મહિનાઓથી બંધ પડેલા AC ને ચાલુ કરતા કરી લેજો આ કામ, નહિ આવશે મોટો ખર્ચો અને AC થઈ જશે ખરાબ… 99% લોકો નહિ જાણતા હોય આ માહિતી..

મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતની ગરમી પણ તેના પુરા સ્વેગ સાથે આવી ગઈ છે. મોટાભાગના ઘરોમાં પંખા પણ ચલાવવાના શરૂ થઈ ચૂક્યા છે આજના સમયમાં મોટાભાગના લોકો એસી નો ઉપયોગ કરે છે. ઉનાળાની ઋતુમાં AC નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. તમે પણ વધતી ગરમી અને બાફ થી પરેશાન થઈને માત્ર AC ની સ્વીચ ઓન કરવાની રાહ જોઈ રહ્યા હશો. પરંતુ બટન દબાવતા પહેલા જરા થોભો અને ધ્યાન આપો કે મહિનાઓથી બંધ પડેલું AC શું આવી રીતે અચાનક ઓન કરવું અને ચલાવવું યોગ્ય રહેશે? તેનાથી તેમાં ક્યાંક કંઈક ખરાબી તો નહીં આવી જાય ને? 

જો તમે AC ઓન કરતાં પહેલાં આ બાબતો પર વિચાર કરશો તો બિલકુલ યોગ્ય છે. મહિનાઓથી બંધ રહેવાના કારણે AC ના પંખા અને જાળીઓ માં ખૂબ જ ગંદકી ભરાઈ જાય છે. જો યોગ્ય રીતે સાફ કર્યા વગર AC ને ચલાવવામાં આવે તો ન માત્ર તેના ઉપકરણ ખરાબ થવાનો ડર રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડી શકે છે. એટલું જ નહીં વધારે વીજળીનો પણ વપરાશ કરશે અને મોટી ખરાબી આવવા પર હજારોનું નુકસાન પણ થઈ શકે છે.1) પહેલું સ્ટેપ… કુલિંગ થી ન કરો શરૂઆત:- જો તમારું AC નવું હોય અને તેને હજુ સર્વિસ ની જરૂર નથી તો પણ તેને મહિનાઓ બાદ ચાલુ કરવા પર સીધુ કુલિંગ ન લગાવવું જોઈએ. પહેલા AC ને થોડીવાર માત્ર પંખો ઓન કરીને ચલાવવો અને ત્યારબાદ કુલિંગ પર સેટ કરો. AC ઓન કરતા પહેલા તેના પ્લગ અને સ્વિચ બોર્ડને જરૂર ચેક કરી લો. એવું ન હોય કે તેમાં કોઈ ખરાબી હોય અને ઓન કરતાં જ શોર્ટ સર્કિટ થઈ જાય.

2) બીજું સ્ટેપ… સર્વિસ જરૂર કરાવો:- તમારે નવી સિઝનમાં પહેલી વાર AC ચલાવું હોય તો સૌથી પહેલા તેની સર્વિસ  જરૂર કરાવી લેવી જોઈએ. આમ કરવાથી નો માત્ર તમારા AC ની લાઈફ વધી જાય છે પરંતુ વીજળી બિલ નો ખર્ચો પણ ઓછો આવશે. સર્વિસ કરાવ્યા વગર AC ચલાવવાથી કુલિંગ માટે સૌથી વધારે વીજળીની વપરાશ થશે.3) ત્રીજું સ્ટેપ… ગેસ ચેક કરવાનું ન ભૂલવું:- AC ની સર્વિસ કરાવવી જેટલી જરૂરી છે તેટલું જ ગેસ ચેક કરવું એટલું જ મહત્વપૂર્ણ છે. જો તમે ચેક કર્યા વગર AC ઓન કરી દીધું તો તેમાંથી કુલિંગ પર ખૂબ જ અસર પડશે. કુલિંગ ઓછું થશે તો કોમ્પ્રેસર પર પણ દબાણ વધી જશે અને તે ખરાબ થવાની આશંકા વધી જશે. જો કોમ્પ્રેસર ખરાબ થશે તો તમને હજારો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

4) ચોથું સ્ટેપ…કુલીંગ કોયલ સાફ કરો:- AC ને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે એ અત્યંત જરૂરી છે કે તમે નવી સિઝનમાં તેને ઓન કરતાં પહેલાં કુલિંગ કોયલની સફાઈ જરૂર કરો. કોયલ થી જ AC કુલ રહે છે. જો તેમાં ગંદકી જમા થશે તો કુલિંગ ઓછું કરશે અને તમારે ઓછી ડિગ્રી પર AC ચલાવવું પડશે. જેથી આ વીજળીનો વધારે વપરાશ કરશે એટલું જ નહીં તમારું કોમ્પ્રેસર ખરાબ થઈ શકે છે અને ગેસ લીક જેવી સમસ્યા પણ થઇ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment