કોરોનાથી સાઝા થયા બાદ ધ્યાન રાખો આ ખાસ બાબતોનું, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં.

કોરોના વાયરસમાંથી સ્વસ્થ થઈ ગયા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી બની રહી છે. આ એન્ટીબોડી શરીરને ફરીવાર સંક્રમણના સંપર્કમાં આવવાથી બચે છે. જો કે ઇમ્યુનિટી શરીરમાં ક્યાં સુધી રહે છે, તેના પર અત્યાર આખી દુનિયામાં બહેસ શરૂ છે. તેવા મામલા પણ સામે આવ્યા છે કે, જેમાં લોકો ઠીક થઈ ગયા પછી પણ ફરીવાર કોરોના સંક્રમિત થઈ ગયા છે.

કોરોના વાયરસથી બીજી વાર સંક્રમિત થવા વાળામાં વૃદ્ધ અથવા તો એવા લોકો છે જે સ્વસ્થ થઈ ગયા બાદ લાપરવાહી કરતા હોય. આમ તો માસ્ક, સામાજિક દુરી અને હાથ ધોવા જેવા નિયમો બધા માટે છે પરંતુ કોરોના વાયરસમાંથી સ્વસ્થ થયેલા લોકોએ અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે અમે તમને અમુક ખાસ બાબતો જણાવશું જેનું ધ્યાન રાખવું ખુબ જ આવશ્યક છે.

નિયમિત એકસરસાઈઝ કરવી : કોરોના વાયરસમાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં શરીર ખુબ જ કમજોર થઈ જાય છે. તેવામાં એકસરસાઈઝ કરવામાં ખુબ જ પરેશાની મહેસુસ થાય છે. પરંતુ ધીમે ધીમે કરીને તમે તમારું રૂટીન બનાવી શકો છો. રોજ એકસરસાઈઝ કરવાથી તમે માનસિક અને શારીરિક બંને રીતે ફિટ રહેશો.પોષ્ટિક ભોજન લેવાનું રૂટીન બનાવો : પોતાના ભોજનમાં વધુમાં વધુ પોષ્ટિક વસ્તુને શામિલ કરો. તેનાથી તમારી સેહ્દમાં ખુબ જ ઝડપથી સુધારો આવશે. કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકોની ભોજન કરવાની રૂચી ખતમ થઈ જાય છે, જેના કારને વજન ખુબ જ ઝડપથી ઓછું થઈ જાય છે અને કમજોરી પણ થવા લાગે છે. જરૂરિયાત કરતા વધારે ભોજન ન કરવું જોઈએ. એ ધ્યાન રાખવાનું કે તમારી બોડી હજુ ઠીક થવાની પ્રક્રિયામાં છે.

યાદશક્તિ વધારતી એક્ટીવીટી કરો : કોરોના વાયરસ મેમરી સેલ્સને પણ નુકસાન પહોંચાડે છે. પોતાની યાદશક્તિ વધારવા માટે પઝલ્સ અથવા કોઈ એવી ગેમ રમો, જેમાં દિમાગનો વધુ ઉપયોગ થતો. પહેલા આસાન ગેમથી શરૂઆત કરો અને ધીમે ધીમે તેનું લેવલ વધારો.ધીમે ધીમે આગળ વધો : કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સામાન્ય જિંદગીની તરફ આગળ વધવા માટે જલ્દબાજી ન કરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે હાલમાં જ એક એવા વાયસરનો મુકાબલો કર્યો છે જેણે તમારી ઈમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે. તમે થોડો સમય આપો અને ધીમે ધીમે પોતાની જૂની દિનચર્યામાં ચાલવાની કોશિશ કરો.

ચેતવણી વાળા સંકેતોને સમજો : માથાનો દુઃખાવો હોય અથવા થાક, કોરોનાથી ઠીક થયા બાદ પણ જો આ પ્રકારની કોઈ પણ સમસ્યા તમને મહેસુસ થાય છે તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરો. તમારા ડોક્ટરનો સંપૂર્ણ સંપર્ક કરો અને તેના લક્ષણોની પણ જાણકારી આપો.

બીજાની પણ મદદ કરો : તમારી ઠીક થવાની પ્રક્રિયામાં બીજાને પણ શામિલ કરો. આ વાતને સમજો કે, અત્યારે તમારે વધુમાં વધુ આરામ કરવાની જરૂર છે. તેવામાં કોઈ પણ પ્રકારની જરૂરિયાત મહેસુસ થવા પર પોતાના પરિવારના લોકો અથવા મિત્રોની મદદ લો. તેનાથી તમને આરામ મળશે, સાથે જ લોકોની સાથે તમારા સંબંધ પણ મજબુત થશે.

Leave a Comment