વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન….જાણો શું હતો ભગવાનનો જવાબ…

મિત્રો મહાભારતના દરેક પ્રસંગો વ્યક્તિને કોઈને કોઈ રીતે જીવનમાં ઉપયોગી સાબિત થાય છે અને તેની દરેક ઘટના પાછળ કોઈને કોઈ તથ્ય છુપાયેલું હોય છે. તેવી જ રીતે એક શર્મનાક ઘટના મહાભારતમાં બની હતી, તે હતી દ્રૌપદી ચીરહરણ. મિત્રો આપણે બધા જ જણીએ છીએ કે મહાભારતમાં સૌથી વધારે અન્યાય કોઈ પાત્ર સાથે થયો હોય તો તે છે દ્રૌપદી.

કોઈ પણ સ્ત્રીને પોતાના પરિવારજનો અને પતિની સામે અને બીજા પુરુષોની સામે વસ્ત્રહીન કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય અને તેવા સમયે તેના પરિવારજનો કે પતિમાંથી કોઈ પણ તેને બચાવે નહિ અને બધા મૌન રહીને બેઠા રહે, તો તેનાથી મોટું સ્ત્રીનું અપમાન બીજું એક પણ ન હોય. દ્રૌપદીનું મહાભારતમાં એક ભરી સભામાં કે જ્યાં એક નહિ પરંતુ પાંચ પાંચ પરાક્રમી પતિ ઉપસ્થિત હતા, તેના પરિવારના વડીલો પણ ઉપસ્થિત હતા, ત્યાં તેમનું દુશાસન અને દુર્યોધન દ્વારા વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હતો અને બધા મૌન થઈને બેઠા હતા.

દ્રૌપદીની આવી પરિસ્થિતિમાં જ્યારે સૌથી શ્રેષ્ઠ ધનુર્ધારીએ પણ દ્રૌપદીને બચાવવાનો પ્રયત્ન ન કર્યો અને હજાર હાથીઓનું બળ ધરાવતા ભીમેં પણ કૌરવોને મારવાની પ્રતિજ્ઞા લઈને બેસી ગયો અને દ્રૌપદીને બચાવી નહિ. ત્યારે ની:સહાય દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર દ્વારીકાધિશ કહીને મદદ માટે બોલાવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભરી સભામાં દ્રૌપદીની માન અને મર્યાદાની રક્ષા ચીર પૂરીને કરી હતી.

આ ઘટના બાદ જ્યારે દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણ એકબીજાને મળ્યા ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે, તમે તો મને પોતાના સખી માનો છો, તો પછી તમે મારા સ્વાભિમાનની રક્ષા કરવામાં આટલો વિલંબ શા માટે કર્યો. જ્યારે દુ:શાસન મારા વાળને ખેંચીને મને ભરી સભામાં લઇ જતો હતો ત્યારે તમે મારી રક્ષા કરવા કેમ ન આવ્યા.

આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જણાવ્યું કે “તે મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખ્યું નહિ, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં હું ન હોવ. ભગવાન શ્રી કૃષ્ણ આગળ જણાવતા કહે છે કે, હું મારા ભક્તોની મનની ભાવના અનુસાર બની જાવ છું, હકીકતમાં હું ક્યાંય જતો પણ નથી અને ક્યાંય આવતો પણ નથી, કારણ કે હું દરેક સ્થાન પર હાજર રહું છું. તે મને વારંવાર દ્વારિકાધીશ કહીને બોલાવ્યો તેથી મારે દ્વારિકાથી હસ્તિનાપુર તને બચાવવા માટે આવવું પડ્યું. પરંતુ જો તે મને સર્વવ્યાપી ભગવાન શ્રી કૃષ્ણ કહીને મદદ માટે બોલાવ્યો હોત તો મારે આવવામાં જે વિલંબ થયો તે ન થયો હોત.”

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા અને તે પોતાના અપમાનના બદલાની વાત પર ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચર્ચા કરવા લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે “હું ઈચ્છું તો તારા અપમાનનો બદલો અત્યારે જ લઇ શકું છું, જો હું ઈચ્છું તો અત્યારે જ હસ્તિનાપુરની સભામાં ઉપસ્થિત તારું અપમાન કરનાર અને મૌન રહીને જોનારને અત્યારે જ સજા આપી શકું છું. પરંતુ તારા પતિઓએ પણ સભામાં મૌન રહીને તારું અપમાન જોયું. તેથી તેને પણ તે કાર્યની સજા મળવી જોઈએ. માટે તેમની સજા એ છે કે તે પણ આ કાર્યની સજા રૂપે વનવાસ ભોગવીને બદલાની અગ્નિમાં સળગે અને પરત ફર્યા બાદ કૌરવોનું ખુન વહાવીને તારા અપમાનનો બદલો લે.”

મિત્રો પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના સૌથી પ્રિય હતા તો પણ તેણે કર્મ ભગવવું પડ્યું હતું. તો મિત્રો આપણે પણ આપણા દરેક કર્મનું ફળ ચુકવવું પડે છે. એટલા માટે હંમેશા કોઈ પણ ખરાબ કામ ન કરવું જોઈએ. નહિ કર્મ ક્યારેય પણ મનુષ્યને છોડતું નથી.

તો મિત્રો તમારું શું કહવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવો. જો કર્મમાં માનતા હોવ અને શ્રી કૃષ્ણના ભક્ત હોવ તો કોમેન્ટ કરજો “જય શ્રી કૃષ્ણ”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment