આ 5 વસ્તુ થી ખબર પડશે તમારા પાર્ટનર તમારા થી હજુ ઇનસિક્યોર છે … જાણો એ સમયે શું કરવું.. કપલ્સ માટે ખુબ જરૂરી માહિતી

ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણો પાર્ટનર ઇનસીક્યોર છે કે નહિ. અહિયાં ઇન્સીક્યોરનો અર્થ એવો થાય છે કે, તામારા પાર્ટનરને તમારા પર પુરતો વિશ્વાસ છે કે નહિ. એટલે કે તમારા પાર્ટનર શંકાશીલ સ્વભાવના તો નથી ને. જો તમને અથવા તો તમારા પાર્ટનરને એવું લાગતું હોય તો તમને એ વિશે સમાધાન આ લેખમાં મળી જશે.

ઘણીવાર એવું બનતું હોય છે કે, તમારી અને તમારા પાર્ટનર વચ્ચે મજબુત સંબંધ છે પરંતુ તેમાં ધીમે-ધીમે તણાવ આવી રહ્યો છે, તો એ તણાવનું કારણ શું છે ? એવી તો કંઈ બાબતો છે જે તમારી વચ્ચે દુરી ઉભી કરે છે ? આ બધા જ સવાલો જવાબ જો તમને નથી મળી રહ્યો તો આ લેખ જરૂરથી વાંચો તમારા મનનું સમાધાન થઈ જશે.

જો તમારા પાર્ટનર સાથે તમારો સંબંધ ખુબ જ પારદર્શિત છે તો એ જીવનને ખુબ જ સુખમય બનાવે છે. જેના માટે આખી જિંદગી ઓછી પડે છે. પરંતુ જો એવું કંઈ પણ નથી તો ઘણા પ્રોબ્લેમ ઉભા થાય છે. ઘણીવાર કપલ્સ ઘણી નાની એવી વાતોને લઈને પોતાને ઇનસીક્યોર માનવા લાગે છે. પરંતુ આ અસુરક્ષાએ કંઈ ખરાબ વાત નથી, પરંતુ જો તેનું પ્રમાણ વધી જાય તો તમારા સંબંધને તે ખરાબ કરી શકે છે. આથી જ જો તમારો પાર્ટનર આવી 5 હરકતો કરે છે તો તમારે ધ્યાન દેવું જરૂરી છે.

એ તમને ક્યારેય એકલા નથી મુકતા : આ ભાવના જો તમને તમારા પાર્ટનરમાં જોવા મળે તો તેનો ઉપાય કરવો ખુબ જરૂરી છે. તમારો પાર્ટનર હંમેશા તમારી સાથે રહે છે, તમને ક્યારેય એકલા નથી મુકતા, તો તમારો પાર્ટનર ઇનસીક્યોર હોઈ શકે છે. તેને હંમેશા એ વાતનો ડર રહે છે કે તમે કોઈને હળોમળો છો તો તે તમારાથી દુર થઈ જશે અને આ ડરને કારણે જ તે તમને કોઈ પણ રીતે એકલા નથી છોડતા. જો તમારી લાઈફમાં પણ આવું કઈ થઈ રહ્યું છે, તો તમારે તેમને એ અહેસાસ અપાવવો પડશે કે તમારી લાઈફમાં એ જ મહત્વપૂર્ણ છે. તેનાથી બીજું કોઈ વિશેષ નથી.

તમારા પ્લાન વિશે હંમેશા પૂછપરછ કરે છે : આ એક ઇન્સીક્યોરીટીની સૌથી મોટી નિશાની છે કે તમારો પાર્ટનર વારંવાર એ જાણવાનો પ્રયત્ન કરે છે કે તમે ક્યાં જવાના છો, ક્યારે જવાના છો, કોની સાથે જશો કે પછી એકલા જ જશો વગેરે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તેનો ઉપાય એ છે કે તમારા પાર્ટનરના પૂછવા પહેલાં જ તમારા પ્લાન વિશે જણાવી દો.

તમારું ધ્યાન વારંવાર પોતાની તરડ ખેંચવું : પાર્ટનરનું ધ્યાન પોતાના તરફ જ રહે તે માટે તમારી કેર કરે વગેરે, દરેક પાર્ટનર ઈચ્છે છે. પરંતુ જ્યારે તમે કોઈ કામ કરતા હો અથવા તો પોતાના પરિવાર સાથે બીઝી હો ત્યારે તમારો પાર્ટનર પોતાની બાજુ ધ્યાન ખેંચવા માટે પ્રયત્ન કરે તો તે નિશ્ચિત રૂપે ઇન્સીક્યોરીટી અનુભવે છે. આ સમયે તમે તમારા પાર્ટનરને સમજાવો કે તમારા માટે તમારું કામ, પરિવાર અને સંબંધ ત્રણેય મહત્વ ધરાવે છે.

વાતવાતમાં એક્સને લાવવી : જો તમારા સંબંધમાં વારંવાર એક્સની વાત આવે છે, તો તે નિશ્ચિત રૂપે અસુરક્ષા અનુભવે છે. તમારા પાર્ટનર પોતાના એક્સની વાત કરીને તમારું ધ્યાન પોતાની બાજુ કરવાનો પ્રયત્ન કરે છે તો તે ઇન્સીક્યોરીટી અનુભવે છે. આ સમયે તમારા પાર્ટનરને સમજાવો કે પોતાના એક્સની ચર્ચા કરવાની જરૂર નથી.

વારંવાર પોતાના પ્રેમનો સ્વીકાર કરવો : એવું બનતું હોય છે કે, પાર્ટનર વારંવાર પોતાના પ્રેમનો સ્વીકાર કરીને તમારી પાસે પણ આવું જ સાંભળવા માંગે છે. આમ પાર્ટનરનું કરવું તે પણ ઇન્સીક્યોરીટી જ છે. આ સમયે પાર્ટનરને સમજાવો કે તમને પણ તેના પ્રેમનો અહેસાસ છે અને તેણે પણ તમારા પર વિશ્વાસ કરવો જોઈએ.

આમ આ રીત અપનાવી તમે તમારો સંબંધ મજબુત કરી શકો છો અને એક ખુબસુરત જિંદગી જીવી શકો છો.

Leave a Comment