિત કરી શકે છે. અને એટલા માટે જ તેને બ્લેક હોલ કહેવામાં આવે છે. આ બ્લેક હોલને આપણે સીધી રીતે જોઈ નથી શકતા.

થોડા સમય પહેલા એક શાંત બ્લેક હોલ સૈઝેટેરસ એ સ્ટારમાં હલચલ જોવા મળી હતી. તેની આસપાસનો વિસ્તાર પહેલાની તુલનામાં વધારે ચમકદાર જોવા મળ્યો હતો. આ વર્ષમાં તેની ચમક બમણી થઇ ગઈ છે .આ બ્લેક હોલની શોધ 24 વર્ષ પહેલા થઇ હતી. આ બ્લેક હોલ આકાશ ગંગાના મિલ્કી વે કેન્દ્રમાં સ્થિત છે. 10 એપ્રિલ 2019 ના રોજ વૈજ્ઞાનિકોની એક ટીમે બ્લેક હોલનો એક ફોટો જાહેર કર્યો હતો. આ ફોટો પૃથ્વીની સૌથી નજીક સ્થિતિ બે બ્લેકહોલ માંથી એક બ્લેકહોલ M-87 ની હતી. બીજા બ્લેક હોલનું નામ છે સૈઝીટેરસ. એ સ્ટાર છે, જે પૃથ્વીથી લગભગ 26000 પ્રકાશ વર્ષ દુર છે. એક પ્રકાશ વર્ગનો મતલબ છે કે સૂર્યની રોશનીની ગતિથી ચાલીને એક વર્ષમાં પૂરું કરેલું અંતર. પ્રકાશની ગતિ લગભગ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ કલાક હોય છે. એવું માનવામાં આવે છે કે આ બદલાવોની ધરતી કે આ આકાશગંગાના કોઈ પણ ગ્રહ પર અસર નહિ પડે.

તમને જણાવી દઈએ કે વિશ્વના અલગ અલગ દેશોના 347 વૈજ્ઞાનિકોની એક ટીમ બ્લેકહોલ પર કામ કરી રહી છે. આ ટીમના પ્રોજેક્ટ ડાયરેક્ટર વૈજ્ઞાનિક શેપ ડોએલેમાને કહ્યું કે જે રીતે 2019 માં બ્લેક હોલનો જે ફોટો આવ્યો છે, તે રીતે વર્ષ 2020 માં તેનો વિડીયો પણ જાહેર થશે. આ વિડીયો સ્પષ્ટ નહિ હોય, પરંતુ તેમાં આપણે જોઈ શકશું કે બ્લેકહોલ કંઈ રીતે આસપાસ રહેલા ગેસ અને તારાઓને પોતાની અંદર ખેંચી લે છે. તેમણે કહ્યું હતું કે આગળના દશકામાં બ્લેકહોલની ઉચ્ચ ગુણવત્તા વાળો ફોટો અને વિડીયો લેવાની ટેકનીકો બનાવવામાં આવશે. પરંતુ આ બ્લેકહોલ પહેલા કરતા વધારે ભૂખ્યો થઇ ગયો છે. એટલે કે આ બ્લેકહોલ પહેલાની તુલનાએ અત્યારે વધારે ઝડપથી પોતાની આસપાસની વસ્તુને પોતાની અંદર સમાવી રહ્યો છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિકોએ “બીગ ફીસ્ટ” એટલે કે મોટું ભોજન નામ આપ્યું છે.

આ બ્લેક હોલ પોતાની રીતે કોઈ પ્રકાશ નથી આપતો. પરંતુ જે વસ્તુ તે પોતાની અંદર સમાવી લે છે તે તેના પ્રકાશનો સ્ત્રોત બની જાય છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ગયા વર્ષે આ બ્લેકહોલ પાસેથી પસાર થયેલ SO2 નામના એક તારામાંથી નીકળેલો ગેસ હવે બ્લેકહોલમાં પહોંચ્યો હશે. તેથી અસામાન્ય રોશની દેખાઈ રહી છે. SO2 નો આકાર લગભગ સૂર્યના આકાર કરતા 10 ગણો મોટો છે. આ તારો બ્લેકહોલની ચારે બાજુ  16 વર્ષમાં એક ચક્કર પૂરું કરે છે.

વૈજ્ઞાનિકોએ તેની બીજી સંભાવના જણાવી છે કે આ બ્લેકહોલ પોતાના આકાર પ્રમાણે ઝડપથી મોટો થઇ રહ્યો છે. એવું પણ સંભવ છે કે વૈજ્ઞાનિકો પાસે બ્લેકહોલની રોશની માપવાનું જે ઉપકરણ હોય તે પર્યાપ્ત ક્ષમતા ન પણ માપી શકતું હોય. તેથી વૈજ્ઞાનિકોને તે રોશની સામાન્ય લાગતી હોય. એવામાં વૈજ્ઞાનિકોને પોતાના ઉપકરણો અપડેટ કરાવવાની જરૂર રહેશે. બ્લેકહોલ સૈઝીટેરસ એ સ્ટારનો આ અસામાન્ય વ્યવહાર વર્ષમાં ત્રણ વખત જોવા મળ્યો છે. 13 મેં આ બ્લેકહોલ બહારી વિસ્તાર પહેલાની તુલનામાં લગભગ બમણો ચમકદા હતો. મિત્રો અત્યારે ભલે બ્લેકહોલ પૃથ્વીથી ઘણો દુર હોય પરંતુ જો આ રીતે ઝડપથી પોતાની આસપાસની વસ્તુઓને પોતાની અંદર સમાવતો હોય તો વિચારો કે જો ક્યારેક એ પૃથ્વીની નજીક આવી જાય તો શું પરિણામ આવે…..!

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment