દવાઓને ક્યારેય પણ આ રીતે ન લેવી જોઈએ.. ફાયદાની જગ્યાએ કરશે નુકશાન.

માથું દુઃખે છે, પેટમાં દુઃખે છે, કે પછી પગ દુઃખે અથવા તો તાવ કે શરદી હોય અને જો ફટાફટ સારું થવું હોય, તો ડોક્ટર પાસે જઈને લોકો તરત જ tablet લઇ લેતા હોય છે. પરંતુ ઘણીવાર આપણે વધુ પડતું ડહાપણ કરીને આપણી રીતે જ દવાઓ લઈ લેતા હોઈએ છીએ. તો આજે તમને એક એવી વાત જાણવા જઈ રહ્યા છીએ જે દરેક લોકોએ જણાવી ખુબ જ આવશ્યક છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

સામાન્ય રીતે ઉપર જે વાત કરવામાં આવી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ સમસ્યા ત્યારે ઉદ્દભવે છે જ્યારે ટેબ્લેટ કોઈ વિશિષ્ટ પ્રકારે બનતી હોય છે અને જેને તોડવાની મનાઈ કરવામાં આવી હોય છે. એટલે કે આપણે જાતે ઘણી વાર આપણા ખુદના ડહાપણથી મેડીકલ પરથી દવાઓ ખરીદી લેતા હોઈએ છીએ. જેના પાવર વિશે આપણને જાણ પણ નથી હોતી. આ વિશે વધુ વાત કરીએ તો ઘણી બધી ગોળીઓ સસ્ટેઇનથી મુક્ત હોય છે. તેનો અર્થ, કે તે પેટમાં સમય જવાની સાથે જ ઓગળતી નથી, પરંતુ ધીમે ધીમે ઓગળે છે. આ પ્રકારની ટેબલેટ્સ તેની અસર ધીમે ધીમે બતાવે છે. આવી ગોળીઓ પર એક વિશેષ પ્રકારનું કવર આપવામાં આવે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે લોકો કોઈ દવા હોય તેના રેપરને તોડીને અડધી દવા ખાઈ લેતા હોય છે અને અદડી દવાને ફરી રેપરમાં મૂકી દેતા હોય છે અને પછી જરૂર પડે ત્યારે ફરી તેને ઉપયોગમાં લેતા હોય છે. તો તમને જણાવી દઈએ કે આ રીતે ટેબ્લેટને અડધી લેવામાં આવે તો તેની અસર આપણા શરીરને થતી નથી. પરંતુ તે આપણા માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત એવું પણ બનતું હોય છે કે એવી ઘણી બધી ગોળીઓ હોય છે, જે પેટમાં થોડી જ ઓગળે છે અને ત્યારબાદ શરીરમાં થોડી વધુ અંદર આંતરડામાં જાય છે. આવી દવા પર વિશેષ પ્રકારનું કવર પણ આપવામાં આવે છે.

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે જે ગોળીઓ તોડીને ખાઇ શકાતી હોય છે. તેની મધ્યમાં એક નિશાન હોય છે, જ્યાંથી તે તોડીને ખાઈ શકાય છે, એટલે કે જો કોઈ ટેબ્લેટ અડધી લઇ શકાય તેમ હોય તો તેની વચ્ચે એક લાઈન હોય છે. જ્યાંથી તેને તોડી શકાય છે. જો આવા કોઈ નિશાન ન હોય તો તે દવાની ટેબ્લેટને ક્યારેય બે ભાગ કરીને ખાવી ના જોઈએ. ઘણા લોકો પોતાની જાતે જ કોઈ પણ ટેબ્લેટ ના બે ભાગ કરીને ખાતા હોય છે જે ખુબ નુકશાનકારક છે. આ બધી વાત પરથી એક વાત ખાસ યાદ રાખો કે  કે કોઈપણ ટેબ્લેટ હોય, તેને ઉપયોગમાં લેતા પહેલા એક વાર ચોક્કસ  ડોક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ લેવી જરૂરી છે. કેમ કે તેની પાવર કેપીસીટીથી આપણે વાકેફ નથી હોતા. એટલે કોઈ પણ ટેબ્લેટ ના ભાગ કરતા પહેલા ડોક્ટરને પૂછો.

પરંતુ અહી આપણે આપણાં મુખ્ય સવાલ વિશે વાત કરવાની છે તો કોઈપણ ટેબ્લેટમાં એક શક્તિ હોય છે. અહીં પ્રશ્નમાં ઉલ્લેખિત 50mg અથવા 100mg ટેબ્લેટની વાત થાય છે. પરંતુ આ શક્તિ ઘણી વખત ઘણી ગોળીઓમાં હાજર હોતી નથી, તે ટેબ્લેટની રચનાના એક ભાગમાં જ રહે છે. એટલે કે જો દવા 100 એમજીની ક્ષમતા ધરાવે છે અને તેને વિભાજીત કરીએ તો 1/4 રેખાઓ હોય છે. એટલે કે ટેબ્લેટના ચાર ભાગ હોય છે. તેનો અર્થ એ છે કે તેના દરેક ભાગની સમાન શક્તિ 25 એમજી ધરાવે છે. તેનો અર્થ કે તેને તોડીને ખાઈ શકાય છે.પરંતુ હવે સવાલ એ ઉભો થાય કે, જો એક ભાગ તોડીને ખાધો છે, તો બાકીના ભાગ માટે શું કરવું જોઈએ ? તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે દવાઓમાં ભેજ અને પ્રકાશના રાસાયણિક ફેરફારો થતાં હોય છે. તેથી તેનો બાકીનો ભાગ ભેજ અને પ્રકાશથી દૂર સારી રીતે રાખવો જોઈએ અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment