બેડરૂમમાં ભૂલથી પણ ન લગાવો આવી તસ્વીરો.. બનશે વાસ્તુદોષનું કારણ પડશે નેગેટિવ અસર થશે ઝઘડા, અણબનાવ. જાણો કેવા ફોટો લગાવવા

એવું કહેવામા આવે છે કે, ઘરની સુખ-શાંતિ માટે વાસ્તુ શાસ્ત્રને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. જો ઘરની દરેક વસ્તુને વાસ્તુશાસ્ત્રના હિસાબથી સજાવવામાં આવે, તો ઘરમાં આર્થિક સ્થિતિની સાથે જ સુખ-શાંતિ પણ આવે છે. બીજી તરફ વાસ્તુને ધ્યાનમાં રાખીએ, તો જો ઘરની અંદર વસ્તુઓને ન સજાવવામાં આવે તો, ઘરમાં અશાંતિ અને લડાઈ-ઝગડા વગેરે થઈ શકે છે. આજ કારણથી વાસ્તુશાસ્ત્રને મહત્વ આપવામાં આવે છે, તેવી જ રીતે દરેક વસ્તુને રાખવાની એક દિશા પણ હોય છે.

પરંતુ, શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે, ઘરની અંદર ફોટોને લગાવવાની પણ એક દિશા હોય છે. જી હા મિત્રો, જ્યારે પણ તમે ઘરની અંદર ફોટોને લગાવો છો, તો તે વાસ્તુના હિસાબથી લગાવો છો, તો તે બરાબર છે અને તેથી ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ અને અશાંતિનું કારણ બનતું નથી.જેવી રીતે ઘરના મંદિરમાં ભગવાનનો ફોટો રાખવાનું વાસ્તુ હોય છે, તેવી જ રીતે ઘરના બેડરૂમમાં પણ કેટલાક ચિત્રોને લગાવવાના ફાયદાઓ હોય શકે છે અને કેટલીક પ્રકારની તસ્વીરોને લગાવવી તે તમારા માટે અનેક ઝગડાનું કારણ પણ બની શકે છે. આવો જાણીએ, ઘરના સદસ્યો ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે ઝગડો ન થાય તે માટે ઘરના બેડરૂમમાં કેવા પ્રકારના ચિત્રો ન મૂકવા જોઈએ.

ડૂબતાં સૂર્યના ચિત્રો(સનસેટના દ્રશ્યો) : લગભગ દરેક લોકો પોતાના બેડરૂમને સજાવવા માટે સનરાઈજ અને સનસેટના ચિત્રોને રૂમમાં સજાવે છે. આ ચિત્રો દેખાવામાં ખુબ જ સુંદર હોય છે, પરંતુ તમારે ક્યારેય પણ ડૂબતાં સુરજના ચિત્રો રૂમમાં ન લગાવવા જોઈએ. તે જીવનમાં નકારાત્મકતાનો સંકેત આપે છે અને પતિ-પત્ની વચ્ચે ઝગડાનું કારણ બને છે. આવા ચિત્રોથી લોકોના મનમાં હંમેશા નિરાશાનો ભાવ આવે છે અને તે પોતાના કાર્યક્ષેત્રમાં પણ ઉન્નતિ કરી શકતા નથી.ડૂબતાં જહાંજના ચિત્રો : જો તમારા બેડરૂમમાં ડૂબતાં જહાંજના ચિત્રો લાગેલા છે, તો તેને તરત જ દૂર કરી દો. આવા ચિત્રો પણ નકારાત્મકતાનો ભાવ ઊભો કરે છે અને ક્યારેય પણ ઉન્નતિ થવા દેતા નથી. જાગતા અને સૂવાના સમય પર આવા ચિત્રોને જોવાથી ઘરમાં અશાંતિ આવે છે અને પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં કચાસ આવી જાય છે.

મહાભારતનું યુદ્ધ : કેટલીક વાર એવું થતું હોય છે, કે આપણે મહાભારતના ચિત્રોને બેડરૂમમાં લગાવી લઈએ છીએ. પરતું આવા ચિત્રો યુદ્ધનો સંકેત આપે છે અને આવા પ્રકારના ચિત્રોને ઘરના બેડરૂમમાં લગાવવાથી હંમેશા પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય છે. એટલું જ નહીં પરંતુ કેટલીક વાર આ ઝગડા તલાકનું કારણ પણ બને છે. આવા પ્રકારના ચિત્રો રૂમમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંકેત આપે છે.હિંસક પ્રાણીઓ : ક્યારેય પણ કોઈ પણ પ્રાણીઓના ચિત્રોને બેડરૂમમાં ન લગાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ લોકો સુવે છે અને જાગે છે ત્યારે તે ચિત્રોને જુવે છે, તો તેમની નકારાત્મકતા ઉર્જા વ્યક્તિના ભાવને હિંસક બનાવી દે છે અને ઘરમાં વ્યર્થ જ લડાઈ-ઝગડા થવા લાગે છે.

મૃત પૂર્વજ : ક્યારેય પણ ઘરના બેડરૂમમાં મૃત પૂર્વજના ચિત્રો ન લગાવવા જોઈએ. આવું કરવું પૂર્વજોને કષ્ટ પહોંચાડે છે. ખાસ કરીને પતિ-પત્નીના બેડરૂમમાં આવા ચિત્રોને ન રાખવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે આવા ચિત્રોને બેડરૂમમાં લગાવવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળતી નથી અને ઘરમાં કલેશ-કલહ થવા લાગે છે.તાજમહલ : કેટલાક લોકો તાજમહલને પ્રેમનું પ્રતિક માને છે અને એક-બીજાનો પ્રેમ વધે, આ માટે બેડરૂમમાં તાજમહલના ચિત્રોને રાખે છે. પરંતુ આવું કરવુ તદ્દન ખોટું છે, કારણ કે હકીકતમાં તાજમહલ એક મકબરો છે અને તેમના ચિત્રો રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જેથી પતિ-પત્ની વચ્ચે ઝગડા વધતાં જાય છે.

ભગવાનના ચિત્રો : ક્યારેય પણ બેડરૂમમાં મંદિરને ન રાખવું જોઈએ અથવા ક્યારેય પણ કોઈ પણ ભગવાનના ચિત્રોને બેડરૂમમાં ન લગાવવા જોઈએ. આવું કરવાથી ભગવાનની પુજાનું કોઈ પણ ફળ મળતું નથી અને ઘરમાં અશાંતિ રહે છે.

ઘરમાં  લગાવો આવા ચિત્રોને :

1 ) પરસ્પર સંવાદિતા જાળવવા માટે, બેડરૂમની પૂર્વ દિશામાં ઊગતા સૂર્યની પેઇન્ટિંગ મૂકો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પરસ્પર પ્રેમ વધે છે. 2 ) પતિ-પત્નીના બેડરૂમમાં તેમના લગ્નના ચિત્રો અથવા તો કોઈ પણ તહેવારના ચિત્રોને લગાવો, કે જેમાં બંને સાથે હોય.3 ) તમારા બેડરૂમની દક્ષિણ દિશામાં દોડતા ઘોડાના ચિત્રોને મૂકો, વાસ્તુ અનુસાર, દોડતો ઘોડો ગતિ, તીવ્રતા, શક્તિ, સ્વતંત્રતા અને સફળતાનું પ્રતિક છે અને રૂમમાં આ પ્રકારનું ચિત્ર મૂકવાથી આનંદ મળે છે.

4 ) બેડરૂમમાં ખીલેલા ફૂલોના ચિત્રોને રાખવા જોઈએ, તે તમને સકારાત્મક ઉર્જાની તાજગીની લાગણી આપે છે અને પરસ્પર ઝગડાથી પણ રક્ષણ આપે છે. તમારા ઘરની ઉતર દિશામાં ફૂલોની પ્રકૃતિની પેઇન્ટિંગથી સમૃદ્ધિમાં વધારો થાય છે. તમારા ઘરની પૂર્વ દિશામાં રંગબેરંગી ફૂલો રાખવાથી, તમને જીવનમાં ઘણી સિદ્ધીઓ મળે છે.

5 ) પ્રેમી પક્ષીઓના ચિત્રોને મૂકો, જેથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સવેંદિતા રહે. તેમજ જો કામધેનુ ગાયની પેઇન્ટિંગને રસોડાની દક્ષિણ દિશામાં લગાડવાથી ઘરમાં અન્ન સંપતિ અકબંધ રહે છે. આ રીતે જો ઘરના બેડરૂમ માટેના ચિત્રો વાસ્તુને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે તો, તે ઘરમાં સુખ અને સમૃદ્ધિને લાવી શકે છે.

( આ આર્ટિકલ વસ્તુ શાસ્ત્રની દર્ષ્ટિએ લખ્યો છે તો વસ્તુમાં માનવ વાળા અને જ્ઞાનમાં વધારો થાય એવા લોકો જ વાંચે તેવી વિનંતી.. અમારો ઉદ્દેશ્ય કોઈ અંધશ્રદ્ધા કે ખોટા ન્યુઝ પ્રકાશિત કરવાનો નથી. )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment