છોકરાની મિલકત અને પૈસા જોઇને તમારી દીકરી આપી ના દેતા… નહિ તો દીકરીને પસ્તાવાનો વારો આવશે.

છોકરાની મિલકત અને પૈસા જોઇને તમારી દીકરી આપી ના દેતા… નહિ તો દીકરીને પસ્તાવાનો વારો આવશે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષમાં કેટલો તફાવત હોય છે. બંનેની રહેણીકરણી ખુબ જ અલગ અને વિપરીત હોય છે. તો આજે અમે તમને જણાવશું કે પુરુષત્વ કેવી રીતે ઓળખાય. આજનો આ મુદ્દો પુરુષો માટે તો મહત્વનો છે જ. પરંતુ સ્ત્રીઓ માટે ખુબ જ મહત્વનો છે. પુરુષત્વના લક્ષણો બહારથી ઓળખાય જાય. પરંતુ તેના આંતરિક લક્ષણો ઘણી વાર સામે નથી આવતા હોતા. તો ચાલો જાણીએ પુરુષત્વના બાહ્ય અને આંતરિક લક્ષણો. સ્ત્રીઓ આ લેખને ખાસ વાંચે.તો મિત્રો હવે આપણે જોઈએ આંતરિક પુરુષત્વ વિશે. આતંરિક પુરુષત્વ હંમેશા વ્યવહારમાં પ્રગટ થાય છે. જે તેના પરિવાર અને સમાજમાં પોતાની ઓળખ ધરાવતા હોય છે. તો ચાલો જણીએ પુરુષના આંતરિક લક્ષણો વિશે.

સૌથી પહેલા છે સંયમિત ભાષાનો પ્રયોગ. પુરુષ ઘણી વાર પોતાની ભાષામાં ગેર શબ્દોનો ઉલ્લેખ કરતા હોય છે. પરંતુ સ્ત્રીઓના પ્રમાણ કરતા પુરુષો વધારે ગેરશબ્દનો પ્રયોગ પોતાના જીવનમાં કરતા હોય છે. પરંતુ તેમાં બધા લોકોનો સમાવેશ નથી થતો. ઘણા પુરુષો પોતાના સમાજ અને ઘરમાં ખુબ જ સંયમિત ભાષા અને શબ્દનો પ્રયોગ કરતા હોય છે. જેના દ્વારા સમાજમાં તેવા લોકોનું માન સમ્માન જળવાઈ રહેતું હોય છે.

ગુસ્સો. પુરુષોને સ્ત્રીઓ કરતા વધારે પ્રમાણમાં ગુસ્સો આવતો હોય છે. આમ જોવા જઈએ તો આજકાલ દરેક વ્યક્તિને ખુબ જ ગુસ્સો આવતો હોય છે. પરંતુ સર્વેના આધાર પર સ્ત્રીઓ કરતા પુરુષો 70 % વધારે ગુસ્સો કરતા હોય છે. આ આંતરિક લક્ષણ લગભગ 85% પુરુષોમાં જોવા મળતો હોય છે. ઘણી વાર પુરુષોના ગુસ્સાના કારણે ઘરમાં પણ ઝગડાઓ થતા હોય છે.

શારીરિક શક્તિનું પ્રદર્શન. સ્ત્રીઓ શારીરિક રીતે પુરુષો જેટલી સક્ષમ નથી હોતી. જ્યારે કોઈ શારીરિક મહેનત વાળું કામ કરવાનું હોય છે ત્યારે પુરુષ વધારે સક્ષમ હોય છે. પરંતુ આજકાલ પુરુષો પોતાનું શારીરિક બળ બીજી જગ્યાઓ પર વેસ્ટ કરે છે. પહેલા આપણા સમાજમાં પુરુષત્વ એટલે રક્ષા માનવામાં આવતું હતું. પરંતુ આજે પુરુષો દ્વારા પોતાનું પુરુષત્વને જાતે જ ક્ષીણ કરી રહ્યા છે. તો મિત્રો પુરુષોનું આંતરિક શારીરિક બળ પણ પુરુષત્વને ઉજાગર કરે છે.

આજકાલ પુરુષો પણ સ્ત્રીઓના અમુક ઘર કામ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પુરુષ બહારના કામોની સાથે ઘરના પણ દરેક કામમાં કુશળ હોય તેને સાચું પુરુષત્વ માનવામાં આવે છે. બહાર હીરો બનીને ફરવામાં દરેક લોકો માહિર હોય. પરંતુ જ્યારે ઘરમાં કોઈ નાના નાના કામ જ્યારે પુરુષ કરવા લાગે ત્યારે ઘરની શોભા વધી જતી હોય છે. અને પુરુષત્વ પણ ખીલે છે.

ખુબ જ ઓછા પુરુષોમાં આ ગુણ જોવા મળતો હોય છે. ઘરમાં જમવાનું બનાવવું એ સદીઓથી સ્ત્રીઓના હાથમાં રહ્યું છે. પરંતુ જો પુરુષ પણ ઘરમાં જમવાનું બનાવતા હોય તો સ્ત્રીઓને તેનું પુરુષત્વ ખુબ જ પસંદ આવે છે. જો તમે પરણિત હશો અને જમવાનું બનાવતા હશો તો તમારી પત્ની ખુબ જ ખુશ થશે અને જો અપરણિત હશો તો માતા ખુબ જ ખુશ થશે. આ ગુણ જે પુરુષમાં હોય છે તેની પાછળ દરેક સ્ત્રી આકર્ષિત થાય છે. પુરુષોનો આ આંતરિક ગુણ દરેક વ્યક્તિને પસંદ આવતો હોય છે.

પુરુષોનો સૌથી મોટો લક્ષણ આ હોય છે. આજે દરેક ઘરને ચલાવવા માટે પૈસાની જરૂર તો પડતી જ હોય છે. પરંતુ આજે સ્ત્રીઓ પણ સશક્ત થઇ છે અને પૈસા કમાઈ લેતી હોય છે. પરંતુ આપણે સદીઓથી જોતા આવ્યા છીએ કે ઘરમાં પૈસાની આવક મોટાભાગે પુરુષો દ્વારા જ આવતી હોય છે. આ લક્ષણના કારણે પુરુષત્વનું માન અને સમ્માન આજે દરેક જગ્યાએ અભિભૂત છે. જેના પુરુષનો આ આંતરિક ગુણ તેને એક અલગ જ ઓળખ આપે છે.

પુરુષત્વમાં એક લક્ષણ ખુબ જ મહત્વ દર્શાવે છે. સમાજમાં પોતાની સારી છબી ઉભી કરવા માટે દરેક પુરુષે દરેક સ્ત્રીને માન અને સમ્માન આપવું જોઈએ. દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય તેને જો પુરુષ દ્વારા યોગ્ય સમ્માન આપવામાં આવે તો તેના પુરુષત્વના ગુણો ખીલી ઉઠે છે.

ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે પુરુષો પોતાની વાતને વધારે મહત્વ આપતા હોય છે. પુરુષોનો આ આંતરિક લક્ષણ લગભગ દરેક લોકોમાં હોય જ છે. કેમ કે ઘણી વાર પુરુષો સ્ત્રીના નિર્ણય અથવા વાતથી સહેમત નથી થતા હોતા. પુરુષત્વનો આ લક્ષણ પુરુષને ઘણી વાર મુશ્કેલીમાં પણ મૂકી દેતો હોય છે. પરંતુ પુરુષનો આ આંતરિક લક્ષણ તેના વ્યક્તિત્વને દર્શાવે છે.

પુરુષત્વનું આ લક્ષણ સૌથી સારું હોય છે. બધી જગ્યાએ પુરુષ પોતાનું વર્ચસ્વ બનાવવા માંગતો હોય છે. તેના કારણે તે સમાજમાં પોતાન ઘર અને પરિવાર માટે એક યોગ્ય સ્થાન મેળવી આપતો હોય છે. પુરુષ પોતાના પરિવારને સમાજમાં આગળ લાવવા માટે ખુબ જ મહેનત અને લગનથી કોઈ પણ કામ કરતો હોય છે. પુરુષોનો આ આંતરિક ગુણ લગભગ 90 % પુરુષોમાં જોવા મળે છે. આ આંતરિક ગુણથી સ્ત્રીઓ આવા પુરુષત્વ પ્રત્યે વધારે આકર્ષાય છે.

તો મિત્રો આ હતા પુરુષોને આંતરિક લક્ષણો જે પુરુષના પુરુષત્વને પ્રગટ કરે છે. તો કોમેન્ટ કરીને ખાસ જણાવો આ વિષય પર તમારું શું કહેવું છે. અને દીકરીના લગ્ન પહેલા જ આ વાત વિચારો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Leave a Comment