તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો કાન વિંધવવા તે એક પ્રથા કે ઉપચાર 💁

👂 મિત્રો આપણા હિંદુધર્મમાં અનેક રીતિરિવાજો અને પરંપરાઓ છે અને આ બધી પરંપરાઓ પાછળ કંઈકને કંઈક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. દરેક પરંપરા સ્વાસ્થ્ય કે કોઈ અન્ય રીતે આપણા જીવન માટે મહત્વની હોય છે અને આ પરંપરામાંની એક પરંપરા છે કાન વિંધાવવો.

Image Source :

👂 વૈજ્ઞાનિક કારણો અનુસાર કાનમાં એવો એક્યુપ્રેસર પોઇન્ટ હોય છે કે જે મન સાથે જોડાયેલ હોય છે. અને આમ પણ જ્યારે સ્કૂલમાં બાળકોને સજા કરવામાં આવે છે ત્યારે તેને કાન પકડવાની સજા કરાય છે. જેથી તેની માનસિક અને એકાગ્રતામાં વધારો થાય છે. જો કાનને વિંધાવવામાં આવે તો આવા કેટલાય શારીરિક લાભ થાય છે.

Image Source :

👂 આપણા સોળ સંસ્કાર માનો એક સંસ્કાર છે કર્ણ છેદન સંસ્કાર એટલે કે કાન વીંધાવવો. આપણા ગરૂડ પુરાણમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ કાન વીંધાવેલ ન હોય તે કોઈનો શ્રાદ્ધ કાર્ય કરી શકતો નથી. જો આવો વ્યક્તિ શ્રાદ્ધ કાર્ય કરે છે તો તે સફળ થતું નથી. આપણા આ સંસ્કાર મુજબ કાન વિંધવવાનું કાર્ય એ જન્મના છ મહિનાથી પાંચ વર્ષ સુધીમાં કરાવી શકાય છે.

Image Source :

👂 આ કાન વિંધાવવાની  પરંપરા કેટલાય વર્ષોથી ચાલી આવે છે. પહેલાના જમાનામાં માત્ર મહિલાઓ જ કાન વિંધાવતી હતી. પરંતુ આજના સમયમાં માત્ર મહિલા જ નહીં પુરુષો પણ હોય છે તમને ખબર છે કે આ  કાન વિંધાવવાથી  શું ફાયદા થાય છે અને તેનું મુખ્ય કારણ શું હોય છે કે મહિલાઓ કાન વિંધાવતી હોય છે. ચાલો મિત્રો જાણીએ કે કાન શા માટે વિંધાવવામાં આવે છે.

Image Source :

👂 કાન વિંધવાની એ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે.  ગુરુકુળના દરેક વિદ્યાર્થીએ આ કાન વિંધવાની પરંપરા નિભાવી પડતી હતી. કાન વિંધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધુ થાય છે. બ્લડ સર્ક્યુલેશન થવાથી તમારી માનસિકતાનો વિકાસ થાય છે મતલબ કે બૌધિક શક્તિમાં વધારો થાય છે. કાન વિંધવાથી તમારું મનોબળ ખુબ મજબૂત થાય છે. કાન વિંધાવવાથી પાચન શક્તિમાં પણ સુધારો આવે છે. જેથી નાનું આંતરડું સાફ રહે છે અને આપણા શરીરની ચરબી પર નિયંત્રણ પણ રહે છે. એવું પણ માનવામાં આવે છે કે કાન વિંધાવવાથી સાંભળવાની શક્તિમાં વધારો થાય છે.

Image Source :

👂 આમ તો મિત્રો કાન વિંધાવવો એ મહિલા અને પુરુષ બંનેને ફાયદાકારક હોય છે. કારણ કે કાનની બરોબર વચ્ચેના ખાસ પોઇન્ટને પ્રજનન માટે જવાબદાર માનવામાં આવે છે. આમ કાન વીંધાવવો એ પુરુષ માટે ફાયદાકારક સાબિત થાય છે અને મહિલાઓની અનિયમિત પિરિયડની સમસ્યા દૂર થાય છે.

Image Source :

👂 ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે જે પુરુષો કાન વિંધાવે છે તેને લકવા થવાની સંભાવના ખુબ જ ઘટી જાય છે અને કાન વિંધાવાથી  harniya અને hydrosil જેવી બીમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે. આમ આ કાન વિંધાવવો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

👂 મિત્રો અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે કાન  વિંધાવ્યા બાદ જો તમે નકલી ઘરેણા પહેરો છો તો તમને નુકશાન થઈ શકે છે. જો તમે સોનું, ચાંદી કે હીરો પહેરો છો તો તમારા સ્વાસ્થ્ય પર ખુબ સારી અસર કરે છે. તો મિત્રો કાન વિંધાવવા તે એક પ્રથા છે પણ સાથે સૌથી મોટો ઉપચાર છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment